શોધખોળ કરો

Kankaria Carnival: કોરોનાના ભય વચ્ચે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ યોજાશે કે નહીં? જાણો આરોગ્યમંત્રીએ શું આપ્યું નિવેદન

Kankaria Carnival: કોવિડ મામલે સરકારના બેવડા ધોરણથી અમદાવાદના નાગરિકો મુંઝવણમાં છે. એક તરફ માસ્ક પહેરવા આદેશ તો બીજી તરફ મેળાવડાઓને પરવાનગી આપવામાં આવી રહી છે.

Kankaria Carnival: કોવિડ મામલે સરકારના બેવડા ધોરણથી અમદાવાદના નાગરિકો મુંઝવણમાં છે. એક તરફ માસ્ક પહેરવા આદેશ તો બીજી તરફ મેળાવડાઓને પરવાનગી આપવામાં આવી રહી છે. બીજા દેશમાં કોરોના વકરે તો ધ્યાન રાખવાની આવશ્યકતા પણ શા માટે મેળાવડાઓને અપાય છે પરવાનગી? રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં કોરોના ફેલાઇ શકે તો કાંકરિયા કાર્નિવલ અને શતાબ્દી મહોત્સવમાં કેમ ન ફેલાય કોરોના? કરોડોના ખર્ચ કરીને અમદાવાદીઓએ અંતે તો હોસ્પિટલમાં બેડ માટે જ ધક્કા ખાવાના?  સરકારે કોવિડ અંગે શુ કરવું અને શું નહિ તે અંગે યોગ્ય માર્ગદર્શિકા બહાર પાડવી જોઈએ. આવા અનેક સવાલો હાલમાં અમદાવાદના લોકો કરી રહ્યા છે. આ બધાની વચ્ચે આજે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી મહત્વની માહિતી આપી છે.

કાંકરિયા કાર્નિવલ અંગે આરોગ્યમંત્રીએ આપ્યું નિવેદન

એક તરફ કોરોનાનો કહેર વધવાની વકી છે તો બીજી તરફ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદના કાંકરિયા કાર્નિવલ સહિતના કાર્યક્રમો અંગે આરોગ્યમંત્રીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આવા કાર્યક્રમો અંગે ચર્ચા ચાલી રહી છે. અધિકારીઓ સાથે કાર્યક્રમ કેવી રીતે ક્યાં સમયે કરવો તેની ચર્ચા ચાલી રહી છે. નવા વેરિયન્ટના ફેલાવા અને ઘાતકતા અંગેનો રિપોર્ટ આવ્યો નથી. રિપોર્ટ આવ્યા બાદ જરૂરિયાત મુજબ માર્ગદર્શિકા જાહેર કરાશે.

કોરોનાની દહેશત વચ્ચે કાંકરિયા કાર્નિવલ યોજવા પ્રશાસન મક્કમ છે. કાંકરિયા પરિસરમાં કાર્નિવલ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કાંકરિયા કાર્નિવલ આડે બે દિવસનો સમય બાકી છે ત્યારે ચાલુ વર્ષે 4 કરોડના ખર્ચે કાંકરિયા કાર્નિવલ ઉજવવામાં આવશે. કાર્નિવલની મુખ્ય થીમ 75 મો આઝાદીનો અમૃત મહોત્સવ રહેશે. જેમાં અલગ અલગ રાજયોની સંસ્કૃતિ આધારિત કાર્યક્રમ યોજાશે .25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલનાર કાર્નિવલમાં અંદાજે દસ લાખ લોકો મુલાકાત કરે તેનો અંદાજ છે. કાર્નિવલ જે ત્રણ વર્ષ બાદ યોજાનાર છે. કેટલીક વિશેષતાઓ ઉપર નજર કરીએ તો, લોકગાયક અને સંગીતકારો કાર્નિવલમાં પોતાના સુર રેલાવશે. અલગ અલગ છ સ્ટેજ સમગ્ર કાંકરિયા પરિસરમાં તૈયાર કરવામાં આવ્યા છે. નગીનાવાડી ખાતે આતશબાજી બાદ કાંકરિયા કાર્નિવલ 2022 ખુલ્લો મુકાશે. ફૂડ શો અને મનોરંજન માટે અલગ અલગ એક્ટિવિટી ઉપર ભાર મુકવામાં આવ્યો છે.  1500 પોલીસનો સ્ટાફ ખડેપગે કાર્નિવલ ઉપર નજર રાખશે. 200 સીસીટીવી કેમેરા દ્વારા મોનીટરીંગ હાથ ધરવામાં આવશે. તળાવની ફરતે અને કાંકરીયામાં રોશનીનો શણગાર કરાશે.

કોરોનાની સંભવિત પરિસ્થિતિની સમીક્ષા બાદ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, વિશ્વની અંદર કોરોનાના વધતા કેશ અંગે દેશમાં ચિંતા કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ઘણા અનુભવોમાંથી આપણે પસાર થયા છીએ. મુખ્યમંત્રી અને અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.

નવા વેરીએંટના પ્રભાવ અંગે ચર્ચા કરવામાં આવી છે. હર્ડઈમ્યુનીટી અને રસીકરણથી લડવા સક્ષમ છીએ. નિષ્ણાંતો પાસેથી મત લેવામાં આવ્યો કે રાજ્ય સરકારે શું કરવું જોઈે. એરપોર્ટ પર ફ્લાઇટની સીટ મુજબ 2 ટકા ટેસ્ટિંગ કરવું જોઈએ. એરપોર્ટ પર થર્મલ ચેકીંગ શરૂ કરવું અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર RTPCR ટેસ્ટ માટે વ્યવસ્થા કરવાની રહેશે. કોરોના ગયો છે તેવું સમજીને વેક્સિન નથી લીધી તેએ હવે લઈ લે. આગામી સમયમાં સરકાર ફરીથી વેક્સિન ડ્રાઇવ શરૂ કરશે. આ ઉપરાંત પ્રિકોશન ડોઝ માટે ડ્રાઈ યોજાશે. 27મી ડિસેમ્બરે મોક ડ્રાઇવ કરવામાં આવશે. જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ મોકડ્રીલ યોજવામાં આવશે. નવો વેરીઅન્ટ એકમાંથી 16 લોકો સુધી પહોંચી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nursing recruitment News: નર્સિંગની ભરતી પરીક્ષાની આન્સર કી જાહેર થતા ચોંક્યા ઉમેદવારોMayabhai Ahir : ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈની તબિયત લથડી, તબિયતને લઈને સૌથી મોટા સમાચારRajkot Crime News: મધરાત્રે બે સગ્ગા ભાઈની કરાઈ હત્યા,રૂમમેટે જ કાઢી નાંખ્યુ કાસળ | Abp AsmitaMAHAKUMBH 2025: મહાકુંભમાં ભક્તોનું કીડિયારું , બે દિવસથી ટ્રાફિક જામ ABP ASMITA

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
IND Vs ENG 3rd ODI Live Streaming: આવતીકાલે અમદાવાદમાં ઇગ્લેન્ડ સામે ત્રીજી વન-ડે મેચ, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ?
IND Vs ENG 3rd ODI Live Streaming: આવતીકાલે અમદાવાદમાં ઇગ્લેન્ડ સામે ત્રીજી વન-ડે મેચ, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ?
સંસદીય સમિતિ મોકલશે Ranveer Allahbadiaને નોટિસ? વધી શકે છે યુ-ટ્યૂબરની મુશ્કેલી
સંસદીય સમિતિ મોકલશે Ranveer Allahbadiaને નોટિસ? વધી શકે છે યુ-ટ્યૂબરની મુશ્કેલી
Embed widget