શોધખોળ કરો

Bharat Jodo Yatra: ગુજરાતના આ શહેરમાંથી શરુ થશે ભારત જોડો યાત્રા 2.0, કોંગ્રેસ નેતાએ કરી જાહેરાત

Bharat Jodo Yatra: ભારત જોડો યાત્રા 2.0 ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધાર્થ પટેલે એક મહત્વનું નિવેદન આપ્યું છે.

Bharat Jodo Yatra: ભારત જોડો યાત્રા 2.0 ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધાર્થ પટેલે એક મહત્વનું નિવેદન આપ્યું છે. કોંગ્રેસ નેતા સિધ્ધાર્થ પટેલે કહ્યું કે, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા-૨ પોરબંદરથી શરૂ થશે. આગામી સમયે અધિકૃત કાર્યક્રમની જાહેરાત દિલ્લીથી કરવામાં આવશે. જો કે, સિદ્ધાર્થ પટેલની જાહેરાત બાદ શક્તિસિંહે ગોહિલે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, યાત્રા અંગેનો આખરી નિર્ણય દિલ્લીથી પાર્ટી દ્વારા કરાશે.

તો બીજી તરફ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, ભારત જોડો યાત્રાનો પ્રથમ તબક્કો ગત સપ્ટેમ્બરમાં શરૂ થયો હતો જેમાં 12 રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરી લેવામાં આવ્યા હતા. 130 દિવસ પછી આ યાત્રા કાશ્મીરમાં સમાપ્ત થઇ હતી. ભારત જોડો યાત્રાને લોકો તરફથી ખુબ પ્રેમ મળ્યો હતો.

દિલ્હીમાં ચાલી રહી છે વિચારણા

કોગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પાર્ટ-2 ગુજરાતમાંથી શરૂ થઇ શકે છે. મળતી જાણકારી અનુસાર, કોગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પાર્ટ-2 ગુજરાતથી હરિયાણા સુધી યોજાઈ શકે છે. આ યાત્રા ગુજરાતના પોરબંદર અથવા અમદાવાદથી શરૂઆત કરવાની વિચારણા ચાલી રહી છે. રાજસ્થાન-મધ્ય પ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ અંગેનો નિર્ણય લેવામાં આવી શકે છે. હાલમાં ભારત જોડો યાત્રા માટે દિલ્હીમાં ચર્ચા વિચારણા ચાલી રહી છે. જોકે હજુ સુધી ભારત જોડો યાત્રાની તારીખ નક્કી થઇ નથી.

ભારત જોડો યાત્રા પાર્ટ 2 શરૂ કરવા દિલ્હીમાં કૉંગ્રેસના નેતાઓ મંથન કરી રહ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ભારત જોડો યાત્રા ગુજરાતથી હરિયાણા સુધી યોજાઈ શકે છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પાર્ટ 2ની ગુજરાતથી શરૂઆત થઈ શકે છે. હાલમાં પોરબંદર કે અમદાવાદથી યાત્રાનો પ્રારંભ કરવા વિચારણા ચાલી રહી છે.

કોંગ્રેસ હાઈકમાન્ડની એવી પણ ગણતરી છે કે આગાામી દિવસોમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તેના પગલે નજીકના રાજ્ય ગુજરાતમાંથી યાત્રાનો પ્રારંભ કરવામાં આવે. જેથી બધા જ રાજ્યોને આવરી લેવામાં આવે. આ પહેલા કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા યોજાઈ હતી.

કોંગ્રેસ પક્ષના સૂત્રોનું કહેવું છે કે આ યાત્રા 2 ઓક્ટોબરથી શરૂ થાય તેવી શક્યતા છે. આ સમગ્ર યાત્રાનો રૂટ લગભગ 3,400 થી 3,600 કિલોમીટર લાંબો હશે. આ યાત્રા રાજસ્થાનમાં લગભગ 400 કિલોમીટરના વિસ્તારમાંથી પસાર થઇ શકે છે. આ યાત્રાનો રૂટ 10 લોકસભા અને લગભગ 60 વિધાનસભા મતવિસ્તારોને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે હાલમાં ભારત જોડો યાત્રા પાર્ટ-2ની તૈયારીઓ ચાલી રહી છે. તેની વિસ્તૃત માહિતી આગામી દિવસોમાં બહાર પાડવામાં આવશે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે મળીને નક્કી કરશે કે યાત્રા ક્યારે શરૂ થશે, ક્યાં જશે અને કેટલા દિવસો સુધી ચાલશે. સૂત્રોનો દાવો છે કે આ યાત્રા ગુજરાતના પોરબંદર કે અમદાવાદથી શરૂ થશે. આ પછી યાત્રાનો રૂટ કેવો હોવો જોઈએ તેના પર મંથન ચાલી રહ્યું છે. યાત્રાને પહેલા મધ્યપ્રદેશ અથવા રાજસ્થાનમાં પ્રવેશ કરાવવાની વિચારણા કરવામાં આવી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
Indian Graduates: દુનિયામાં વાગશે ભારતીય ગ્રેજ્યુએટ્સનો ડંકો, અનેક મોટી કંપનીઓ કરશે ભરતી
Indian Graduates: દુનિયામાં વાગશે ભારતીય ગ્રેજ્યુએટ્સનો ડંકો, અનેક મોટી કંપનીઓ કરશે ભરતી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat : મોરાભાગળમાં લાઈટ જતા બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયા ચાર વ્યક્તિ, જુઓ આ વીડિયોમાંMount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારોCM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે PM મોદી અને અમિત શાહ સાથે કરશે મુલાકાતBoard Exam: ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, પરીક્ષા કાર્યક્રમમાં થયો ફેરફાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
Indian Graduates: દુનિયામાં વાગશે ભારતીય ગ્રેજ્યુએટ્સનો ડંકો, અનેક મોટી કંપનીઓ કરશે ભરતી
Indian Graduates: દુનિયામાં વાગશે ભારતીય ગ્રેજ્યુએટ્સનો ડંકો, અનેક મોટી કંપનીઓ કરશે ભરતી
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
ઓસ્ટ્રેલિયામાં બીમારીઓ 'ફેલાવવાનો' ગંભીર ખતરો!, એક લેબમાંથી સેંકડો જીવલેણ વાયરસના સેમ્પલ ગુમ થતા ખળભળાટ
ઓસ્ટ્રેલિયામાં બીમારીઓ 'ફેલાવવાનો' ગંભીર ખતરો!, એક લેબમાંથી સેંકડો જીવલેણ વાયરસના સેમ્પલ ગુમ થતા ખળભળાટ
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
દુનિયામાં નવી બીમારી 'Disease X' ની એન્ટ્રી, અત્યાર સુધી 140 લોકોને ભરખી ગઇ, જાણી લો લક્ષણો અને સાવચેતી વિશે
દુનિયામાં નવી બીમારી 'Disease X' ની એન્ટ્રી, અત્યાર સુધી 140 લોકોને ભરખી ગઇ, જાણી લો લક્ષણો અને સાવચેતી વિશે
Embed widget