શોધખોળ કરો
Advertisement
અમદાવાદ-કેવડિયા સી-પ્લેનની સેવા ફરી ક્યારે શરૂ થશે ? જાણો વિગત
અમદાવાદથી ડાયરેક્ટ કેવડિયા સુધીની કનેક્ટિવિટી ધરાવતી સી-પ્લેનની સુવિધા હાલ બંધ હોવાના કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્લેન મારફતે જવા માંગતા લોકોને ફટકો પડ્યો છે.
અમદાવાદ: અમદાવાદ-કેવડિયા સી પ્લેનની સેવા ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં શરૂ થઈ શકે છે. 25 દિવસ સુધી સમારકામ માટે ગયેલું સી પ્લેન 26 અથવા 27 ડિસેમ્બરે અમદાવાદ પરત ફરશે. માલદીવ ખાતે સર્વિસ માટે સી પ્લેન મોકલવામાં આવ્યું છે.
અમદાવાદ-કેવડિયા વચ્ચે ચાલતી સી-પ્લેન સેવા બંધ કરવામાં આવી હતી. સર્વિસિંગ માટે સી-પ્લેન માલદીવ પહોંચ્યું છે. 31મી ઓક્ટોબરના દિવસે પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ તેમની ગુજરાતની કેવડિયા અને અમદાવાદ યાત્રા દરમિયાન સી-પ્લેન સેવાનું ઉદ્ઘઘાટન કર્યું હતું. આ દેશની પ્રથમ સી-પ્લેન સેવા હતી. જેમાં અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી મુસાફરી થતી હતી.
સી-પ્લેન સેવાને એક મહિના જેટલો સમય પણ નહોતો થયો એટલામાં જ આ સી-પ્લેન સુવિધા મહિનાની અંદર જ બીજી વખત બંધ રાખવામાં આવી હતી. નવેમ્બર મહિનામાં જ એકવાર મેઇન્ટેનેન્સ માટે સેવા બંધ રખાઈ હતી. સી-પ્લેન સેવા બંધ રહેવાથી પ્રવાસીઓને વધુ રાહત જોવી પડી છે. 25 દિવસ સુધી સમારકામ માટે ગયેલું સી પ્લેન 26 અથવા 27 ડિસેમ્બરે અમદાવાદ પરત ફરશે.
અમદાવાદથી ડાયરેક્ટ કેવડિયા સુધીની કનેક્ટિવિટી ધરાવતી સી-પ્લેનની સુવિધા હાલ બંધ હોવાના કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્લેન મારફતે જવા માંગતા લોકોને ફટકો પડ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
ક્રિકેટ
Advertisement