ભાજપના આ મહિલા ધારાસભ્યની તબિયત નાજુક, ઝાયડસમાં કરાયા દાખલ
દિલ્હીના પ્રવાસ બાદ તેમને ડેન્ગ્યુ થયો હતો. આ સમય દરમિયાન તેમની તબિયત વધુ લથડી હતી. ડેન્ગ્યુ બાદ તેમનું લીવર ડેમેજ થતાં તેમને અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
અમદાવાદઃ ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલની તબિયત લથડતા તેમને અમદાવાદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે, દિલ્હીના પ્રવાસ બાદ તેમને ડેન્ગ્યુ થયો હતો. આ સમય દરમિયાન તેમની તબિયત વધુ લથડી હતી.
ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલની તબિયત લથડતા તેમને અમદાવાદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે, દિલ્હીના પ્રવાસ બાદ તેમને ડેન્ગ્યુ થયો હતો. આ સમય દરમિયાન તેમની તબિયત વધુ લથડી હતી. ડેન્ગ્યુ બાદ તેમનું લીવર ડેમેજ થતાં તેમને અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ડોક્ટરે આપેલી માહિતી મુજબ આશાબહેનનું લીવર ડેમેજ થયું હોવાથી હાલ તેમને આઇસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ડેન્ગ્યુના કારણે તેમની સ્થિત વધુ ગંભીર થઇ હોવાની માહિતી ડોક્ટરે આપી છે.
સોલામાં ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવનો પ્રારંભ કરાયો
અમદાવાદના સોલામાં ઉમિયાધામ શિલાન્યાસનો ત્રિદિવસીય મહોત્સવ શરૂ થયો છે. શિલાન્યાસ મહોત્સવના આજના પ્રથમ દિવસે કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ધારાસભ્ય બાબુ જમના પટેલ સહિતના રાજકીય નેતાઓ અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકોને સંબોધતા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે સમાજના માટે દાન આપ્યું છે તે તમામને અભિનંદન પાઠવું છું. જ્યારે ગુજરાતની વિકાસની ગાથા લખાશે ત્યાં પાટીદારોનું સુવર્ણ અક્ષરે લખાશે. વેપાર, શિક્ષણ વિદેશમા હોટેલ ખોલી હોય એ પાટીદારોએ ખોલી છે.
ભારતમાં ઓમિક્રૉનના કેસો વધતા કયા મોટા શહેરમાં કલમ 144 લાગુ કરાઇ, રેલિયો-સરઘસો કાઢવા પર લાગ્યો પ્રતિબંધ
India Corona Cases: ઓમિક્રોનના ફફડાટ વચ્ચે દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા ?
ઓમિક્રોન સામે બૂસ્ટર ડોઝ કેટલો કારગર, બ્રિટિશ સ્ટડીમાં થયો ખુલાસો, જાણો રિસર્ચનું શું છે તારણ
બાળકોને વળગ્યું છે ઓનલાઈન ગેમનું વળગણ, આ રીતે બચાવો, શિક્ષણ મંત્રાલયે જાહેર કરી માર્ગદર્શિકા
અમદાવાદથી દ્રારકા દર્શનાર્થે જતાં પરિવારને નડ્યો અકસ્માત, લીંબડી હાઇવે પર 2 કાર વચ્ચે સર્જાયો ભંયકર અકસ્માત, 4 લોકોના મોત