અમદાવાદમાં સર્જાઇ પેટ્રોલની અછતઃ ક્યાં ક્યાં લાગ્યા આઉટ ઓફ સ્ટોકના બોર્ડ
શહેરમાં પેટ્રોલની અછત સર્જાઇ છે. પાલડી વિસ્તારમાં પેટ્રોલની અછત જોવા મળી છે. પેટ્રોલ પંપ પર પેટ્રોલ આઉટ ઓફ સ્ટોકના બોર્ડ લાગ્યા છે. ગઈ કાલ સાંજથી પેટ્રોલ અને ડીઝલનો જથો ખૂટી પડ્યો છે
અમદાવાદઃ શહેરમાં પેટ્રોલની અછત સર્જાઇ છે. પાલડી વિસ્તારમાં પેટ્રોલની અછત જોવા મળી છે. પેટ્રોલ પંપ પર પેટ્રોલ આઉટ ઓફ સ્ટોકના બોર્ડ લાગ્યા છે. ગઈ કાલ સાંજથી પેટ્રોલ અને ડીઝલનો જથો ખૂટી પડ્યો છે. અમદાવાદના નારોલ વિસ્તારના પેટ્રોલ પંપ પર પેટ્રોલની અછત. Hpના પેટ્રોલ પંપમાં અનેક વાહનચાલકો હેરાન પરેશાન. ધીરે-ધીરે હવે અમદાવાદ શહેરમાં પણ પેટ્રોલની અછત વર્તાઈ રહી છે. પેટ્રોલનો સ્ટોક ઓછો હોવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ. રાજ્યમાં ૨૦ ટકા જેટલો પુરવઠો ઓછો આવી રહ્યો છે. અમદાવાદ હાઇવે બાદ શહેરી વિસ્તારના પેટ્રોલ પંપ ઉપર લાગી કતાર. અમદાવાદના આંબલી ગામના પેટ્રોલ પંપ પર કતાર. બોપલના કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ન હોવાથી લાગી કતાર. જ્યાં પેટ્રોલનું વેચાણ શરૂ છે ત્યાં જોવા મળી કતાર. વડોદરા ડેપો પરથી સ્ટોક ન આવતો હોવાથી વેચાણ બંધ છે.
ગુજરાતના મેટ્રોસિટી અમદાવાદમાં પણ પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાવાની શરૂ થઇ ચૂકી છે. પાલડી વિસ્તારમાં આવેલા એચપી પેટ્રોલ પંપ ઉપર બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે. પેટ્રોલ આઉટ ઓફ સ્ટોક અહીંના કર્મચારીએ જણાવ્યું કે ગઈકાલ સાંજથી જ પેટ્રોલ અને ડિઝલનો જથ્થો ખૂટી પડ્યો છે. વડોદરા ડેપોમાંથી તેવો પેટ્રોલ અને ડીઝલ પરચેઝ કરે છે, પરંતુ ગઇકાલથી જ પેટ્રોલ અને ડિઝલનો જથ્થો ન આવતા અહીયા 12 બોર્ડ લગાવવામાં આવ્યું છે કે પેટ્રોલ નથી વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે.
છેલ્લા કેટલાય દિવસથી આ રીતની પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાવાની શરૂ થઈ. શરૂઆતમાં હાઇવે પરના પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટી પડ્યો હતો, પરંતુ હવે શહેરી વિસ્તારના પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ આઉટ ઓફ સ્ટોકના બોર્ડ જોવા મળી રહ્યા છે. રાજ્ય સરકાર દાવો કરે છે કે પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી પરંતુ આ દાવાની પોલ ખોલતા બોર્ડ પેટ્રોલ પમ્પ ઉપર જોવા મળ્યા.
નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ આ મુદ્દે નિવેદન આપ્યું હતું. કનુભાઇ દેસાઇએ કહ્યું મોંઘવારીએ રશિયા અને યુક્રેન યુદ્ધના કારણે વધી છે. અમેરિકામાં હાલ ૩૩ ટકા મોંઘવારી છે પરંતુ ભારતમાં વિકાસના કાર્યો થઈ રહ્યા છે. જે પ્રમાણે પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓ થઈ રહી છે જેને લઇને પણ મંત્રીએ કહ્યું હતું કે આ માત્ર અફવાનો માહોલ છે. અફવા પર ધ્યાન નહીં આપો. સરકાર તમામ વસ્તુઓ ઉપર આયોજનબદ્ધ રીતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરી રહી છે, તો બીજી તરફ ખેડૂત નેતા એવા જયેશ પટેલ દ્વારા દક્ષિણ ગુજરાતમાં જ વીજળીના મળતી હોવાનો પત્ર મંત્રીશ્રીને લખ્યો હતો જે બાબતમાં કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં ક્યાંય પણ વીજળીની કટોકટી હતી માત્ર અડધો કલાક સુધી વીજળી જાય એનો મતલબ એવો નથી કે વીજળી નથી મળી રહી અને ઉદાસ થવું નહિ.
સમગ્ર દેશમાં અનેક જગ્યાએ પેટ્રોલ – ડીઝલના અછતના સમાચાર સામે આવ્યા છે ત્યારે ગુજરાતમાં પણ પેટ્રોલ ડીઝલની અછતની અફવા ફેલાતા અનેક જગ્યાએ લોકો પેટ્રોલ ડીઝલ ભરાવા માટે પેટ્રોલ પંપની બહાર લાંબી લાઈનો લગાવી રહ્યા છે.
પેટ્રોલ-ડીઝલની અછત હોવાની વાત વચ્ચે સાબરકાંઠામાં પેટ્રોલ પંપ પર ખેડૂતોની લાંબી લાઈન લાગી છે. હિંમતનગરના ગઢોડા ખાતેના પેટ્રોલ પંપ પર મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને ડીઝલ માટે પહોંચ્યા હતા.
સુરતના નાયરાના પેટ્રોલ પંપ પર ડિઝલ નથીના પાટિયા લાગ્યા છે. ડિઝલ નથી ના બોર્ડ લાગતા હજારો વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. સુરતમાં દૈનિક 60 લાખ લિટર પેટ્રોલ- ડિઝલની જરૂરિયાત છે. પેટ્રોલપંપ સંચાલકોનો દાવો છે કે ઓઈલ કંપનીઓએ પુરવઠો ઓછો કરી નાંખતા ડિઝલનું સંકટ ઉભુ થયું છે.
રશિયા- યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે ક્રુડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. સરકારે એકસાઈઝ ડ્યુટી ઓછી કરી પેટ્રોલ-ડિઝલમાં રાહત આપી છે. જોકે ઓઈસ માર્કેટિંગ કંપનીઓને 21 રૂપિયા પ્રતિ લિટર ખોટ જતી હોવાનો દાવો કરાયો છે. સુરત શહેરમાં નાયરાના પેટ્રોલપંપો પર ચાર- પાંચ દિવસથી ડિઝલની અછત વર્તાઈ રહી છે. ખાનગી કંપનીઓના પેટ્રોલપંપ પર સમસ્યા વિકટ છે.
જોકે ઈંડિયન ઓઈલ અને સેલના પંપ પરથી હાલ પેટ્રોલ- ડિઝલનો જથ્થો મળી રહ્યો છે. સુરતમાં 100 પેટ્રોલ પંપ આવેલા છે. જ્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 400થી વધુ પેટ્રોલપંપો આવેલા છે.
ઘણા પેટ્રોલ પંપ પર ખૂટી ગયો છે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો. એવામાં રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઇ દેસાઇનું કહેવું છે કે, લોકો અફવા પર ધ્યાન ન આપે. કનુ દેસાઈના મતે જ્યારે વીજળીની કટોકટી હતી, ત્યારે પણ આવી જ અફવાઓ ઉડી હતી. જેથી પેટ્રોલ-ડીઝલના અંગે પણ સરકાર વ્યવસ્થા કરશે. તો, વીજળી ન મળતી હોવાના સવાલના જવાબમાં દાવો કર્યો કે, કયાંક અડધો કલાક વીજળી જતી રહી હશે, પણ પહેલા તો દિવસોના દિવસો વીજળી ગૂલ રહેતી.