શોધખોળ કરો
Advertisement
'નમસ્તે ટ્રમ્પ': અમેરિકા અમારુ સાચુ મિત્ર, દરેક ક્ષેત્રમાં અમે સાથે કામ કરીશુ- મોટેરામાં બોલ્યા પીએમ મોદી
આજે મોટેરા સ્ટેડિયમમાં દુનિયાની બે મોટી લોકશાહી એક મંચ પર છે. હવે 21મી સદીમાં ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરશે
અમદાવાદઃ પીએમ મોદીએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં એક લાખથી વધુ લોકોને સંબોધિત કરતા કહ્યું કે, અમેરિકા અને ભારતે નવા અધ્યાયની શરૂઆત કરી છે. બન્ને દેશો હવે મિત્ર તરીકે કામ કરી રહ્યાં છે. હાલ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએ મોદી મોટેરા સ્ટેડિયમમાં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યાં છે.
'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે, આજે મોટેરા સ્ટેડિયમમાં દુનિયાની બે મોટી લોકશાહી એક મંચ પર છે. હવે 21મી સદીમાં ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરશે. ટ્રમ્પે અહીં આવીને ભારતનુ ગૌરવ વધાર્યુ છે. આજે ટ્રમ્પે ભારતના લોકોને સંબોધિત કર્યુ તે ગર્વની વાત છે.
હવે અમારી ઇકોનૉમી પાર્ટનરશીપનો વિસ્તાર થશે. ભારત અને અમેરિકાની મિત્રતા વધુ ચાલે અને આગળ વધીને વિકાસના કામમાં ભાગીદારી કરશે. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હુ અને ટ્રમ્પ પહેલીવાર મળ્યા હતા ત્યારે મને કહ્યું હતુ કે, ભારતનો સાચો મિત્ર હવે વ્હાઇટ હાઉસમાં છે. જ્યારે વ્હાઇટ હાઉસમાં દિવાળી મનાવી છે, અને ત્યાં વસતા 40 લાખ ભારતીય મૂળના લોકો અમેરિકાના વિકાસમાં મદદ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોલ્યા કે અમેરિકા ભારતનો નવો દોસ્ત છે, સૈન્ય વિસ્તાર હોય કે પછી બિઝનેસ, ભારતનો સાચો મિત્ર અમેરિકા બન્યુ છે.
મોદીએ કહ્યું કે, દરેક ક્ષેત્રમાં અમેરિકા સાથે અમારી ભાગીદારી વધી છે. 21મી સદીમાં ભારત અને અમેરિકા મળીને ડિજીટલ ક્ષેત્રમાં બહુજ ઉન્નતી કરશે. નમસ્તે કાર્યક્રમમાં મોદીએ કહ્યું કે, ભારત અને અમેરિકા બન્ને દેશો આતંકવાદ સામે લડવા સાથે મળીને કામ કરશે. મને ટ્રમ્પ અને તેમના પરિવાર પ્રત્યે સન્માન છે.
ઉપરાંત પીએમે કહ્યું કે, આજે ભારત દુનિયાનુ સૌથી મોટુ સોલાર પાર્ક, સ્ટેડિયમ અને હેલ્થ સ્કીમમાં કામ કરી રહ્યું છે. ભારતે જુના-નકામા 1500 જેટલા કાયદાઓ ખતમ કર્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement