ગાંધીનગરઃ PM મોદીએ કહ્યુ- 'ફક્ત ફિટનેસથી જ ગુનેગારોને પકડી શકાતા નથી, ટેકનોલોજીની પણ જરૂર'
પ્રધાનમંત્રી મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો અને અંતિમ દિવસ છે. આજે સવારે 10 વાગ્યે પ્રધાનમંત્રી મોદી રાજભવનથી નીકળશે અને દહેગામ સુધી રોડ શો યોજાશે

Background
અમદાવાદઃ પ્રધાનમંત્રી મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો અને અંતિમ દિવસ છે. આજે સવારે 10 વાગ્યે પ્રધાનમંત્રી મોદી રાજભવનથી નીકળશે અને દહેગામ સુધી રોડ શો યોજાશે. આ રોડ શોમાં પ્રધાનમંત્રી મોદીનું અલગ અલગ સ્થળ પર સ્વાગત કરવામાં આવશે. રોડ શો પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમા કેમ્પસનું ઉદ્ઘાટન અને પ્રથમ પદવીદાન સમારોહમા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બપોરે 1 વાગ્યા આસપાસ પ્રધાનમંત્રી મોદી રાજભવન પરત ફરશે. જે બાદ સાંજે છ વાગ્યે અમદાવાદના નવરંગપુરમાં ખેલ મહાકુંભનો પ્રારંભ કરાશે.
નોકરીના તણાવમાં જવાનોની ચિંતા કરવી જરૂરી છે
વડાપ્રધાને કહ્યું કે નોકરીના તણાવમાં જવાનોની ચિંતા કરવી જરૂરી છે. વિભાજીત પરિવાર હોવાથી સુરક્ષા જવાની માનસિક સ્થિતિ પર અસર થઇ છે. અગાઉ સંયુક્ત કુંટુંબ હતું ત્યારે પોલીસ જવાનો શાંતિ અનુભવતા હતા. તણાવ મુક્ત કેવી રીતે રહેવું તે સુરક્ષા કર્મચારીઓને શીખવવું જરૂરી છે.
ફક્ત ફિટનેસથી જ ગુનેગારોને પકડી શકાતા નથી પણ ટેકનોલોજીની પણ જરૂર પડે છે. આ પોલીસ યુનિવર્સિટી નથી રક્ષા યુનિવર્સિટી છે. યુનિફોર્મની તાકાત ત્યારે વધશે જ્યારે પહેરનારની અંદર માનવતા હશે. કરુણાનો ભાવ હશે ત્યારે યુનિફોર્મની કિંમત વધશે.
મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
મોદીનું ગુજરાત અને ગુજરાતના મોદી pic.twitter.com/eZnj9nCPee
— BJP Gujarat (@BJP4Gujarat) March 12, 2022





















