શોધખોળ કરો
Advertisement
ગુજરાતી ફિલ્મના જાણીતા ડાયરેક્ટરના પોલીસ પુત્રનો રિપોર્ટ આવ્યો કોરોના પોઝિટિવ, જાણો વિગત
પોલીસ વિભાગના કર્મચારીઓને પણ પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. ગુજરાતી ફિલ્મના જાણીતા ડાયરેક્ટર આત્મારામ ઠાકોરના પોલીસ પુત્ર ધૂમકેતુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે કોરોના હવે પોલીસ વિભાગના કર્મચારીઓને પણ પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. ગુજરાતી ફિલ્મના જાણીતા ડાયરેક્ટર આત્મારામ ઠાકોરના પોલીસ પુત્ર ધૂમકેતુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ગભરાટ ફેલાઈ ગયો છે.
આ સાથે જ ધૂનકેતુના 5 વર્ષના પૌત્ર સહિત પરિવારના 6 સભ્યોને હોમ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેક્ટ હાલ નરોડા વિસ્તારમાં રહે છે અને તેમના પરિવારમાં પત્ની, બે પુત્ર, બે પુત્રવધુ અને એક પૌત્રનો સમાવેશ થાય છે.
આત્મરામભાઈનો નાનો પુત્ર ધૂમકેતુ નરોડા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. જેથી ફરજ દરમિયાન ધૂમકેતુની તબિયત લથડતાં તે ખુદ જ હોમ ક્વોરન્ટાઈન થયો હતો. સોમવારે રાત્રે ધૂમકેતુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ધૂમકેતુનો રિપોર્ટ પોઝિટિવ આવતાં કોર્પોરેશનની ટીમે તેના ઘરે જઈને મકાનને સેનેટાઇઝર કરી પરિવારના સભ્યોને ક્વોરન્ટાઈન કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement