શોધખોળ કરો

Amit Jethwa Murder: અમિત જેઠવા મર્ડર કેસમાં દિનુ બોઘા સોલંકીની અપીલ પર સોમવારે હાઈકોર્ટમાં ચૂકાદો, હાલ જામીન પર છે મુક્ત

અમિત જેઠવા હત્યા કેસમાં સોમવારે હાઇકોર્ટ ચૂકાદો આપશે. આજીવન કેદની સજા પામેલા દિનુ બોઘા સોલંકીની અપીલ પર ચૂકાદો આવશે

RTI Activist Amit Jethwa Murder: ગુજરાતમાં ચર્ચિત બનેલા અમિત જેઠવા મર્ડર કેસ મામલે સોમવારે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. અમિત જેઠવા હત્યા કેસમાં સોમવારે હાઇકોર્ટ ચૂકાદો આપશે. આજીવન કેદની સજા પામેલા દિનુ બોઘા સોલંકીની અપીલ પર ચૂકાદો આવશે, હત્યાના આરોપમાં સેશન્સ કોર્ટે દિનુ બોઘા સોલંકીને આજીવન કેદની સજા ફટકારી છે, હાલમાં દિનુ બોઘા સોલંકી જામીન પર મુક્ત છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોધા સોલંકીને RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા મર્ડર કેસ મામલે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી હતી, હાઈકોર્ટે દીનુ બોધા સોલંકીને થયેલી સજા મોકુફ રાખી હતી, અને જામીન પર છોડવા કોર્ટએ હૂકમ કર્યો હતો. 

સૌથી ચર્ચિત અમિત જેઠવા હત્યા કેસમાં હવે સોમવારે હાઈકોર્ટ ચૂકાદો આપશે. આજીવન કેદની સજા પામેલા ભાજપના નેત દિનુ બોઘા સોલંકીની અપીલ પર આ ચૂકાદો આવશે. હત્યાના આરોપમાં સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી, અને થોડાક સમય બાદ દિનુ બોઘા સોલંકી જામીન પર મુક્ત થયા હતા.  

આ કેસમાં અગાઉ કોડીનારના પૂર્વ ધારાસભ્ય અને સંસદસભ્ય દિનુ બોઘા સોલંકીએ CBI કોર્ટ મારફત સજા ફટકારવામાં આવી હતી. અગાઉ આ બાબતે હાઈકોર્ટમાં કરેલી અપીલમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે બન્ને પક્ષ તરફથી દલીલો સાંભળી હતી. રાજકીય કારણોસર દિનુ બોઘા સોલંકીની આ કેસમાં સંડોવણી કરાઈ હોવાની રજૂઆત હાઈકોર્ટે પ્રાથમિક રીતે સ્વીકારી હતી. હાઇકોર્ટે દિનુ બોગા સોલંકીને પરવાનગી વિના દેશ નહીં છોડવા આદેશ કર્યો છે. આ સાથે એક લાખ રૂપિયાના જામીન પર તેમને છોડવાનો હુકમ કર્યો હતો. 

