(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad: ગુજરાતી ન ભણાવતી શાળા સામે કોર્ટની લાલ આંખ, સરકારને કહ્યું, ભય વિના પ્રીત નહિ
અમદાવાદ: પ્રાથમિક શિક્ષણમાં ગુજરાતી ફરજિયાત ભણાવવાની માંગની અરજી મામલે કોર્ટે સરકારને મહત્વની ટકોર કરી છે. ભય વિના પ્રીત નહિ.. જે બોર્ડ ગુજરાતી ભણાવવાનો ઇન્કાર કરે એમની સામે લેવાશે પગલાં.
અમદાવાદ: પ્રાથમિક શિક્ષણમાં ગુજરાતી ફરજિયાત ભણાવવાની માંગની અરજી મામલે કોર્ટે સરકારને મહત્વની ટકોર કરી છે. ભય વિના પ્રીત નહિ.. જે બોર્ડ ગુજરાતી ભણાવવાનો ઇન્કાર કરે એમની સામે લેવાશે પગલાં. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવાની માંગ સાથે થયેલી અરજી પર કોર્ટમાં સુનાવણી થઈ હતી.
ભય વિના પ્રીત નહિ
કોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતા કહ્યું કે, ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવાનો સરકારનો જ નિર્ણય છે તો તેની અમલવારી કરાવવામાં સરકાર લાચારી ના બતાવે. જે શિક્ષણ બોર્ડ ગુજરાતમાં કાર્યરત રહેવા માંગતા હોય તેમણે સરકારની નીતિનું ચુસ્તપણે પાલન કરવું પડશે તેવી વાત પણ હાઇકોર્ટે કરી હતી. ગુજરાત બોર્ડ સિવાયના બોર્ડને પણ રાજ્ય સરકારની નીતિ લાગુ પડે છે. કોર્ટે સરકારને માર્મિક ટકોર કરતા કહ્યું કે, ભય વિના પ્રીત નહિ.
અરજદારે કોર્ટનું ધ્યાન દોર્યું
જે બોર્ડ ગુજરાતી ભાષા પોતાના અભ્યાસક્રમમાં સામેલ ન કરતા હોય તેમની સામે સરકારે કાર્યવાહી કરવી જોઈએ. રાજ્ય લાચાર હોઈ શકે નહીં પરંતુ તેમ છતાં જો સરકારને અમલવાદી કરાવવામાં લાચારી લાગતી હોય તો કોર્ટ જરૂરી હુકમ કરશે. માતૃભાષાનું ભણતર એ બાળકનો અધિકાર. તો બીજી તરફ સરકારની કોર્ટમાં રજૂઆત.. રાજ્યની તમામ શાળાઓએ પોતે ગુજરાતી ભાષા ભણાવે છે તેવું સર્ટિફિકેટ રજુ કરવાનું રહેશે. સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીઓ પાસેથી માહિતી એકત્રિત કરીને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરાશે તેવી સરકારની રજૂઆત. અરજદારે કોર્ટનું ધ્યાન દોર્યું.
અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષા ભણાવતી નથી
અરજદારની જાણકારી પ્રમાણે 14 એવી શાળાઓ છે જે પોતાના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષા ભણાવતી નથી. આ સિવાય અન્ય શાળાઓમાં પણ આવી સ્થિતિ હોવાની રજૂઆત અરજદારની છે. હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી 'માતૃભાષા અભિયાન' સંસ્થાએ કરી છે.
22 ડિસેમ્બરના રોજ આગામી સુનાવણી થશે
સરકારના તારીખ 13.4.2018 ના પરિપત્રનો સાચા અર્થમાં; શબ્દશઃ અને સત્ત્વશીલ અમલ કરાવવામાં આવે એવી માંગ કરી છે. રાજ્યમાં દરેક પ્રાથમિક શાળામાં ગુજરાતી વિષય ફરજિયાત પણે તબક્કાવાર જુદાં જુદાં ધોરણોમાં ભણાવવામાં આવશે એવો સરકારનો પરિપત્ર છે. આ પરિપત્રની અમલવારી નહિ થઈ રહી હોવાની અરજદારની રજૂઆત છે. 22 ડિસેમ્બરના રોજ આગામી સુનાવણી થશે.