શોધખોળ કરો
Advertisement
ગાંધીનગર: મંચ પર ભાજપના કયા દિગ્ગજ નેતાના પગે લાગ્યા PM નરેન્દ્ર મોદી, પછી શું કરી વાત? જાણો વિગત
અડાલજ ખાતે અન્નપૂર્ણા ધામના પંચતત્વ મંદિરની આજે પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત લેઉવા પટેલના આગેવાનો સહિત અનેક હસ્તીઓ મંચ પર જોવા મળી હતી. આ પ્રસંગે કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા PM નરેન્દ્ર મોદી મંચ પર ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને જોતાં જ તેમના પગે લાગ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુભાઇ પટેલના આશીર્વાદ લેવાની સાથે તેમના ખબર અંતર પણ પૂછ્યાં હતાં. જોકે, આ પહેલીવાર નથી કે નરેન્દ્ર મોદીએ કેશુભાઇ પટેલના આશીર્વાદ લીધા હોય. આ ઉપરાંત PMએ અન્નપૂર્ણા માતાનાં દર્શન કર્યા હતા.
પંચતત્વ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે મંચ પર કેશુભાઈ પટેલ, કરશનભાઈ પટેલ, વલ્લભભાઈ કથીરીયા, દિનેશ કુભાણી, સુરેન્દ્ર પટેલ, મનસુખ માંડવીયા, દિલિપ સંઘાણી સહિત અનેક હસ્તીઓ હાજર રહી હતી.
અન્નપૂર્ણા ધામની વાત કરીએ તો, મંદિર સિવાય સમાજનાં બાળકો માટે હોસ્ટેલ પણ બનાવાઈ, અહીં 5 અને 6 માર્ચે અડાલજમાં બે દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાશે. જેમાં રાજ્યભરમાંથી 25થી વધુ વિદ્વાન પંડિત બોલાવાશે. 25 કરોડના ખર્ચે તૈયાર થયેલા મંદિરમાં દાનપેટી નહીં રખાય અને કાર્યક્રમમાં 25 હજારથી વધુ લોકો હાજર રહેવાનો અંદાજ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement