શોધખોળ કરો
Advertisement
રાજકોટઃ નાયબ કલેક્ટરની દીકરીને થયો કોરોના, જાણો કેવી રીતે લાગ્યો ચેપ?
નાયબ કલેક્ટરની 27 વર્ષીય દીકરી અમદાવાદથી પરત રાજકોટ આવ્યા બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે રાજકોટમાં નાયબ કલેક્ટરની દીકરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નાયબ કલેક્ટરની 27 વર્ષીય દીકરી અમદાવાદથી પરત રાજકોટ આવ્યા બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ, રાજકોટ શહેરના 80 અને ગ્રામ્યના 17 મળી કુલ પોઝિટિવ આંક 97 ઉપર પહોંચ્યો છે.
રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં બે પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં રાજકોટ શહેરની યુવતી અને ગ્રામ્યના વૃધ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જસદણનાં જંગવડ ગામના 80 વર્ષીય વૃધ્ધાને કોરોના પોઝીટીવ આવ્યો છે. અમદાવાદના રેડ ઝોનથી જંગવાડ ત્રણ દિવસ પહેલા આવ્યા હતા. જસદણ તાલુકાના કુલ 5 કોરોનાના કેસ સામે આવ્યા છે. તેમજ આજ રોજ 11 દર્દીને રજા આપવામાં આવી છે. જ્યારે હજુ 19 દર્દી સારવાર હેઠળ છે. નોંધનીય છે કે, અમદાવાદ, મુંબઈ અને સુરતથી આવેલા લોકોને એક બાદ એક કોરોના પોઝિટિવ આવી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
ટેકનોલોજી
Advertisement