Diwali 2022: GSRTCની વધુ બસો દોડાવવાનો નિર્ણય માત્ર કાગળ પર, કલાકો સુધી રઝળતા રહ્યા મુસાફરો
અમદાવાદ: દિવાળીના પર્વે વતન જવા મોટી સંખ્યામાં મુસાફરો ઉમટી પડ્યા છે. જીએસઆરટીસીની અણઆવડતના કારણે અનેક બસો અઢીથી ત્રણ કલાક મોડી હોવાની મુસાફરો ફરિયાદ કરી રહ્યા છે.
અમદાવાદ: દિવાળીના પર્વે વતન જવા મોટી સંખ્યામાં મુસાફરો ઉમટી પડ્યા છે. જીએસઆરટીસીની અણઆવડતના કારણે અનેક બસો અઢીથી ત્રણ કલાક મોડી હોવાની મુસાફરો ફરિયાદ કરી રહ્યા છે. એક તરફ દિવાળીના પર્વે જીએસઆરટીસી દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું બીજી બાજુ ધનતેરસના દિવસે વતન જવા માગતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો. રેલ્વે સ્ટેશનોએ પણ મોટી સંખ્યામાં મુસાફરો જોવા મળ્યા હતા.
રાજકોટ, મોરબી, બોટાદ અને કચ્છ જતા મુસાફરોને અઢીથી ત્રણ કલાક બસની પ્રતિક્ષા કરવી પડી હતી. એક તરફ મુસાફરોએ બે વર્ષ બાદ દિવાળીના તહેવારની ઉજવણી પરિવાર સાથે થતી હોવાનો ઉત્સાહ વ્યક્ત કર્યો તો બીજી તરફ બસના નિયત શિડયુલ કરતા કલાકો મોડી બસની ફ્રિકવન્સીના કારણે અનેક મુસાફરોમાં નારાજગી પણ જોવા મળી. એટલું જ નહીં પ્રશાસન દ્વારા ટિકિટ માટેના પૂછપરછ કેન્દ્રો પર પણ કોઈ વ્યક્તિ હાજર દેખાય નહીં તો જીએસઆરટીસી દ્વારા જાહેર કરવામાં આવેલા ટોલ ફ્રી નંબર પર પણ કોઈ પ્રત્યુતર ન મળતા મુસાફરોએ પ્રશાસનની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી.
આમ GSRTCની વધુ બસો દોડાવવાનો નિર્ણય માત્ર કાગળ ઉપર રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદના એસજી હાઇવે ઉપર મોટી સંખ્યામાં મુસાફરો બસની રાહ જોઇને ઉભેલા નજરે પડ્યા હતા. મુખ્ય રાજકોટ, મોરબી, બોટાદ જનારા મુસાફરોને પ્રતીક્ષા કરવાના વારા આવ્યા હતા. અઢી કલાકથી પ્રતિક્ષા કરતા મુસાફરોને દિવાળી ઉજવવાનો ઉત્સાહ પ્રશાસનના અણઘડ વહિવટના કારણે ઓસરી ગયો હતો.
છેલ્લી ઘડીએ બસનું રિઝર્વશન કેન્સલ થતાં મુસાફર બગડ્યા
ગુજરાતમાં દિવાળીના તહેવારને પગલે લોકો વતન ભણી જઈ રહ્યા છે. જેને કારણે એસટી બસ અને પ્રાઇવેટ બસોમાં ભારે ભીડ જોવા મળી છે. દિવાળીમાં વતન જઈ રહેલા મુસાફરો સાથે એબીપી અસ્મિતાએ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે એસટી બસનું રિઝર્વેશન છેલ્લી ઘડીએ કેન્સલ થઈ જતાં કેટલાક મુસાફરોએ બળાપો કાઢ્યો હતો.
એક મુસાફરે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર જવા માટે અમારી બસનો ટાઇમ 8.45નો હતો. 10 વાગ્યે બસ આવી. અમે એક્સ્ટ્રા બસનું ન્યુઝમાં જોયું હતું. કોઈ એક બસ મળી નથી. રિઝર્વેશ હતા એ પણ કેન્સલ થઈ ગયા છે. એટલે અમે તો સખત કંટાળી ગયા છીએ આ ભાજપથી હવે.
અન્ય એક મુસાફરે કહ્યું હતું કે, દોઢ મહિના પહેલા અમદાવાદથી સોનગઢ માટે બૂકિંગ કરાવ્યું હતું. લાસ્ટ રવિવારે મને મેસેજ આવ્યો કે, બસ આખી કેન્સલ થઈ ગઈ છે. એટલે હવે મારે અમદાવાદથી ભાવનગરની બસ કરવી પડી અને ત્યાંથી મારા ગામ જઇશ. તો પછી એડવાન્સ બૂકિંગનો શું મિનિંગ? અનિવાર્ય સંજોગોમાં બસ કેન્સલ કરી એવું કારણ આપ્યું. બીજા એક મુસાફરે કહ્યું કે, મેં 15 દિવસ પહેલા બસનું બૂકિંગ કરાવ્યું હતું. એ પણ મને છેલ્લી સીટમાં મળ્યું હતું. એટલે એડિશનલ બસો મુકી હોય એવું કંઇ લાગતું નથી. દિવાળીના તહેવારની શરૂઆત સાથે વતનમાં જવા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી. એસટી નિગમ દ્વારા વધરનાની બસ દોડવાઈ રહી છે. દિવાળીના તહેવાર માટે વધારાની 2300 દોડવાઇ.
સુરત :- વેકેશન શરૂ થતાં લોકો માદરે વતન જવા રવાના થયા છે. સુરત બસ સ્ટેન્ડ પર ભારે ભીડ છે. ખાસ કરીને કામદાર વર્ગ દાહોદ ગોધરા જવા રવાના. દિવાળીના તહેવારમાં મુસાફરોની માર્ગને પહોંચી વળવા એસટી વિભાગ વધારાની બસ દોડાવી રહ્યું છે. 24 તારીખથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની એક્સ્ટ્રા બસો દોડશે. બુધવાર અને ગુરૂવાર આમ બે દિવસ સુરત થી એસટી બસોની 207 ટ્રીપો દોડાવાઇ હતી. જેનાથી 30,46,504 રૂપિયાની આવક થઈ હતી. દિવાળીના દિવસ સુધી સુરતથી એક્સ્ટ્રા સંચાલિત કરવામાં આવશે. એસટી ભાગને બે દિવસમાં 30 લાખની એક્સ્ટ્રા કમાણી થઈ.