યુવતી યુવક સાથેના શરીર સંબંધથી થઈ પ્રેગનન્ટ, બાળક જન્મતાં ક્યાં મૂકીને ભાગી ગઈ ? જાણો કઈ રીતે પકડાઈ ?
હાલ પોલીસે બાળકની માતાની અટકાયત કરી સારવાર માટે ખસેડવામાં આવી છે.
અમદાવાદમાં બે દિવસનું તરછોડેલું બાળક મળી આવ્યું છે. અમદાવાદના વેજલપુર વિસ્તારના શ્રી નંદનગરમાં નિર્દયી માતા પોતાના બાળકને મૂકીને ફરાર થઈ ગઈ હતી. પોલીસને આ અંગે રહીશે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી તો પ્રેમ સંબંધમાં બાળકનો જન્મ થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 24 વર્ષની માતાએ પ્રેમ સંબંધમાં બાળકનો જન્મ થતા છૂપાવવા માટે બાળકને તરછોડ્યું હતું. હાલ પોલીસે બાળકની માતાની અટકાયત કરી સારવાર માટે ખસેડવામાં આવી છે.
નોંધનીય છે કે, હાલમાં જ ગાંધીનગરમાં એક બાળકને તરછોડી દેવાની ઘટના સામે આવી હતી. જેમાં અનેક મોટા ખુલાસા થયા છે. ગાંધીનગર પાસેના પેથાપુરમાં મળી આવેલા ત્યજી દેવાયેલા બાળકનાં માતા પિતા વિશે મોટો ધડાકો થયો હતો. આ ઘટનામાં સચિન દિક્ષિત વડોદરા નોકરી કરતો હતો ત્યારે એક યુવતિના સંપર્કમાં આવ્યો હતો અને તેની સાથે શરીર સંબંધ બંધાયા હતા. બંને વચ્ચેના સબંધના પરિણામે બાળકકનો જન્મ થયો હતો.
પોલીસે સચિનની પૂછપરછમાં તેની પ્રેમિકા વિશે માહિતી મળી હતી. તેના આધારે ગાંધીનગર પોલીસ ટીમ વડોદરા પ્રેમિકાના ઘરે પહોચી હતી. જોકે બાળકની માતા મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો હતો. બાળકની માતા હીના ઉર્ફે મહેંદીની હત્યા તેના જ પતિ સચિને કરી દીધો હોવાની રકબૂલાત કરી છે. આ માહિતી હાંગીનગર રેન્જ આઈજી અભય ચુડાસમાએ આપી હતી. સચિને હત્યા કરી પછી લાશને સૂટકેસમાં ભરીને ઘરમા જ મૂકી દીધી હતી.
આઈજી અભય ચુડાસમાએ માહિતી આપી હતી કે, સચિન પોતાના વતન ઉત્તર પ્રદેશ જવાનો હતો તેથી હીના ઉર્ફે મહેંદી ગુસ્સે થઈ ગઈ હતી. આ મુદ્દે તહીનાએ સચિનને કહ્યું હતું કે, તુ વતન નના જઈશ અને મારી સાથે જ રહે આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ને ગુસ્સામાં આવેલા સચિને હીના ઉર્ફે મહેંદીની હત્યા કરી નાંખી હતી. સચિને હીનાની ગળું દબાવીને હત્યા કરી હતી પણ લાશનો નિકાલ નહોતો કર્યો.
પોલીસે કહ્યું કે, મેંહદી ઉર્ફે હિનાની હત્યા સચિને જ કરી છે, બાદમાં તેના બાળકને ત્યજી દીધો હતો. બન્નેના પ્રેમ અંગે પોલીસ પીસીમાં સામે આવ્યુ કે બન્નેને પ્રેમ વડોદરાના એક શૉમાં સંપર્કમાં આવ્યા બાદ પાગળ્યો હતો. હિના અહીં દર્શના ઓવરસીઝ ફ્લેટમાં રહેતી હતી. પોલીસે હાલ સચિનની ધરપકડ કરીને બાળકને ત્યજવાના ગુનામાં ધરપકડ કરી છે, અને હત્યાના ગુના અંગે પોલીસ તપાસ કરીને આગળની કાર્યવાહી કરશે.