શોધખોળ કરો
Advertisement
ગુરૂવારે 38 વર્ષ પછી સર્વપિતૃ અમાસ અને સૂર્યસંક્રાંતિનો અનોખો સંયોગ, જાણો શું કરવાથી થાય મોટો ફાયદો?
17મી સપ્ટેમ્બરે સૂર્યસંક્રાંતિ અને સર્વપિતૃ અમાસનો યોગ રચાશે. છેલ્લે 1982માં સૂર્યસંક્રાંતિ અને સર્વપિતૃ અમાસનો સંયોગ રચાયો હતો. સંક્રાંતિ એટલે સૂર્યનો નવી રાશિમાં પ્રવેશ થશે.
હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. પિતૃ તર્પણના અષાઢ માસની આગામી 17મીએ પુર્ણાહૂતિ થશે. આ દિવસે 38 વર્ષ બાદ સર્વપિતૃ અમાસ અને સૂર્યસંક્રાંતિનો સંયોગ રચાશે તેવુ લાગી રહ્યું છે. જોકે 18મીથી ભક્તિ-ભાવનાના પવિત્ર પુરૂષોત્તમ (અધિક) માસની શરૂઆત થશે. 17મી સપ્ટેમ્બરે સૂર્યસંક્રાંતિ અને સર્વપિતૃ અમાસનો યોગ રચાશે. છેલ્લે 1982માં સૂર્યસંક્રાંતિ અને સર્વપિતૃ અમાસનો સંયોગ રચાયો હતો. સંક્રાંતિ એટલે સૂર્યનો નવી રાશિમાં પ્રવેશ થશે.
સર્વપિતૃ અમાસની તિથિ આજથી એટલે 16મી સપ્ટેમ્બરે રાત્રિના 8 વાગેથી શરૂ થઈ ગુરૂવારે સાંજના 4-30 વાગ સુધી રહેશે. ઉદિત તિથિના આધારે અમાસ ગુરૂવારે ગણાશે. સૂર્ય પણ સિંહ રાશિમાંથી કન્યા રાશિ પ્રવેશ કરશે. આમ, સૂર્યનું કન્યા રાશિમાં પ્રવેશ અને અમાસની શરૂઆત થશે.
ગુરૂડપુરાણ શાસ્ત્રમાં સૂર્ય જ્યારે ગૌચર ભ્રમણ, કન્યા રાશિમાં ભ્રમણ કરતો હોય છે તે સમયે પિતૃઓ સુક્ષ્મ સ્વરૂપે પૃથ્વી પર આવે છે. આ દિવસે સૂર્ય અને ચંદ્ર બન્ને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં જોવા મળશે. શાસ્ત્રો મુજબ પૂર્વા ફાલ્ગુનીના દિવસે શ્રાદ્ધ કરવાથી ભાગ્ની વૃધ્ધિ અને અમાસને દિવસે શ્રાધ્ધ કરવાથી મનની સારી કામનાઓ પુણ્ય થાય છે.
પિતૃઓને શ્રાધ્ધ તર્પણ કરવાનો શ્રેષ્ઠ સમય સવારે 11-35 થી 12-25 કલાક સુધીનો છે. પિતૃઓને શ્રાધ્ધમાં ખીર-પુરી, લાડુ વગેરે ધરી શકાય છે. પિતૃઋણ ન ચુકવાય અને પિતૃ તૃપ્ત ન થાય ત્યાં સુધી દેવાની કૃપા પ્રાપ્ત થતી નથી. પિતૃઓના શ્રાધ્ધ નિમિત્તે દાન-પુણ્ય કરવાથી પિતૃઓ તૃપ્ત થઈ આર્શીવાદ આપીને વિદાય લેતા હોવાની શાસ્ત્રોમાં માન્યતા દર્શાવાઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
મહેસાણા
Advertisement
gujarati.abplive.com
Opinion