શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસને કારણે પોલીસ કર્મચારીનું નિપજ્યું મોત, અમદાવાદ પોલીસ કમિશ્નરે શું કર્યું ટ્વિટ?
અમદાવાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી ફરજ દરમિયાન કોરોનાની ઝપેટમાં આવી ગયા હતાં.
અમદાવાદમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે લોકોને આ જીવલેણ રોગવા ચેપથી દૂર રાખવા માટે પોલીસ કર્મચારીઓ પોતાનો જીવ જોખમમાં મુકીને રાત-દિવસ પોતાની ફરજ નિભાવી રહ્યાં છે. પરંતુ કોરોના સામેના જંગમાં અમદાવાદ પોલીસ કર્મચારીનું મોત નિપજ્યું છે. નોંધનીય છે કે, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી ફરજ દરમિયાન કોરોનાની ઝપેટમાં આવી ગયા હતાં.
અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલસ કર્મચારી ફરજ દરમિયાન કોરોનાની ઝપેટમાં આવી ગયા હતાં. જોકે તેઓ કોરોના સામેની જંગ હારી જતાં આજે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. હેડ કોન્સ્ટેબલ ભરતજી સોમાજીના નિધનથી પોલીસ બેડામાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.
ભરતજી સોમાજી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યાર બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યાં હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.Today,uhc Bharatsinh somaji https://t.co/4CQccscZXf.8090 of Krishnanagarps passed away fighting https://t.co/Hj3B2HC1tI is a great loss to the police force.deepest condolences to the family.May almighty God give strength to the family to bear this loss.May his soul rest in peace.
— Ashish Bhatia IPS (@ashishbhatiaips) May 18, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement