શોધખોળ કરો

Gujarat Bypolls Results: વિસાવદર અને કડી પેટાચૂંટણીનું આજે પરિણામ,ગોપાલ ઈટાલીયા સહિત ઉમેદવારોના ભાવિનો નિર્ણય

Gujarat Bypolls Results 2025: આજે રાજ્યની વિસાવદર અને કડી બેઠકો પર પેટાચૂંટણીના પરિણામો આવશે. ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે કાંટાની ટકકર.

Gujarat Bypolls Results 2025 Live Updates:  વિસાવદર અને કડી બેઠકો પર પેટાચૂંટણીના આજે પરિણામો આવશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર છે. વિસાવદર વિધાનસભાની ચૂંટણીને લઈને 56.89 ટકા જેટલું મતદાન થયું હતું. કૃષિ યુનિવર્સિટી ખાતે મતગણતરી યોજાશે. સવારે 8 વાગ્યાથી શરૂ થનારી મતગણતરી પ્રક્રિયામાં કુલ 21 રાઉન્ડ યોજાશે, જે ઉમેદવારોનું (candidates) રાજકીય ભાવી (political future) નક્કી કરશે.

કડી વિધાનસભા પેટાચૂંટણી: 57.51% મતદાન બાદ ઉમેદવારોનું ભાવિ દાવ પર

કડી વિધાનસભા બેઠકની (Kadi Assembly seat) પેટાચૂંટણીની મતગણતરી મહેસાણાના (Mehsana) મેવડ એન્જિનિયરિંગ કોલેજ (Mevad Engineering College) ખાતે હાથ ધરાશે. સવારે 8 વાગ્યે શરૂ થનારી આ પ્રક્રિયા 14 ટેબલ પર કુલ 21 રાઉન્ડમાં પૂર્ણ થશે. મતગણતરીની કામગીરીમાં 200 થી વધુ કર્મચારીઓ જોડાશે. કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં કુલ 2,89,927 મતદારો (voters) પૈકી 1,67,891 મતદારોએ મતદાન કર્યું હતું, જે કુલ 57.51 ટકા જેટલું મતદાન (voting percentage) દર્શાવે છે.

આ પેટાચૂંટણીમાં ભાજપના (BJP) ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસના (Congress) ઉમેદવાર રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) ઉમેદવાર જગદીશ ચાવડા સહિત કુલ 8 ઉમેદવારોનું રાજકીય ભાવી આવતીકાલે નક્કી થશે. એક રાઉન્ડમાં 14 બૂથની (booths) મતગણતરી હાથ ધરાશે, જેમાં પ્રથમ ગ્રામ્ય વિસ્તારના (rural area) બૂથોની મતગણતરી શરૂ કરાશે.

વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી: 56.89% મતદાન સાથે 16 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે

વિસાવદર વિધાનસભાની (Visavadar Assembly) પેટાચૂંટણીનું પરિણામ પણ આવતીકાલે જાહેર થશે. જૂનાગઢની (Junagadh) કૃષિ યુનિવર્સિટી (Agriculture University) ખાતે સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે. વિસાવદર વિધાનસભા બેઠકમાં કુલ 294 બૂથ (booths) આવેલા છે, જ્યાં 14 ટેબલ પર 21 રાઉન્ડમાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. આ બેઠક પર આપના ગોપાલ ઈટાલિયા અને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો હતો.

જિલ્લા ચૂંટણી અધિકારી (District Election Officer) અનિલ કુમાર રાણાવસીયાના માર્ગદર્શન હેઠળ માઇક્રો ઓબ્ઝર્વર (Micro Observer), કાઉન્ટિંગ સુપરવાઈઝર (Counting Supervisor) સહિત કુલ 60 થી વધુ કર્મચારીઓ મતગણતરીની પ્રક્રિયામાં જોડાશે. સુરક્ષા વ્યવસ્થાના (security arrangement) ભાગરૂપે બે DySP, 11 PI, 13 PSI સહિત કુલ 200 પોલીસકર્મીઓ પણ મતગણતરી કેન્દ્ર (counting center) પર તૈનાત કરવામાં આવશે. મતગણતરીની તમામ ગતિવિધિનું CCTV ની મદદથી મોનિટરિંગ (monitoring) પણ કરાશે. સૌપ્રથમ બેલેટ પેપરની (ballot paper) મતગણતરી હાથ ધરાશે, બાદમાં EVM ની મતગણતરી શરૂ થશે. વિસાવદર બેઠક પર સરેરાશ 56.89 ટકા જેટલું મતદાન થયું છે. આ પરિણામથી ભાજપ (BJP) ઉમેદવાર કિરીટ પટેલ, કોંગ્રેસ (Congress) ઉમેદવાર નીતિન રાણપરીયા અને આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સહિત કુલ 16 ઉમેદવારોનું રાજકીય ભાવી નક્કી થશે, અને ભાજપ (BJP), કોંગ્રેસ (Congress), AAP ત્રણેય પક્ષોની શાખ (prestige) દાવ પર લાગી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
નવી Tata Sierra એ તેના ટોપ મોડલની કિંમતો કરી જાહેર, જાણો કેટલા પૈસામાં આ મોડલ લાવી શકો ઘરે
નવી Tata Sierra એ તેના ટોપ મોડલની કિંમતો કરી જાહેર, જાણો કેટલા પૈસામાં આ મોડલ લાવી શકો ઘરે
રિલાયન્સ જિયોએ Happy New Year Plan 2026 લોન્ચ કર્યો, અનલિમિટેડ 5G  સાથે મળશે આ ગજબના ફાયદા
રિલાયન્સ જિયોએ Happy New Year Plan 2026 લોન્ચ કર્યો, અનલિમિટેડ 5G  સાથે મળશે આ ગજબના ફાયદા
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
Embed widget