Ahmedabad : સ્પાની આડમાં ચાલી રહ્યું હતું કૂટણખાનું, કેટલા રૂપિયા લઈને યુવતી સાથે ગ્રાહકો માણતા શરીરસુખ?
નરોડા વિસ્તારમાં સ્થિત ગેલેક્સી એવેન્યુમાં માહી સ્પા નામની ફર્મમાં સ્પામાં યુવતીઓને લાવવામાં આવતી હતી. સ્પામાં આવનારા ગ્રાહકો પાસેથી મોટી રકમ પડાવીને આ યુવતીઓ સાથે ગ્રાહકો સાથે શારીરિક સંબંધ બંધાવવામાં આવતાં હતા. પોલીસને માહી સ્પામાં ગેરકાયદે યુવતીઓને રાખીને તેમનું શોષણ કરાવતું હોવાની બાતમી મળી હતી.
અમદાવાદઃ શહેર(Ahmedabad)ના નરોડા વિસ્તારમાં ફરી એકવાર સ્પા (Spa)ની આડમાં ચાલતા સેક્સરેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. યુવતીઓને સ્પાની આડમાં લાવીને તેમની પાસે દેહ વિક્રયનો (Prostitute racket) ધંધો કરાવવામાં આવતો હતો. આ માટે ગ્રાહકો પાસેથી મોટી રકમ પડાવવામાં આવતી હતી. પોલીસે સ્પાના સંચાલક સહિત એક મહિલાની ધરપકડ કરી છે.
શહેરના નરોડા વિસ્તારમાં સ્થિત ગેલેક્સી એવેન્યુમાં માહી સ્પા (mahi spa) નામની ફર્મમાં સ્પામાં યુવતીઓને લાવવામાં આવતી હતી. સ્પામાં આવનારા ગ્રાહકો પાસેથી મોટી રકમ પડાવીને આ યુવતીઓ સાથે ગ્રાહકો સાથે શારીરિક સંબંધ બંધાવવામાં આવતાં હતા. પોલીસને માહી સ્પામાં ગેરકાયદે યુવતીઓને રાખીને તેમનું શોષણ કરાવતું હોવાની બાતમી મળી હતી.
પોલીસે બાતમીને આધારે દરોડો પાડ્યો હતો, જ્યાં પોલીસને સ્પાનો સંચાલક અને એક યુવતી મળી આવી હતી. પોલીસ તપાસમાં સંચાલક રાજ્ય બહારથી યુવતીઓને બોલાવીને તેમનું શોષણ કરતો હોવાનું સામે આવ્યું હતું. સ્પાની આડમાં અનૈતિક પ્રવૃત્તિ માટે ગ્રાહકોને પણ બહારથી જ બોલાવાતા હતા.
સ્પામાં અન્ય સર્વિસના નામે ગ્રાહકો પાસેથી મોટી રકમ વસૂલી બહારથી આવેલી યુવતીઓ સાથે ગ્રાહકોને શારીરિક સંબંધો બંધાવાતા હતા. જેના બદલામાં સ્પાનો સંચાલક યુવતીઓને ગ્રાહકદીઠ 300 રૂપિયા આપતો હતો. હાલમાં આ સમગ્ર સેક્સરેકેટનો પર્દાફાશ કરીને પોલીસે યુવતીઓને બચાવી લીધી છે તેમજ સ્પાની આડમાં અનૈતિક પ્રવૃત્તિ કરનારા સ્પાના સંચાલક અને યુવતીની પોલીસે ધરપકડ કરી છે.
આવું જ એક રેકેટ ગયા અઠવાડિયે પણ અમદાવાદમાંથી ઝડપાયું હતું. પોલીસે સ્પા સંચાલક અને મહિલા મેનેજરની ધરપકડ કરી હતી. નરોડા પોલીસને માહિતી મળી હતી કે નરોડા વિસ્તારમાં આવેલા નીલકંઠ પેરેડાઈઝ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી દુકાન નંબર-22માં આવેલા આયુશી સ્પામાં સ્પાના મલિક અમિત શાહ અને મહિલા મેનેજર ભેગા મળીને બહારથી યુવતીઓને બોલાવી દેહવેપાર કરાવતી હતી.
આ માટે તેઓ યુવતીઓને એક ગ્રાહક દીઠ 300 રૂપિયા આપતા હતા. બંને યુવતીઓને સ્પામાં રાખી બહારથી પુરુષો ગ્રાહકોને બોલાવતા હતા. પોલીસે બાતમીના આધારે તપાસ કરતા સ્પા મલિક અને મેનેજરની ધરપકડ કરી હતી. સાથે અહીંથી પાંચ યુવતીઓ મળી આવી હતી.