શોધખોળ કરો
Advertisement
શિયાળામાં પણ શાકભાજીના ભાવ આસમાને, જાણો કેમ થયો ડુંગળી-બટાકા સહિતના શાકભાજીના ભાવમાં વધારો?
આંદોલનને કારણે ડુંગળીના ભાવ અત્યારે 60 થી 70 રૂ થઇ ગયા છે, જે પહેલા 20 થી 30 હતા. આ ઉપરાંત બટાકાના ભાવ 50 થી 70 રૂ થયા છે, જે પહેલા 20 થી 25 રૂપિયા હતા.
અમદાવાદઃ છેલ્લા બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. કમોસમી માવઠાએ લીલા શાકભાજી બગાડ્યા છે. કમોસમી વરસાદથી લીલા શાકભાજીના પાકને મોટું નુકશાન થયા છે. ત્યારે આ વર્ષે શિયાળું શાકભાજી મોંઘા થઇ શકે છે.
બીજી તરફ પંજાબ હરિયાણાના ખેડૂત આંદોલનની ગુજરાત પર મોટી અસર થઈ છે. પંજાબ હરિયાણાથી આવતા ડુંગળી-બટાકા ગુજરાત આવતા બંધ થયા છે. રોજિંદા વપરાતા શાકભાજી ડુંગળી બટાકાના ભાવ વધ્યા છે. આંદોલનને કારણે ડુંગળીના ભાવ અત્યારે 60 થી 70 રૂ થઇ ગયા છે, જે પહેલા 20 થી 30 હતા.
આ ઉપરાંત બટાકાના ભાવ 50 થી 70 રૂ થયા છે, જે પહેલા 20 થી 25 રૂપિયા હતા. મરચા પ્રતિ કિલોના 160 રૂપિયા થયા છે, જે 40 થી 50 હતા. શાકભાજી વિક્રેતાઓ દ્વારા દહેશત વ્યક્ત કરવામાં આવી છે કે, હજુ આંદોલન લંબાશે તો હજુ પણ ડુંગળી-બટેકાના ભાવ વધી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement