Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ, વડાપ્રધાન મોદીએ કહ્યુ-સેવા એ જ પ્રમુખસ્વામી મહારાજનું જીવનસૂત્ર
આજથી 15 જાન્યુઆરી સુધી ચાલનાર આ મહોત્સવમાં દેશ-વિદેશના લાખો ભક્તો હાજરી આપશે
LIVE
Background
આજથી એટલે કે 14 ડિસેમ્બરથી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. અમદાવાદના ઓગણજ ખાતે એક મહિના સુધી ચાલનાર મહોત્સવ માટે સાયન્સસિટી-ઓગણજ વચ્ચે 600 એકર જમીન પર એક વિશાળ પ્રમુખ સ્વામી નગર ઊભું કરવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે.
આજથી 15 જાન્યુઆરી સુધી ચાલનાર આ મહોત્સવમાં દેશ-વિદેશના લાખો ભક્તો હાજરી આપશે. આ મહોત્સવ માટે સાયન્સસિટી- ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર વિશાળ પ્રમુખ સ્વામી મહાનગર ઉભું કરવામાં આવ્યું છે. આજે પીએમ નરેન્દ્ર મોદી તથા મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદ્ધાટન થશે. આ મહોત્સવમાં પીએમ મોદીની સાથે કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેબિનેટના સિનિયર સભ્યો, મુખ્યમંત્રી સહિતના અનેક મહાનુભાવો હાજરી આપશે. એક મહિના સુધી ચાલનારા આ મહોત્સવમાં રોજે ઓછામાં ઓછા 50 હજારથી એક લાખ અને શનિ-રવિ તથા રજાઓમાં 1થી 3 લાખ મુલાકાતીઓ પ્રવેશે તેવો અંદાજ છે. આટલી વિશાળ સંખ્યામાં મુલાકાતીઓના સંચાલન તેમજ સુવ્યવસ્થા માટે બારીકાઈથી એકે એક બાબતનું સચોટ આયોજન કરવામાં આવ્યું છે. બાળકોથી માંડીને યુવાઓ તેમ જ વડીલોને આકર્ષે તેવા નગરની રચના કરવામાં આવી છે.
આ કાર્યક્રમની છેલ્લા એક વર્ષથી તૈયારીઓ ચાલી રહી હતી. ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રણી સંત પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિમાં આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 80,000 સ્વયંસેવકો આ ભવ્ય કાર્યક્રમની વ્યવસ્થા સંભાળશે. BAPS (બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા)ના આ મોટા કાર્યક્રમ માટે ઘણા યુવાનો તેમની નોકરી છોડીને અહીં પહોંચ્યા છે. ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહેશે.
60 લાખ લોકો ભાગ લેશે
સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થા BAPS દ્વારા આ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે અમદાવાદના રીંગરોડ પર છેલ્લા એક મહિનામાં વિશાળ નગરનું નિર્માણ થયું છે. તેનું નામ પ્રમુખસ્વામી નગર રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં લગભગ 60 લાખ લોકો ભાગ લે તેવી અપેક્ષા છે. આ ભવ્ય કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો ગુજરાત પહોંચી રહ્યા છે. શતાબ્દી મહોત્સવમાં 21 દેશોના VIP પણ ભાગ લેશે.
અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર ઓગણજ નજીક પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન થયું છે. હરિભક્તો અને લોકો સરળતાથી પ્રમુખસ્વામીનગર સુધી પહોંચી શકે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS બસની વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકો ઓગણજ પ્રમુખસ્વામીનગર સુધી પહોંચી શકે એના માટે બોપલના વકીલ સાહેબ બ્રિજથી AMTSમાં લોકો જઈ શકે તેના માટે સ્પેશિયલ 20થી વધુ બસો મુકવામાં આવશે. માત્ર 10 રૂપિયા જેટલું નજીવું ભાડું તેના માટે રાખવામાં આવ્યું છે. શહેરના વિવિધ સ્થળોએથી પ્રમુખસ્વામીનગર સુધી લોકોને લાવવા લઇ જવા નજીવા ભાડાથી બસો લેવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાય અને જે પણ હરિભક્તો દ્વારા બસો માંગવામાં આવશે તેમ ફાળવવામાં આવશે. અમદાવાદમાંથી પ્રમુખસ્વામીનગર આ લોકોને અને સ્વયંસેવકોને આવવા જવા માટે આશરે 250 જેટલી બસો ફાળવવામાં આવી છે.
