Rupala: રૂપાલા વિવાદ વકર્યો, અમદાવાદ પોલીસે રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની અટકાયત કરી
આજે ક્ષત્રિય સમાજે એક બેઠક બોલાવી હતી, જેમાં રૂપાલાની ટિકીટ ફરી એકવાર રદ્દ કરવાની ભાજપ પાસે માંગણી કરી હતી
![Rupala: રૂપાલા વિવાદ વકર્યો, અમદાવાદ પોલીસે રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની અટકાયત કરી Rupala Controversy: Rashtriya Rajput Karni Sena Rashtriya Adhyaksh Mahipalsinh Makrana arrested by ahmedbad police in the bopal, loksabha election 2024 Rupala: રૂપાલા વિવાદ વકર્યો, અમદાવાદ પોલીસે રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની અટકાયત કરી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/06/faaf9b183cd85c049b86ad7f5ee61aeb171239447713577_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rupala Controversy: ગુજરાતમાં પરશોત્તમ રૂપાલા વિવાદ વધુ ઉગ્ર બન્યો છે, ક્ષત્રિય સમાજ ભાજપ પાસે એક જ માંગ પર અડ્યો છે, ક્ષત્રિય સમાજની માંગ છે કે રાજકોટમાંથી રૂપાલાની ટિકીટ રદ્દ થવી જોઇએ. રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેનો વિશે ખોટી અને અભદ્ર ટિપ્પણી કરી હતી. સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા આંદોલનમાં હવે ખુલીને કરણી સેનાની એન્ટ્રી થઇ છે, રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા આજે ગુજરાતમાં ક્ષત્રિય સમાજને સમર્થન આપવા આવ્યા હતા, જે દરમિયાન તેમની બોપલમાથી અમદાવાદ પોલીસે અટકાયત કરી લીધી હતી. આ પહેલા મહિપાલસિંહ મકરાણા અને પોલીસ વચ્ચે શાબ્દિક ચકમક થઇ હતી.
આજે ક્ષત્રિય સમાજે એક બેઠક બોલાવી હતી, જેમાં રૂપાલાની ટિકીટ ફરી એકવાર રદ્દ કરવાની ભાજપ પાસે માંગણી કરી હતી. જોકે, ભાજપ આ વાત માનવા તૈયાર નથી, અને આજે રૂપાલાએ રાજકોટથી જ ઉમેદવારી કરવાનું એલાન કરી દીધુ છે. આજે ફરી એકવાર ભાજપ વિરૂદ્ધ ક્ષત્રિય સમાજનો મામલાએ વધુ તુલ પકડ્યો છે. આજે અમદાવાદમાં રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા અમદવાદ ક્ષત્રિય સમાજને આંદોલનમાં સમર્થન આપવા આવ્યા હતા, આ દરમિયાન મહિપાલસિંહ મકરાણાની અમદાવાદ પોલીસે બોપલમાંથી અટકાયત કરી લીધી હતી.
આ પહેલા મહિપાલસિંહ મકરાણાની પોલીસ સાથે ચકમક જરી હતી, ખાસ વાત છે કે, ક્ષત્રિય સમાજની મહિલાઓની મુલાકાત પહેલા ચકમક જરી હતી. મહિપાલસિંહ મકરાણાને બોપલમાં રોકતા શાબ્દિક ચકમક થઇ હતી. આ પહેલા મકરાણાને બોપલમાં પોલીસે રોક્યા હતા. 30 મિનિટથી પણ વધુ સમય સુધી મકરાણા અને પોલીસ વચ્ચે શાબ્દિક ચકમક થઇ હતી. જોકે, આખરે બોપલમાં પોલીસે મહિપાલસિંહ મકરાણાની અટકાયત કરી લીધી હતી.
આ પહેલા આજે રાજપૂત સમાજે રૂપાલા સામે બાંયો ચઢાવી હતી. આજની બેઠખમાં રાજપૂત સંકલન સમિતિએ આંદોલનનું નામ મિશન રૂપાલા આપ્યુ હતુ. 'મિશન રૂપાલા'ના નામથી મોટા આંદોલનની જાહેરાત કરી હતી. પીટી જાડેજાએ આ બેઠક દરમિયાન કહ્યું કે, રાજપૂત સમાજને ખુશ કરવા રૂપાલા આશાપુરાના દર્શને ગયા, રૂપાલાને રાજપૂતોનું નહીં, ભાજપૂતોનું સમર્થન મળ્યુ છે. કાયદો હાથમાં લીધા સિવાય રૂપાલા વિરુદ્ધ આંદોલન ચાલુ રહેશે. પોલીસ અને ક્ષત્રિયો સામે આવે તેવું અમે નથી ઇચ્છતા. તેમને વધુમાં જણાવ્યુ કે, કરણીસેનાના માધ્યમથી રાજસ્થાનમાં પણ આંદોલન થશે. રાજપૂત સમાજની મહિલાઓને જૌહર ના કરવાની અપીલ કરાઇ છે. રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવા સિવાય કોઈ રસ્તો નથી.
જૌહર માટે તૈયાર થયેલી ક્ષત્રિયાણીઓને પોલીસે આજે કરી લીધી હતી નજરકેદ
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ક્ષત્રિય સમાજ વિશે કરેલા એક નિવેદનના કારણે વિવાદમાં ફસાયા છે. આ નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નિવેદનથી ક્ષત્રિય સમાજની બહેનોનું અપમાન થયું હોવાના દાવા સાથે શ્રત્રિય સમાજની મહિલાઓ પરષોતમ રૂપાલાનો વિરોધ કરી રહી છે. પદ્મની બા, ગીતા બા. તૃપ્તિ બા સહિતની સમાજની મહિલા અગ્રણીઓ ભાજપને પરષોતમન રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી રહી છે. તેમના વિરોધમાં ઠેર ઠેર પૂતળા દહનના કાર્યક્રમ પણ યોજાઇ રહ્યાં છે. તો અનેક જગ્યાં પરષોતમ રૂપાલાના વિરોધમાં પોસ્ટર પણ લાગ્યા છે.આ બધાની વચ્ચે અમદાવાદથી એક મહત્વના સમાચાર સામે આવ્યાં છે. જેમાં ક્ષત્રિય સમાજની મહિલા અગ્રણી ગીતા બાએ દાવો કર્યો છે કે, જૌહર કરવાની જાહેરાત કરનાર ક્ષત્રિય મહિલાઓને બોપલ ખાતેના મકાનમાં નજરકેદ કરવામાં આવી છે.
નિવેદનનનો શું છે સમગ્ર વિવાદ
રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ચૂંટણીપ્રચાર દરમિયાન વિવાદિત નિવેદન આપ્યું હતું. રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધતા તેમણે ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો વાયરલ પણ વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં તેઓ ‘જૂના જમાનાના રાજવીઓ’ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા જોવા મળે છે. તેમણે કહ્યું હતું કે, અંગ્રેજો સહિત ઘણી પ્રજા રહી. તેમણે દમન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું, તેમણે આગળ કહ્યું હતું.તેઓ આગળ કહે છે કે, “એ સમયે મહારાજા ય નમ્યા. એમણે રોટી-બેટીના વ્યવહાર કર્યા” આ નિવેદનને લઇને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ છે અને સમાજમાં રોષ વ્યાપી ગયો છે. જો કે આ નિવેદનને લઇને તેઓ માફી પણ માગી ચૂક્યાં છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)