Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: ફરી પ્રમુખ સ્વામીનગરીમાં પહોંચ્યા જેઠાલાલ, પ્રમુખસ્વામી અંગે કહી આ વાત
Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા ફેમ દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલે ફરી પ્રમુખ સ્વામીનગરીની મુલાકાત લીધી છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે, પ્રમુખ સ્વામીનગરીમાં આજે મારી બીજી મુલાકાત છે.
Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા ફેમ દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલે ફરી પ્રમુખ સ્વામીનગરીની મુલાકાત લીધી છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે, પ્રમુખ સ્વામી નગરીમાં આજે મારી બીજી મુલાકાત છે. એકવારમાં બધે જઈ ન શકાયું એટલે બીજી વાર આવ્યો છું. બાકીના શો જોવાના બાકી હતા એટલે મે આજે જોયા. આજે પારિવારિક વિષય આધારિત કાર્યક્રમો જોયા.
નાટ્ય સ્વરૂપે કાર્યક્રમોએ કલાકાર તરીકે મારા માટે નવા છે. ટેકનોલોજીનો વધું ઉપયોગ પરિવાર માટે ઘાતક છે. ઘરસભાનું આયોજન આજે દરેક માટે ખૂબ જરૂરી છે. એક સાથે પરિવારમાં બેસવાથી ઘણા પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે. જ્યારથી સ્વામી બાપાના સંપર્કમાં આવ્યો ત્યારથી જીવન બદલાઈ ગયું. જો પ્રમુખ સ્વામીના જીવનમાંથી થોડું પણ શીખીએ તો જીવન સુધરી જાય.
મોરારી બાપુએ PM મોદીના માતાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા જલ્દી સાજા થાય તે માટે અનેક જગ્યાએ પ્રાર્થનાઓ કરવમાં આવી રહી છે. ગઈકાલે ઉમિયાધામ ખાતે મહાઆરતી યોજાઈ હતી. તો આજે મોરારીબાપુએ લાઠીની રામકથાના છઠ્ઠા દિવસે વડાપ્રધાનના માતા હીરાબાના સ્વાસ્થ્ય માટેની શુભકામના વ્યક્ત કરી કરી. તેઓ જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના સૌ રામકથાના શ્રોતાજનો વતી કરી હતી. હીરાબાના આશીર્વાદ લાંબા સમય સુધી સૌને પ્રાપ્ત થતાં રહે તેવી ભાવના મોરારીબાપુએ દર્શાવી હતી.
PM મોદીના માતા હીરાબાની તબિયતમાં સુધારો
પીએમ મોદીના માતા હીરાબાની તબિયતને લઈને અપડેટ સામે આવ્યં છે. તેમની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આવતીકાલ સુધીમાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવી શકે છે. હીરાબાના ખબરઅંતર પૂછવા માટે સીએમ યુએન મેહતા હોસ્પિટલ પહોંચ્યા છે. હાલ 6 તબીબોની ટીમ હીરાબાની સારવાર કરી રહી છે. આજે હીરાબાને એક દિવસ માટે ઓબ્ઝરવેશનમા રખાશે.
નોંધનીય છે કે, ગઈકાલે હીરાબાની તબિયત બગડતા તેમને યુએન મેહતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યામાં હતા. હોસ્પિટલમાં દાખલ કરવાના સમાચાર મળ્યા બાદ પીએમ મોદી ખુદ અમદાવાદ માતાના ખબરઅંતર પુછવા માટે આવ્યા હતા. તેઓએ અહીં ડોક્ટરો પાસેથી માતાની તબિયત વિશે તમામ વિગતો મેળવી હતી અને અંદાજે સવા કલાક રોકાયા બાદ તેઓ ફરી દિલ્હી જવાના રવાના થયા હતા.
હીરાબાની નાદુરસ્ત તબિયતને લઈ વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજા કરાઈ હતી. હીરાબાના સ્વાસ્થ્યને લઈ હાટકેશ્વર મંદિર ખાતે વિષેશ પૂજા અર્ચના કરવામાં આવી. હીરાબાના દીર્ઘ આયુષ્ય ને લઈ રુદ્રાભિષેક, રુદ્રિય પાઠ કરવામાં આવ્યો.
ગઈકાલે હીરાની નાદુરસ્ત તબિયતના સમાચાર વહેતા થતા જ એક પછી એક નેતાઓની પ્રતિક્રિયા આવવાની શરુઆત થઈ હતી. રાહુલ- પ્રિયંકા ગાંધીથી લઈ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને આપના ઈશુદાન ગઢવીએ ટ્વીટ કર્યુ હતું. હોસ્પિટલમાં અહીં એક પછી એક ધારાસભ્યો હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતાં.