Diwali 2023: અમદાવાદમાં પ્રથમ વખત ‘સોના’ની સ્પેશ્યલ મીઠાઇ, એક કિલોનો ભાવ સાંભળી છૂટી જશે પરસેવો
Special sweets for Diwali: દિવાળીના તહેવારમાં મીઠાઈનું અનેરૂ મહત્વ છે અમદાવાદમાં પ્રથમ વખત દિવાળી સ્પેશિયલ સોનાની મીઠાઈ બનાવવામાં આવી છે
![Diwali 2023: અમદાવાદમાં પ્રથમ વખત ‘સોના’ની સ્પેશ્યલ મીઠાઇ, એક કિલોનો ભાવ સાંભળી છૂટી જશે પરસેવો Special sweets for Diwali Diwali 2023: For the first time in Ahmedabad, Diwali special gold sweets have been made Diwali 2023: અમદાવાદમાં પ્રથમ વખત ‘સોના’ની સ્પેશ્યલ મીઠાઇ, એક કિલોનો ભાવ સાંભળી છૂટી જશે પરસેવો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/08/5fe973d9464a08c0864c6593d7a51fed169940920996074_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Special sweets for Diwali: આ વર્ષે દિવાળી 12 નવેમ્બર, રવિવારના રોજ ઉજવવામાં આવી રહી છે. દિવાળીના દિવસે ધનની દેવી મા લક્ષ્મી અને ગણેશજી અને કુબેરજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. દિવાળીના તહેવારમાં મીઠાઈનું અનેરૂ મહત્વ છે. ત્યારે અમદાવાદમાં પ્રથમ વખત દિવાળી સ્પેશિયલ સોનાની મીઠાઈ બનાવવામાં આવી છે. આ મીઠાઈ પર સોનાનો વરખ ચઢાવવામાં આવ્યો છે.
દિવાળી પહેલા અમદાવાદમાં મીઠાઈઓમાં અવનવા ટ્રેન્ડ શરૂ થયા છે. સુરત બાદ હવે અમદાવાદમાં મોંઘીદાટ મીઠાઈનો ટ્રેન્ડ વધ્યો છે. સિંધુભવન સ્થિત ગ્વાલિયા ભોગ તરફથી મીઠાઇ તૈયાર કરવામાં આવી છે. ગ્વાલિયા ભોગ તરફથી તૈયાર કરવામાં આવેલી આ મીઠાઇનો ભાવ 22 હજાર 200 રૂપિયે પ્રતિ કિલો રખાયો છે. ગોલ્ડ કોઈનના આકારમાં બનેલી આ મીઠાઈનું નામ છે પિસ્તા ક્રેઈનબેરી સ્વર્ણમુદ્રા અને આલમંડ બ્લુબેરી સ્વર્ણમુદ્રા.
આ મીઠાઈઓ પિસ્તા અને બદામના ઉપયોગથી તૈયાર કરવામાં આવી છે. તો ફ્લેવર અને સ્વાદ માટે ક્રેઈનબેરી અને બ્લુબેરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મીઠાઈની આટલી કિંમત પાછળ મીઠાઈ પર લગાવવામાં આવેલો સોનાનો વરખ છે. 24 કેરેટ સોનામાંથી આ વરખ બનાવ્યો હોવાનો દાવો કરાયો છે. આ જ કારણે મીઠાઈનો ભાવ 22000 રૂપિયે કિલો રાખવામાં આવ્યો છે.
અમદાવાદમાં માધવ ડ્રાયફ્રુટ નામની દુકાનમાંથી ખરીદેલા કાજુમાંથી ઇયળ નીકળી હતી. શહેરના સાઉથ બોપલમાં આવેલી માધવ ડ્રાયફુટ દુકાનમાંથી ખરીદવામાં આવેલા કાજુના પેકેટમાંથી ઇયળો નીકળી હતી. આરોગ્ય વિભાગે સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દિવાળી પર ઘણી બધી મીઠાઈઓ અને વાનગીઓ બનાવવામાં આવે છે. 5 દિવસ સુધી ચાલનારા આ તહેવારમાં દરરોજ અલગ-અલગ પ્રકારની મીઠાઈઓ બનાવવામાં આવે છે અને લોકો તેને ખૂબ ખાય છે પરંતુ જે લોકો ડાયાબિટીસથી પીડિત છે તેઓ તેમના મનને કાબૂમાં રાખી શકતા નથી અને દિવાળી પર મીઠાઈઓ ખાવાથી તેમના બ્લડ શુગર લેવલ વધી જાય છે. દિવાળી પર મીઠાઈઓ ખાધા પછી પણ તમે તમારા ડાયાબિટીસને કેવી રીતે નિયંત્રણમાં રાખી શકો છો.
ખોરાક ખાધા પછી ઓછામાં ઓછી 10 મિનિટ ચાલવા માટે બહાર કાઢો. ચાલવાથી શરીરનું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. સંશોધનમાં એ પણ સાબિત થયું છે કે ડાયાબિટીસથી પીડિત લોકોએ દરરોજ ઓછામાં ઓછું 20 મિનિટ ચાલવું જોઈએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)