શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યના 12 તાલુકાઓમાં 8 ઇંચથી વધુ વરસાદ, જાણો તમારા વિસ્તારમાં કેટલો પડ્યો વરસાદ

Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ 36 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. છોટા ઉદેપુરના બોડેલીમાં સૌથી વધુ 22 ઇંચ વરસાદ તથા રાજ્યના 12 તાલુકાઓમાં 8 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.

Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ ૩૬ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. છોટા ઉદેપુરના બોડેલીમાં સૌથી વધુ ૨૨ ઇંચ વરસાદ તથા રાજ્યના ૧૨ તાલુકાઓમાં ૮ ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના ૬૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૧ જુલાઇ ૨૦૨૨ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન કચ્છ ઝોનમાં સૌથી વધુ ૬૫.૪૫ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૪૧.૭૯ ટકા, સૌરાષ્ટ્રમાં ૩૯.૪૩ ટકા, પૂર્વ ગુજરાતમાં ૩૦.૦૭ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૨૦.૪૪ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. 

ક્વાંટ તાલુકામાં ૪૩૨ મિ.મી., જાંબુઘોડામાં ૪૨૬ મિ.મી., જેતપુર પાવીમાં ૪૦૩ મિ.મી., છોટાઉદેપુરમાં ૩૩૦ મિ.મી., વઘઈમાં ૨૮૮ મિ.મી., આહવામાં ૨૭૫ મિ.મી., ધરમપુરમાં ૨૨૫ મિ.મી., અમદાવાદ શહેરમાં ૨૧૯ મિ.મી., સુબીરમાં ૨૧૧ મિ.મી., વાંસદામાં ૨૦૯ મિ.મી., કપરાડામાં ૨૦૪ મિ.મી., સાગબારામાં ૧૯૭ મિ.મી., સંખેડામાં ૧૮૮ મિ.મી., ડેડીયાપાડામાં ૧૮૬ મિ.મી., ડોલવણમાં ૧૮૦ મિ.મી., ઘોઘંબામાં ૧૫૮ મિ.મી., નડિયાદમાં ૧૪૩ મિ.મી., ગોધરામાં ૧૩૭ મિ.મી., સોજીત્રામાં ૧૩૬ મિ.મી., મહેમદાવાદ અને નસવાડીમાં ૧૩૫ મિ.મી., તિલકવાડા અને હાલોલમાં ૧૩૦ મિ.મી., ઉમરપાડામાં ૧૨૯ મિ.મી., ખેરગામમાં ૧૨૩ મિ.મી., મોરબીમાં ૧૨૧ મિ.મી., માતરમાં ૧૧૮ મિ.મી., ગરુડેશ્વરમાં ૧૧૩ મિ.મી., વસોમાં ૧૦૬ મિ.મી. એમ કુલ ૩૦ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. 

ડભોઇમાં ૯૯ મિ.મી., ખેડામાં ૯૭ મિ.મી., ધોલેરામાં ૯૫ મિ.મી., આણંદમાં તથા શહેરામાં ૯૨ મિ.મી., મુન્દ્રા અને અબડાસામાં ૮૯ મિ.મી., ગણદેવીમાં ૮૫ મિ.મી., ખંભાતમાં ૮૪ મિ.મી., વાઘોડિયામાં ૮૨ મિ.મી., પેટલાદમાં ૮૧ મિ.મી., મહુવામાં ૮૦ મિ.મી., નવસારીમાં ૭૯ મિ.મી., ચીખલી, વલસાડ અને કઠલાલમાં ૭૮ મિ.મી., નાંદોદમાં ૭૭ મિ.મી., તારાપુર, વાલોદ અને દાહોદમાં ૭૩ મિ.મી., દહેગામમાં ૭૧ મિ.મી., કુકરમુંડામાં ૭૦ મિ.મી., પારડીમાં ૬૭ મિ.મી., કાલોલમાં ૬૫ મિ.મી., સાણંદમાં ૬૪ મિ.મી., વાપી તથા કડીમાં ૬૨ મિ.મી., પાદરા, દસકોઈ અને સોનગઢમાં ૬૦ મિ.મી., જલાલપોરમાં ૫૯ મિ.મી., કચ્છ-માંડવી અને વ્યારામાં ૫૮ મિ.મી., નખત્રાણામાં ૫૬ મિ.મી., કલોલમાં તથા લુણાવાડામાં ૫૫ મિ.મી., નિઝરમાં ૫૪ મિ.મી., માંગરોળ અને વડોદરામાં ૫૨ મિ.મી. એમ કુલ ૩૯ તાલુકાઓમાં બે થી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના ૧૪૯ જેટલા તાલુકાઓમાં બે ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. 

ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે અને ઘણી અસર થઈ રહી છે. આવી સ્થિતિમાં અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે., ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ભારે વરસાદથી કોઈ રાહત નથી. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં આગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અગાઉ, અધિકારીઓએ જણાવ્યું હતું કે છોટા ઉદેપુર, પંચમહાલ (બંને મધ્ય ગુજરાતમાં) અને ડાંગ જિલ્લાના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો છે.

છોટા ઉદેપુરના બોડેલી તાલુકામાં રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં માત્ર 12 કલાકમાં 433 મીમી વરસાદ નોંધાયો હતો, જેના કારણે ઉચ અને હેરાન નદીઓમાં પાણીનું સ્તર જોખમના નિશાનથી ઉપર વધી ગયું હતું અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નાયબ મામલતદાર સતીશ માલે જણાવ્યું હતું કે, "અમે અત્યાર સુધીમાં છોટા ઉદેપુર જિલ્લાના નસવારી તાલુકાના બોડેલી નગર અને અકોના ગામના નીચાણવાળા વિસ્તારોમાંથી 65 લોકોને બચાવ્યા છે. આ ઉપરાંત 800 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે."

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Embed widget