બાળકોને વળગ્યું છે ઓનલાઈન ગેમનું વળગણ, આ રીતે બચાવો, શિક્ષણ મંત્રાલયે જાહેર કરી માર્ગદર્શિકા
ગેમિંગ કંપનીઓ ભાવનાત્મક રીતે બાળકોને એપ ખરીદવા મજબૂર કરે છે. તેમના માતાપિતાને આ વાતની જાણકારી હોતી નથી કે બાળકો સાઇબર બુલિંગમાં ફસાઇ રહ્યા છે.
કોરોના મહામારીના કારણે સ્કૂલો લાંબા સમય સુધી બંધ રહેવાના કારણે બાળોકમાં મોબાઇલ અને ઈન્ટરનેટનો ઉપયોગ વધ્યો છે. એક નિશ્ચિત સમય બાદ તે ઓનલાઈન ગેમિંગની લત તરફ વળી જાય છે. જેને જોતાં મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનને માતા-પિતા અને શિક્ષકો માટે બાળકો માટે સુરક્ષિત ઓનલાઈન ગેમિંગ પર એડવાઇઝરી જાહેર કરી છે.
સાઇબર બુલિંગમાં ફસાઇ રહ્યા છે બાળકો
ગેમિંગ કંપનીઓ ભાવનાત્મક રીતે બાળકોને એપ ખરીદવા મજબૂર કરે છે. તેમના માતાપિતાને આ વાતની જાણકારી હોતી નથી કે બાળકો સાઇબર બુલિંગમાં ફસાઇ રહ્યા છે. તેથી આ એડવાઇઝરીના માધ્યમથી બાળોકમાં ઓનલાઈન ગેમિંગના ખતરાથી બચાવવા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. સંબંધિત સ્કૂલ અને શિક્ષકોના માધ્યમથી વાલીઓ અને બાળકોને ઓનલાઈન ગેમિંગના ખતરાથી બચાવવા જાગૃત કરવાનો પ્રાયસ કરવામાં આવ્યો છે.
એડવાઇઝરીના મહત્વના મુદ્દા
- બાળકોને ગેમ ડાઉનલોડ કરતી વખતે કોઈપણ વ્યક્તિ જાણકારી ન આપો. વેબકેમ, અંગત સંદેશ કે ઓનલાઈન ચેટના મધ્યમથી કોઈપણ અજાણ્યા સાથે વાત ન કરવા કહો, કારણકે તેનાથી ઓનલાઈન દુર્વ્યવહાર કરનારા લોકોનું જોખમ વધી જાય છે.
- ઓનલાઈન ગેમ દરમિયાન જો કંઈ ખોટું થઈ રહ્યું હોય તો તરત અટકાવો અને એક સ્ક્રીન શોટ લઈ લો. જેની પોલીસના સાયબર સેલમાં ફરિયાદ કરો.
- બાળકોને ઓનલાઈન મંચ પર ગોપનીયતા જાળવી રાખવા માટે જાગૃત કરો, આ ગોપનીયતાનો મતલબ છે પોતાની ઓળખ, સ્કૂલનું નામ, જન્મતારીખ, પરિવાર અંગેની માહિતી.
- ઓનલાઈન પ્લેટફોર્મ પર એકાઉન્ટ બનાવતી વખતે પોતાની ઓળખ છુપાવો. તમે એવું નામ રાખો કે પરિવારના કતોઈ સભ્યનું ન હોય. તેને સ્ક્રીન નામ કહેવાય છે.
- બાળકો દ્વારા રમવામાં આવતી કોઈ પણ ગેમનું એઇજ રેટિંગ ચેક કરો.
- ધમકીના મામલે જવાબ ન આપવા બાળકને પ્રોત્સાહિત કરો અને પરેશાન કરતાં લોકોનો મેસેજ રેક્રોડ કરીને ગેમ સાઇટના વ્યવસ્થાપને મોકલો.
- વાલીઓએ બાળોકને એપ ખરીદીથી બચાવવા માટે આરબીઆઈના દિશા નિર્દેશો અનુસાર ઓટીપી આધારિત જ ચૂકવણી કરવી જોઈએ.
- બાળકોને અજાણી વેબસાઈટ કે સોફ્ટવેર અથવા એપ ડાઉનલોડ ન કરવાની સલાહ આપો.
Education Loan Information:
Calculate Education Loan EMI