જાણો શું છે આખો કેસ - 
- 20 જુલાઈ 2010 ગુજરાત હાઈકોર્ટે પાસે સત્યમેવ કૉમ્પલેક્સ નજીક સાંજે 8.30 વાગ્યે RTI અને ખાંભાના વતની અમિત જેઠવાની હત્યા કરવામાં આવી.
- અમિત જેઠવા તે દિવસે હાઇકોર્ટમાં એફિડેવિટ કરવા આવ્યા હતા કે, દીનું બોઘાથી તેમના જીવને જોખમ છે.
- આ કેસમાં મૃતક અમિત જેઠવાના પિતા ભીખાભાઈ જેઠવા દ્વારા ગીર સોમનાથના પૂર્વ સાંસદ દીનો બોઘા સોલંકી સહિત 7 લોકો સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.
- કેસમાં સોલા પોલીસ બાદ સીટની રચના થઈ, જેમાં સુરેન્દ્રનગરના તત્કાલીન SPને જવાબદારી સોંપવામાં આવી.
- ભીખાભાઇ જેઠવાએ કેસની તાપસ CBIને સોંપવાની માગણી કરતી અરજી હાઇકોર્ટમાં કરી, જે કોર્ટે માન્ય રાખી 2012થી કેસની તપાસ CBIને સોંપવામાં આવી.
- આ કેસમાં સૌ પ્રથમ CBI દ્વારા સંજય ચૌહાણની ધરપકડ કરવામાં આવી.
- 6 સપ્ટેમ્બર 2010માં દીનું બોઘાના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ કરવામાં અને સાડા ચાર વર્ષ જેલમાં રહ્યા બાદ જામીન મળ્યા.
- આ કેસમાં 5 નવેમ્બરે 2013 ભાઈબીજના દિવસે ગીર સોમનાથના પૂર્વ BJP સાંસદ દીનું બોઘા સોલકીની ધરપકડ કરવામાં આવી સડા ત્રણ મહિના જેલમાં રહ્યા બાદ સૌથી પહેલા આ કેસમાં જમીન કોર્ટે આપ્યા.
- આ કેસમાં સુરેન્દ્રનગર જિલ્લાનો શાર્પ શૂટર શૈલેષ પડ્યાં જેલમાં છે, કોર્ટ તેને એકવાર 5 દિવસના પેરોલ આપ્યા હતા.
- 21 ડિસેમ્બર 2013એ કેસમાં પ્રથમ ચાર્જશીટ કરવામાં આવી, ત્યારબાદ સપ્લીમેન્ટરી ચાર્જશીટ કરવામાં આવી છે.
- આ કેસમાં મોટા ભાગના સાક્ષી હોસ્ટાઈલ થયા છે. કોર્ટે 18 સાક્ષીઓને 24 કલાક હથિયારધારી પોલીસ મેનની સુરક્ષા આપી હતી.
- પોલીસ પ્રોટક્શન આપવામાં મુખ્ય સાક્ષી રામભાઈ સહિત વનરાજભાઈ પ્રજાપતિ, વિજયભાઈ પાંડે, જયેશ પટેલ, ધર્મેશ પ્રજાપતિ, યોગેશભાઈ પંડ્યા, મહંમદ ઉસ્માન શેખ, ભૂપતસિંહ ઝાલા સહિતનો સમાવેશ થાય છે.
- વર્ષ 2016માં અમિત જેઠવાના પિતા ભોખભાઈ જેઠવાએ હાઇકોર્ટમાં અરજી કરી, જેમાં તેમણે કેસની રિટ્રાયલ કરવાની માંગ કરી જે હાઇકોર્ટ માન્ય રાખી.
- વર્ષ 2016માં હાઇકોર્ટના આદેશ સામે કેસના આરોપી અને CBPએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને સુપ્રીમ કોર્ટ 26 સાક્ષીની પુન ટ્રાયલ કરવા આદેશ કર્યો.
- ત્યારબાદ આ કેસમાં જજમેન્ટને લઈ કોર્ટમાં અત્યાર સુધી 2 મુદત પડી છે 24 જુન 2019, અને 29 જૂન 2019 ફરી એકવાર કોર્ટે આજે 6 જુલાઈ 2019ની મુદત છે. CBI કોર્ટ જજમેન્ટ આપ્યુ.
- અમિત જેઠવા તરફથી કોર્ટમાં આનંદ યાજ્ઞિક વકીલ તરીકે હાજર થયા, દીનું બોઘા સોલંકી તરફ રાજેશ મોદી વકીલ તરફથી રહ્યાં હતા, અને CBI તરફથી વકીલ તરીકે મુકેશ કાપડિયા રહ્યાં હતા.
- આ કેસમાં કુલ 7 આરોપી છે. જેમાં આરોપી તરીકે શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ), સંજય ચૌહાણ, દિનુબોઘા સોલંકી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
Embed widget