શોધખોળ કરો

Rain News: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ શરૂ, ઇસ્કૉનથી લઇ એસજી હાઇવે પર મેઘરાજાનું આગમન

Rain News: રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે, રાજ્યમાં 70 ટકાથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે

Rain News: રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે, રાજ્યમાં 70 ટકાથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે, અને હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની મોટા આગાહી કરી છે. આજે વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદ શરૂ થઇ ગયો છે. પૂર્વ વિસ્તારના કેટલાક વિસ્તારોમાં વરસાદે ફરી એકવાર જોરદાર બેટિંગ શરૂ કરી છે. 

વહેલી સવારથી અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. એસ.જી.  હાઈવે, પ્રહલાદનગર, સેટેલાઇટ, ઇસ્કોન વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. અમદાવાદ શહેરમાં આખીરાત ધીમીધારે વરસાદ વરસ્યો છે અને સાથે સાથે સુસવાટા મારતા પવન પણ ફૂંકાઇ રહ્યો હતો. 

ભારે વરસાદના કારણે રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં સ્થિતિ વિકટ બની છે, જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગઇ ગયુ છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે, રાજ્યમાં અત્યારે સાત જિલ્લાની સ્થિતિ એકદમ ખરાબ બની છે. આ સ્થિતિને લઇેન મુખ્યમંત્રીએ સાતેય જિલ્લાના કલેક્ટરો સાથે મોડી રાત્રે વાત કરી હતી. રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના મોરબી, કચ્છ, રાજકોટના કલેક્ટર સાથે વાત કરી હતી. સૌરાષ્ટ્રના ભાવનગર અને સુરેન્દ્રનગરના કલેક્ટર સાથે પણ વાત કરી હતી, તેમજ ભરૂચ અને ડાંગના કલેક્ટર સાથે પણ મુખ્યમંત્રીએ વાત કરીને સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ વાતચીતમાં મુખ્યમંત્રીએ કલેક્ટરોને હવામાન વિભાગની આગાહીને પગલે સતર્ક રહેવા તાકિદ કરી હતી. નાગરિકોને નુકસાન ના થાય તેનુ ધ્યાન રાખવા પણ કલેક્ટરને તાકિદ કરાઇ અને આ ઉપરાંત જિલ્લામાં પશુધનની પણ સલામતી અને રક્ષણની વ્યવસ્થા કરવા ખાસ સૂચન કરવામા આવ્યુ છે. 

રાજ્યમાં 806 રસ્તાઓ બંધ

ભારે વરસાદના કારણે રાજ્યમાં ચાર વાગ્યાની સ્થિતિમાં 806 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે 50 સ્ટેટ હાઈવે , 3 નેશનલ હાઈવે, 675 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ થયા હતા. સુરેંદ્રનગર જિલ્લાના 82 રસ્તા, ખેડા જિલ્લાના 72 રસ્તા, રાજકોટ જિલ્લાના 55 રસ્તા, વડોદરા જિલ્લાના 53 રસ્તા, નવસારી જિલ્લામાં 45 રસ્તા બંધ વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા. મોરબીમાં 43, જામનગરમાં 42,વલસાડમાં 41, દાહોદ જિલ્લામાં 41 રસ્તા, કચ્છ જિલ્લામાં 33 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા.રાજકોટ જિલ્લામાં 55 રસ્તાઓ, વડોદરા જિલ્લામાં 53 રસ્તાઓ, નવસારી જિલ્લામાં 45 રસ્તાઓ,મોરબી જિલ્લામાં 43,જામનગર જિલ્લામાં 42,વલસાડ જિલ્લામાં 41,દાહોદ જિલ્લામાં 41 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ થયા હતા. કચ્છ જિલ્લામાં 33 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા.

સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સવારથી અત્યાર સુધીમાં રાજ્યના 245 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. આજે રાજકોટમાં સૌથી વધુ આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો. તે સિવાય  કોટડાસાંગાણીમાં સાડા સાત ઇંચ,  લોધિકામાં સાત ઇંચ, ખંભાળિયામાં સાડા છ ઈંચ વરસાદ ખાબક્યો હતો.તે સિવાય આજે કલ્યાણપુરમાં સવા છ ઈંચ, કાલાવડમાં છ ઈંચ,  ભાણવડમાં છ ઈંચ, લાલપુરમાં સાડા પાંચ ઈંચ, રાણાવાવ, ગોંડલમાં પાંચ ઈંચ, દ્વારકા, પોરબંદરમાં પાંચ ઈંચ, જામનગર, જામજોધપુરમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત ધોરાજી, જામકંડોરણામાં ચાર-ચાર ઈંચ, ચોટીલા, વંથલી, કેશોદમાં 4-4 ઈંચ,વાંકાનેર, વિસાવદર, મેંદરડામાં સાડા ત્રણ ઈંચ, મહુધા, ઉપલેટા, માણાવદરમાં ત્રણ-ત્રણ ઈંચ, કુતિયાણા, જેતપુર, તાલાલામાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો

Rain forecast: મેઘરાજા હજુ ગુજરાતને ઘમરોળશે, આજે આ છ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
Jobs 2024: રેલવેમાં ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટની બમ્પર ભરતી, કાલથી અરજી કરવાનું શરુ 
Jobs 2024: રેલવેમાં ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટની બમ્પર ભરતી, કાલથી અરજી કરવાનું શરુ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime | અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી જહેબાઝની ધરપકડHun To Bolish | હું તો બોલીશ | સારવારની શોધ?Hun To Bolish | હું તો બોલીશ | કોનું ડ્રાઇવિંગ લાયસન્સ થશે રદ?Arvind Kejriwal | દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે જેલમાંથી બહાર આવતાં જ શું કર્યો હુંકાર? ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
Jobs 2024: રેલવેમાં ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટની બમ્પર ભરતી, કાલથી અરજી કરવાનું શરુ 
Jobs 2024: રેલવેમાં ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટની બમ્પર ભરતી, કાલથી અરજી કરવાનું શરુ 
Weather Update: હજુ નહીં મળે રાહત! આવતા મહિને પણ બઘડાટી બોલાવશે વરસાદ, લા નીનાની જોવા મળશે અસર
Weather Update: હજુ નહીં મળે રાહત! આવતા મહિને પણ બઘડાટી બોલાવશે વરસાદ, લા નીનાની જોવા મળશે અસર
શરીરમાં નહીં થાય વિટામિન B12ની કમી, આ વસ્તુઓનું કરો સેવન, નહીં લેવી પડે દવા 
શરીરમાં નહીં થાય વિટામિન B12ની કમી, આ વસ્તુઓનું કરો સેવન, નહીં લેવી પડે દવા 
Monkeypox In Pregnancy: પ્રેગ્નેન્ટ મહિલાઓને મંકીપોક્સથી વધુ ખતરો, રાખો આ સાવધાની  
Monkeypox In Pregnancy: પ્રેગ્નેન્ટ મહિલાઓને મંકીપોક્સથી વધુ ખતરો, રાખો આ સાવધાની  
Aadhaar Free Update: મફતમાં આધાર અપડેટ કરવા માટે તમારી પાસે માત્ર એક દિવસ, જાણો પ્રોસેસ  
Aadhaar Free Update: મફતમાં આધાર અપડેટ કરવા માટે તમારી પાસે માત્ર એક દિવસ, જાણો પ્રોસેસ  
Embed widget