(Source: ECI/ABP News/ABP Majha)
વડાપ્રધાન મોદીએ રવિવારે વહેલી સવારે શંકરસિંહ વાઘેલાને કેમ કર્યો ફોન ? ફોન પર બાપુને શું કહ્યું ?
રવિવારે વહેલી સવારે ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શંકરસિંહ વાઘેલાને ફોન કર્યો હતો.
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે શનિવારે રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ કોરોનાનો ભોગ બન્યા છે. વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને અમદાવાદની સ્ટર્લિગં હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
વાઘેલાની તબિયત બગડતાં તેમના સમર્થકોમાં ચિંતાનો માહોલ છે ત્યારે એક ટોચના ગુજરાતી અખબારમાં કરાયેલા દાવા પ્રમાણે રવિવારે વહેલી સવારે ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શંકરસિંહ વાઘેલાને ફોન કરીને તેમના ખબર અંતર પૂછ્યા હતા. મોદીએ વાઘેલાના ઝડપથી સાજા થવાની શુભેચ્છા પણ આપી હતી. મોદીએ વાઘેલાને તમામ પ્રકારની મદદની ખાતરી પણ આપી હતી.
શંકરસિહં વાઘેલાનો કોરોના પોઝિટિવ આવતાં શનિવારે તેમને તેમના ઘરે વસંત વગડામાં જ હોમ આઈસોલેટ કરાયા હતા. તેમને કોઇ મોટા લક્ષણ ન હોવાથી હોમ આઇસોલેટ થવા માટેની આરોગ્ય તંત્રેમંજુરી આપી હતી એએવા અહેવાલ હતા પણ રવિવારે શંકરસિહં વાઘેલાએ જ માહિતી આપી કે. તેમના ફિઝિશિયન ડો. રણમિકલાલ શાહની સલાહને માનીને તે સ્ટર્લિંગ હોસ્પિટવમાં દાખળ થયા છે. શંકરસિંહ વાઘેલા બે દિવસ પહેલા એક પત્રકાર પરિષદ સંબોધી હતી. તેના કારણે તેમના સમર્થકો, નેતા અને પત્રકારો ચિંતામાં મુકાયા છે.