સમાજ કલ્યાણમાં પ્રમુખ સ્વામી મહારાજનું યોગદાન મોટું છે
વડાપ્રધાને કહ્યું કે અક્ષરધામ પર હુમલો થયો ત્યારે એ સંકટના સમયે પ્રમુખસ્વામીએ મને ફોન કરી કહ્યું હતું કે, તારૂં ઘર તો સામે જ છે. કોઈ તકલીફ નથી ને. મંદિર પરંપરાને પ્રમુખ સ્વામીએ આધુનિક બનાવી છે પ્રમુખ સ્વામીએ સંત પરંપરાને બદલી છે. સમાજ કલ્યાણમાં પ્રમુખ સ્વામી મહારાજનું યોગદાન મોટું છે. સારંગપુરમાં સંતો માટે ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યૂટ શરૂ કરાયા છે. સમાજમાં સંત પણ સામર્થ્યવાન હોવા જોઇએ. સ્વામીએ દેવ ભક્તિ અને દેશ ભક્તિમાં ફરક ના રાખ્યો.
Go to any part of the world, you'll see the outcome of Pramukh Swami Maharaj Ji's vision. He ensured that our temples are modern & highlight our traditions. Greats like him & the Ramakrishna Mission redefined Sant Parampara. Maharaj Ji believed in Dev Bhakti&Desh Bhakti: PM Modi pic.twitter.com/Ri37JhBDIZ
— ANI (@ANI) December 14, 2022
ભૂકંપ સમયે સંતોએ મારી ચિંતા કરી હતી.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે 2012માં શપથ લીધા બાદ બાપાના આશીર્વાદ લીધા હતા. મહત્વપૂર્ણ તબક્કાએ પ્રમુખ સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા. પ્રમુખ સ્વામીએ આપેલી પેનથી ઉમેદવારી કરી હતી. તમામ ચૂંટણીમાં ઉમેદવારી બાપાએ આપેલ પેનથી કરી છે. પ્રમુખ સ્વામી મને દર વર્ષે કુર્તા મોકલતા હતા. કચ્છના ભૂકંપ સમયે સંતોએ ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હતું. ભૂકંપ સમયે સંતોએ મારી ચિંતા કરી હતી. મુશ્કેલીના સમયે સ્વામી બાપાના આશીર્વાદ રહ્યા છે. એકતા યાત્રા જમ્મુમાં પહોંચી ત્યારે બાપાના આશીર્વાદ મળ્યા હતા.
During the 'Ekta Yatra' under Dr MM Joshi's leadership, we faced a hostile situation on the way to Jammu. The moment I reached Jammu, the first call I got was from Pramukh Swami Maharaj Ji, who asked about my wellbeing: PM Modi pic.twitter.com/4tNqLGE9oq
— ANI (@ANI) December 14, 2022
સેવા એ જ પ્રમુખસ્વામી મહારાજનું જીવનસૂત્ર હતું
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે પ્રમુખસ્વામી સાચા સમાજ સુધારક હતા. પ્રમુખસ્વામી સાથે સત્સંગ કરવો સૌભાગ્ય. સેવા એ જ પ્રમુખસ્વામી મહારાજનું જીવનસૂત્ર હતું. પ્રમુખ સ્વામી માનવસેવાને વરેલા હતા. અહીયા ભારતના તમામ રંગ દેખાય છે. ભવ્ય આયોજન આવનારી પેઢીને પ્રેરણા આપશે.
આ કાર્યક્રમ વિરાસતને ઉજાગર કરે છે
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં લોકોને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ઐતિહાસિક કાર્યક્રમનો સાક્ષી બન્યો છું. ઐતિહાસિક પ્રસંગે સત્સંગી બનવાનો મોકો મળ્યો છે. આ કાર્યક્રમ દિવ્યતાની અનુભૂતિ કરાવે છે. અહી સંકલ્પોની ભવ્યતા છે. આ કાર્યક્રમ વિરાસતને ઉજાગર કરે છે. યુએનમાં પ્રમુખ સ્વામી શતાબ્દી સમારોહ મનાવાયો છે.
તેમણે કહ્યું કે અહી સમૃદ્ધ સંત પરંપરાના દર્શન થાય છે. સંતોએ વિશ્વને જોડ્યું છે. પ્રમુખ સ્વામીના બાળપણથી જ દર્શન કરતો હતો. પ્રમુખ સ્વામીના દર્શન અહોભાગ્ય છે. પ્રમુખ સ્વામી સાથે સત્સંગ કરવું એ સૌભાગ્ય છે.
પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવનો પ્રારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે શાસ્ત્રોક્તવિધિથી પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય પણ ઉપસ્થિત છે. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં 1 લાખથી વધુ લોકો હાજર રહ્યા હતા.