શોધખોળ કરો

Ahmedabad Corona Update: અમદાવાદમાં કોરોનાના વધતા કેસ વચ્ચે રસીનો જથ્થો ખૂટી પડતા તંત્રમાં દોડધામ

Ahmedabad Corona Update: રાજ્યમાં કોરોનાના વધતા કેસ મામલે અમદાવાદ મહાનગરપાલિકાએ તૈયારીઓ શરુ કરી છે. હાલમાં અમદાવાદના પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં કોરોનાના એક્ટિવ કેસ વધુ નોંધાયા છે.

Ahmedabad Corona Update: રાજ્યમાં કોરોનાના વધતા કેસ મામલે અમદાવાદ મહાનગરપાલિકાએ તૈયારીઓ શરુ કરી છે. હાલમાં અમદાવાદના પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં કોરોનાના એક્ટિવ કેસ વધુ નોંધાયા છે. તો બીજી તરફ કોરોનાના વધતા કેસો વચ્ચે અમદાવાદ શહેરમાં વેક્સિનનો જથ્થો ખુટી પડ્યો છે. કોવિશિલ્ડના જથ્થા માટે રાજ્ય સરકાર પાસે માંગણી કરાઈ છે. કોવેક્સીનનો જથ્થો એકથી બે દિવસ ચાલે એટલો હોવાની સ્થિતિ ઉભી થવા પામી છે.

અમદાવાદમાં બે માસ બાદ ફરી વેકસીનનો જથ્થો ખૂટી પડ્યો છે. જાન્યુઆરી માસમાં કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને રસી પૂરી પાડ્યા બાદ AMC ને 5 લાખ ડોઝ પુરા પાડવામાં આવ્યા હતા. પ્રથમ ડોઝ લેનાર નાગરિકોની સંખ્યા 106% પહોચી છે. બીજો ડોઝ લેનાર નાગરિકોની સંખ્યા 91% એ પહોચી છે. બુસ્ટર ડોઝ લેનાર નાગરિકોની સંખ્યા 22 ટકાએ પહોંચી છે. AMC ના મત મુજબ બુસ્ટર ડોઝ લેવામાં નાગરિકોમાં ઉદાસીનતા જોવા મળી છે.

-પ્રથમ ડોઝ લેનાર 18 વર્ષથી ઉપરના નાગરિકોની સંખ્યા 51,61,603
-પ્રથમ ડોઝ લેનાર 15 થી 17 વર્ષના નાગરિકોની સંખ્યા 2,27,587
-બીજો ડોઝ લેનાર 18 વર્ષથી ઉપરના નાગરિકોની સંખ્યા 47,19,133
-બીજો ડોઝ લેનાર 15 થી 17 વર્ષના નાગરિકોની સંખ્યા 1,96,612
-બુસ્ટર ડોઝ લેનાર 18વર્ષથી ઉપરના નાગરિકોની સંખ્યા

અમદાવાદમાં હાલના કોરોના એક્ટિવ કેસનો આંકડો 178 ઉપર પહોંચ્યો છે. સૌથી વધુ 49 કે, પશ્ચિમ ઝોનમાં છે. AMC સંચાલિત હોસ્પિટલોમાં 7300 બેડ તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. ખાનગી હોસ્પિટલોની જરૂર ઉભી થાય તે માટે પણ સંચાલકોને જાણ કરવામાં આવી છે. શહેરમાં હાલ ત્રણ સંજીવની રથ કાર્યરત કરવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં 18 માસનું બાળક કોરોના પોઝિટિવ આવ્યું છે. ઓક્સિજન, દવાનો જથ્થો અને સંસાધન પૂરતા માત્રામાં રાખવા સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં ફરી એક વખત કોરોનાએ માથું ઊંચક્યું છે. શહેરમાં એક્ટિવ કેસના આંકડાએ પ્રશાસનની ચિંતા વધારી છે. અમદાવાદમાં હાલના તબક્કે 178 કોરોના એકટિવ કેસ નોધાયા છે.જેમાં સૌથી વધુ પશ્ચિમ ઝોન એટલે કે ઉસમાનપુરા, વાડજ, સેટેલાઈટ, નવરંગપુરા, પાલડી, વાસણા અને આશ્રમ રોડ વિસ્તારમાં નોંધાયા છે. પશ્ચિમ ઝોનમાં એક્ટિવ કેસની સંખ્યા 49 એ પહોંચી છે.તે જ રીતે અલગ અલગ ઝોનમાં કોવિડ એક્ટીવ કેસની સંખ્યા ઉપર નજર કરીએ તો,

ઝોન                 એક્ટિવ કેસ
પશ્ચિમ  -                 49
ઉત્તર પશ્ચિમ   -        38
દક્ષિણ પશ્ચિમ-         33
પૂર્વ         -             14
ઉત્તર      -              12
મધ્ય       -             09
દક્ષિણ.               23

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજીChaitar Vasava | Aadhar Card | ડેડિયાપાડામાં આધાર કાર્ડ માટે લોકોને હાલાકી, આખી રાત કાઢે છે લાઈનમાંRajkot | મનપાની સામાન્ય સભામાં એવો થયો હોબાળો કે બોલાવવી પડી પોલીસ... Watch Video | Abp AsmitaKshatriya Sammelan | રાજપૂત મહામંસેલનને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita | 20-4-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં કાળા તલથી કરો આ 4 કામ, 7 પેઢીઓ રહેશે ખુશહાલ
Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં કાળા તલથી કરો આ 4 કામ, 7 પેઢીઓ રહેશે ખુશહાલ
HDFC બેંક લાવી રહી છે વધુ એક IPO, 25,000,000,000 રૂપિયાના શેર ઓફર કરશે
HDFC બેંક લાવી રહી છે વધુ એક IPO, 25,000,000,000 રૂપિયાના શેર ઓફર કરશે
EPFO Update: EPF ખાતાધારકો અને EPS પેન્શનર્સ માટે ગુડ ન્યૂઝ! મોદી સરકારે આ નિયમોમાં આપી મોટી રાહત
EPFO Update: EPF ખાતાધારકો અને EPS પેન્શનર્સ માટે ગુડ ન્યૂઝ! મોદી સરકારે આ નિયમોમાં આપી મોટી રાહત
Stock Market Today: શેરબજારમાં શાનદાર તેજી, એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિ 6500000000000 વધી
Stock Market Today: શેરબજારમાં શાનદાર તેજી, એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિ 6500000000000 વધી
Embed widget