Gujarat Rain: હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં છવાયો વરસાદી માહોલ, પાકને મળ્યું જીવનદાન
Gujarat Rain: હવામાન વિભાગની આગાહીને પગલે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. સૌ પ્રથમ વાત કરીએ સૌરાષ્ટ્રની તો અહીં અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે.
Gujarat Rain: હવામાન વિભાગની આગાહીને પગલે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. સૌ પ્રથમ વાત કરીએ સૌરાષ્ટ્રની તો અહીં અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમા વરસાદનું આગમન થયું છે. સાવરકુંડલા શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. ગ્રામ્યના મોલડી ધીમીધારે વરસાદ શરૂ થતા ઠંડક પ્રસરી હતી. લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
આ ઉપરાંત રાજુલા શહેરમાં આજે બીજા દિવસે ધોધમાર વરસાદનું આગમન થયું છે. રાજુલા શહેરમાં દોઢ માસ બાદ લાંબા વિરામ બાદ બીજા દિવસે વરસાદ મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યાં હતા. ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન ખેડૂોતોમાં ખુશીની લહેર જોવા મળી છે. ખાંભાના ડેડાણ, રાયડીપાટી, મુંજીયાસર, જીવાપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
બગસરા પંથકમાં વરસાદી માહોલ
લાંબા વિરામબાદ બગસરામાં પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. મોટા મુંજીયાસર,નાના મુંજીયાસર,માણેકવાળા ગામોમાં વરસાદી માહોલ છવાયો છે. અસહ્ય ગરમી અને ઉકલાટથી લોકોને આંશિક રાહત મળી છે. લાંબા સમયથી વરસાદ ન પડતા ખેતીના પાકને બચાવવા વરસાદની તાતી જરુરિયાત હતી. જોથી આજે વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી છે.
દ્વારકા જિલ્લા મથક ખંભાળિયા શહેરમાં લાંબા સમયના વિરામ પછી ધીમીધારે વરસાદનું આગમન થયું છે. ધીમીધારે વરસાદથી રસ્તાઓ પાણી વહેતા થયા છે તથા ખેડૂતોને મગફળીના તથા કપાસના પાકમાં ખૂબ રાહતના સમાચાર મળ્યા છે. હાલમાં લાંબા સમયથી વરસાદ ન આવતા પાકને નુકશાની થવાની ભીતિ છે જો આજે સારો વરસાદ પડશે તો પાકને નવું જીવન મળશે.
વડોદરાના શિનોરમાં ધીમીધારે વરસાદ
અસહ્ય ગરમી બફારા બાદ શિનોરમાં ધીમીધારે વરસાદ શરુ થયો છે. શિનોર પંથકમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વડોદરાના શિનોરમાં ધીમીધારે વરસાદ વરસવાનું શરૂ થતા ઠંડર પ્રસરી છે.
દાહોદના વાતાવરણમાં પલટો
દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છાપરી,રાબડાલ, ગલાલીયાવાડ, રામપુરા સહિત વિસ્તારમાં વરસાદ પડ્યો છે. વરસાદના આગમનના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી છે. દાહોદ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે.
રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 16-17-18 ના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 16 તારીખે વલસાડ અને દમણ,દાદરા નગરમાં હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. છોટા ઉદેપુર,નર્મદા,ડાંગ,નવસારી અને તાપીના ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.વલસાડ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, તાપી અને દમણ, દાદરા નગરમાંમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
17 તારીખે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના
દક્ષિણ ગુજરાત પ્રદેશના સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને માં દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસદની આગાહી કરવામાં આવી છે. તો આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ તાપી અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે ભાવનગરમાં ભારેથી અતિભારે વરસદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, ડાંગ,વલસાડ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં એટલે કે ભાવનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
18 તારીખે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના
દક્ષિણ ગુજરાત પ્રદેશના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી. અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ અને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ એટલે કે અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી , આણંદ, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ અને તાપીમાં એલો એલર્ટ આપવામાં આવ્યું છે.