શોધખોળ કરો

Corona Virus: કોરોનાના સંભવિત ખતરા વચ્ચે અમદાવાદમાં વેક્સીનનો જથ્થો ખુટી પડ્યો

Corona Virus: એક તરફ દેશમાં કોરોનાની ચોજી લહેરની ભીતિ સેવાઈ રહી છે તો બીજી તરફ અમદાવાદ શહેરમાં વેકસીનનો જથ્થો ખુટી ગયો હોવાની વાત સામે આવી છે.

Corona Virus: એક તરફ દેશમાં કોરોનાની ચોજી લહેરની ભીતિ સેવાઈ રહી છે તો બીજી તરફ અમદાવાદ શહેરમાં વેકસીનનો જથ્થો ખુટી ગયો હોવાની વાત સામે આવી છે. AMC એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સમક્ષ વેક્સીનના જથ્થા માટે માગ કરી છે. એક દિવસમાં વેક્સીન લેનાર નાગરિકોની સંખ્યા 300 થી વધીને 4500 એ પહોચી ગઈ છે.

અમદાવાદ મહાનગરપાલિકા પાસે વેકસીનનો જથ્થો ખુટી ગયો છે. બે ડોઝ બાદ પ્રિકોશન ડોઝ હાલ સુધી 10 લાખ લોકોએ એટલે કે 22 ટકા વસ્તીએ જ લીધો છે. અન્ય દેશોમાં કોરોના વકરતા અમદાવાદમાં એ સ્થિતિ છે કે જ્યાં એક દિવસમાં 300 લોકો વેક્સીન લેતા હતા તેની સરખામણીએ છેલ્લા ત્રણથી ચાર દિવસમાં 4500 જેટલા નાગરિકોને વેક્સીન પુરી પાડવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે AMC એ રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ વેક્સીનની માંગ કરી છે. AMC ને આશા છે કે વેક્સીનનો જથ્થો આગામી એક સપ્તાહમાં પૂરો પાડવામાં આવી શકે છે.

તો બીજી તરફ મંગળવારે AMC સંચાલિત હોસ્પિટલ મોકડ્રિલ હાથ ધરવામાં આવશે. જેમાં SVP, LG અને શારદાબેન હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ અને હોસ્પિટલમાં બેડની સંખ્યા અંગે ચકાસણી કરવામાં આવશે. હાલમાં AMC ના ચોપડે 10 જેટલા એક્ટિવ કેસ છે જેમાંથી બે દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે.

કોરોનાને લઈ પ્રાથમિક શાળાઓમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ માટે સૂચના અપાઈ

કોરોનાની આશંકાને પગલે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં માસ્ક, સોશલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝરના ઉપયોગ માટે મૌખિક સૂચના આપવામાં આવી છે.  ચીન સહિતના દેશમાં કોરોનાના કેસમાં જબરજસ્ત વધારો થયો છે.  ત્યારે દેશમાં કોરોનાના કેસમાં વધારો ન થાય એ માટે હવે શાળાઓ પણ ફરી સતર્ક બની છે.  શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડીસ્ટન્સનુ પાલન કરાવવા મૌખિક સૂચના આપી છે.  આ અંગે આગામી સમયમાં લેખિતમાં પરિપત્ર બહાર પડાશે. ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. અનેક દેશોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. 

કર્ણાટકે નવા વર્ષની ઉજવણીને લઈ જાહેર કરી ગાઈડલાઈન

કોરોના વાયરસે ફરી એકવાર લોકોને ડરાવવાનું શરૂ કર્યું છે. ચીનમાં બગડતી પરિસ્થિતિને જોતા કેન્દ્ર સરકારે રાજ્યોને સતર્ક રહેવાના નિર્દેશ આપ્યા છે. આ પછી કર્ણાટક સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. કોરોના સંકટ વચ્ચે કર્ણાટક સરકારે નવા વર્ષની ઉજવણીને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે. કર્ણાટક સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, નવા વર્ષની ઉજવણી સવારે 1 વાગ્યા સુધી જ કરી શકાશે. આ ઉપરાંત હવે રાજ્યમાં ઘણી જગ્યાએ માસ્ક પહેરવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી કે સુધાકરે આ જાણકારી આપી. તેમણે કહ્યું, "ગભરાવાની જરૂર નથી, ફક્ત સાવચેત રહો. કોવિડ ગાઈડલાઈન વિશે માહિતી આપતા કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, "મૂવી થિયેટર, શાળા અને કોલેજોમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. પબ, રેસ્ટોરન્ટ અને બારમાં નવા વર્ષની ઉજવણી માટે માસ્ક ફરજિયાત રહેશે. સવારે 1 વાગ્યા પહેલા ઉજવણી સમાપ્ત થઈ જશે. " તેમણે લોકોને ગભરાવાની જગ્યાએ સાવચેતી રાખવા અપીલ કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget