શોધખોળ કરો
અમદાવાદમાં ખાનગી હોસ્પિટલ્સની ઉઘાડી લૂંટ, 8 દિવસનું હોસ્પિટલે ચાર લાખનું બિલ ફટકાર્યું
હોસ્પિટલ સત્તાધીશોનું કહેવું છે કે અમુક દવાઓ કોર્પોરેશન અફોર્ડ નથી કરતી માટે આ બિલ આપવામાં આવ્યું હતું.
![અમદાવાદમાં ખાનગી હોસ્પિટલ્સની ઉઘાડી લૂંટ, 8 દિવસનું હોસ્પિટલે ચાર લાખનું બિલ ફટકાર્યું Private hospitals are charging high fees from patients, For 8 days the hospital hit a bill of four lakhs અમદાવાદમાં ખાનગી હોસ્પિટલ્સની ઉઘાડી લૂંટ, 8 દિવસનું હોસ્પિટલે ચાર લાખનું બિલ ફટકાર્યું](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/24042059/corona-%E0%AA%BE%E0%AA%BE.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદમાં ખાનગી હોસ્પિટલ્સ દર્દીઓ પાસેથી સારવાર બદલ મોટી રકમ વસૂલી લૂંટતી હોવાની ફરિયાદો ઉઠી છે. બીપી અસ્મિતાએ તપાસ કરતા એવા કિસ્સા જોવા મળ્યા જેમાં દર્દીના પરિવાર પાસેથી ખાનગી હોસ્પિટલે રૂપિયા ખંખેર્યા હોય.
સંદન હોસ્પિટલમાં 23 મે 2020ના રોજ દર્દી દાખલ થયા અને 31 મે 2020ના તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ આઠ દિવસનું હોસ્પિટલે ચાર લાખ રૂપિયા બીલ ફટકાર્યું અને દબાણ કર્યું કે જો બીલ નહીં ભરો તો દર્દને રજા નહીં આપવામાં આવે. દર્દી દાખલ 23 મેના રોજ થયા હતા પરંતુ હોસ્પિટલે તેમને 21 તારીખથી બિલ ફટકાર્યું હતું.
બીજો કેસ એવો છે જેમાં કોર્પોરેશન ક્વોટામાં નિધિ હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા. નિયમ એવો છે કે કોર્પોરેશન ક્વોટામાં દાખલ થયેલા દર્દીનો ખર્ચ કોર્પોરેશને ઉઠાવવો છતાં નિધિ હોસ્પિટલે દર્દીને 10 હજારથી પણ વધુ બિલ ફાડ્યું હતું.
હોસ્પિટલ સત્તાધીશોનું કહેવું છે કે અમુક દવાઓ કોર્પોરેશન અફોર્ડ નથી કરતી માટે આ બિલ આપવામાં આવ્યું હતું. જો કે કેમેરા સામે કંઈ પણ કહેવાનો સત્તાધિશોએ ઈનકાર કર્યો હતો. આ જ પ્રકારે શીફા હોસ્પિટલમાં તેમના સંબંધીને દાખલ કરવામાં આવ્યા હતા તેણે આપેલી દવાઓ અને નિધિ હોસ્પિટલે આપેલી દવાઓ એકસરખી હતી છતાં બંનેના બીલ અલગ અલગ હતા.
ખાનગી હોસ્પિટલો દ્વારા ચલાવાતી ઉઘાડી લૂંટ મુદ્દે એબીપી અસ્મિતાએ હોસ્પિટલ એસોસિયેશનને જાણકારી આપી હતી. આ મામલે હોસ્પિટલના પ્રમુખે આ મુદ્દે તપાસ કરી જે તે હોસ્પિટલને નોટિસ આપવાની ખાતરી આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)