શોધખોળ કરો
ગુજરાતમાં કયા 4 શહેરોમાં છે કોરોનાનું સૌથી વધુ સંક્રમણ? જાણો વિગત
રાજ્યમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ છે. છેલ્લા છ દિવસોથી આ વિસ્તારોમાં સૌથી વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે રાજ્યમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ છે. છેલ્લા છ દિવસોથી આ વિસ્તારોમાં સૌથી વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. જેમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ કેસો આવી રહ્યા છે.
આ ચાર શહેરમાં છેલ્લા 6 દિવસથી કોરોનાના સૌથી વધુ કેસો આવી રહ્યા છે. આ પછી સૌથી વધુ સંક્રમણ સુરત ગ્રામ્ય, જામનગર કોર્પોરેશન, ભાવનગર કોર્પોરેશનમાં જોવા મળ્યું હતું. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1034 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 27 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 67811 પર પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક 2584 પર પહોંચ્યો છે. આજે વધુ 917 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 50322 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
ગઈ કાલે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 184, અમદાવાદ કોર્પોરેશનમાં- 137, વડોદરા કોર્પોરેશનમાં- 95, રાજકોટ કોર્પોરેશન- 71, સુરત 54, મહેસાણા- 34, કચ્છ 27, જામનગર કોર્પોરેશન-26, જુનાગઢ કોર્પોરેશન 26, ભાવનગર કોર્પોરેશન 23, વડોદરા 23, ભાવનગર 21, ખેડા 21, અમરેલી 20, પંચમહાલ 20, ભરૂચ 19, ગાંધીનગર 19, રાજકોટ 19, જુનાગઢ 18, સુરેન્દ્રનગર 18, વલસાડ 16, ગીર સોમનાથ 15, અમદાવાદ 14, મોરબી 14, સાબરકાંઠા 14, ગાંધીનગર કોર્પોરેશન 13, બોટાદ 12, દાહોદ 11, મહીસાગર 11, નવસારી 9, પાટણ 7, આણંદ 6, નર્મદા 6, બનાસકાંઠા 2, જામનગર 2, તાપી 2, અરવલ્લી 1, છોટા ઉદેપુર 1, ડાંગ 1, દેવભૂમિ દ્વારકા 1 અને પોરબંદરમાં 1 કેસ નોંધાયો છે.
| Date | Surat | Ahmedabad | Vadodara | Rajkot |
| 06-08-2020 | 184 | 137 | 95 | 71 |
| 05-08-2020 | 187 | 143 | 98 | 60 |
| 04-08-2020 | 194 | 138 | 84 | 61 |
| 03-08-2020 | 198 | 139 | 80 | 70 |
| 02-08-2020 | 209 | 143 | 81 | 80 |
| 01-08-2020 | 214 | 138 | 76 | 55 |
વધુ વાંચો
Advertisement





















