શોધખોળ કરો

Gandhinagar: શૈક્ષણિક પ્રવાસને લઈને રાજ્ય સરકારે જાહેર કરી ગાઈડલાઈન, આટલા દિવસ પહેલા લેવી પડશે મંજુરી

ગાંધીનગર: શાળાઓનાં શૈક્ષણિક પ્રવાસ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે પ્રવાસને લઈ માર્ગદર્શિકા જાહેર કરી છે. શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે પોસ્ટ કરીને જાણકારી આપી છે.

ગાંધીનગર: શાળાઓનાં શૈક્ષણિક પ્રવાસ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે પ્રવાસને લઈ માર્ગદર્શિકા જાહેર કરી છે. શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે પોસ્ટ કરીને જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે, વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને પ્રવાસ લઇ જવા પર રોક લગાવી દીધી હતી. ત્યાર સુધી એકપણ સ્કૂલને પ્રવાસ લઈ જવાની મંજૂરી આપવામાં આવી નથી. રાજ્યની સ્કૂલોમાં 2024-25નું શૈક્ષણિક સત્ર જૂન મહિનાથી શરૂ થયું છે. મોટાભાગની સ્કૂલોમાં દિવાળી બાદ વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવાય છે.

 શિક્ષણ વિભાગે જાહેર કરેલ માર્ગદર્શિકા

1. શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની સરકારી/ અનુદાનિત/ખાનગી (સ્વનિર્ભર) પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક પ્રવાસના આયોજન અંગે માર્ગદર્શક સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

2. આ માર્ગદર્શક સૂચનાઓમાં પ્રવાસમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સલામતી તેમજ સુરક્ષા માટે સૂચનાઓ અને કાર્ય પદ્ધતિ જાહેર કરવામાં આવેલ છે.

3. શૈક્ષણિક પ્રવાસ માટે હવે શાળાઓ દ્વારા પ્રવાસના ૧૫ (પંદર) દિવસ પહેલા તેમની શાળાને સંબંધીત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી/ શાસનાધિકારી/ જિલ્લા શિક્ષણ અધિકારીને નિયત ફોર્મેટમાં જાણ કરવાની રહેશે.

4. સાથોસાથ પ્રવાસના ૧૫ (પંદર) દિવસ પહેલા સંબંધિત આરટીઓ(RTO)  કચેરી તથા સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

5. (૧) રાજ્યના અંદરનો પ્રવાસ હોય તો સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારી/જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને (૨) રાજ્ય બહારનો પ્રવાસ હોય તો નિયામક (શાળાઓ)ની કચેરી/ નિયામક પ્રાથમિક શિક્ષણ કચેરીને અને (૩) વિદેશ પ્રવાસ હોય તો શિક્ષણ વિભાગને જરૂરી વિગતો સાથે દિન ૧૫ (પંદર) પહેલા જાણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

માર્ગદર્શિકામાં વયજૂથ અનુસાર પ્રવાસના સ્થળોની પસંદગી કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમગ્ર પ્રવાસનો Day TO Day કાર્યક્રમની જાણ કરવાની રહેશે. જવાબદાર અને અનુભવી વ્યક્તિની પ્રવાસનાં કન્વિનર તરીકે નિમણૂક અને આયોજન મુજબ મુસાફરી થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. વિદ્યાર્થીઓના વાલીઓ સાથે બેઠક યોજી સંમતિ લેવી તેમજ વાલીઓના આઇ.ડી. પ્રૂફ અને મોબાઈલ નંબર મેળવી સમંતિની ખાતરી કરવાની રહેશે.

 શાળા સંચાલક મહામંડળના પ્રમુખની પ્રતિક્રિયા
રાજ્યની શાળાઓના પ્રવાસ અંગે રાજ્ય સરકારે જારી કરેલી માર્ગદર્શિકા અંગે ગુજરાત રાજ્યના શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે  પ્રતિક્રિયા આપી છે. તમણે કહ્યું કે, સરકારની માર્ગદર્શિકા આવકારદાયક છે. ત્રણ નવી બાબતોનો ઉમેરો આ માર્ગદર્શિકામાં કર્યો છે. આ પહેલા પણ શાળાઓ, સંચાલકો અને શિક્ષકો વિદ્યાર્થીઓને પોતાના ગણીને જ પ્રવાસે લઈ જતા અને હેમખેમ પાછા લાવતા હતા. રાજ્યની અંદર બહાર કે વિદેશ પ્રવાસ અંગેની માર્ગદર્શિકાથી સંકલન સુચારુ બનશે. નવા કોઈ વધારાના ફેરફાર નથી પણ જે પણ ફેરફાર છે તે આવકારદાયક છે.

આ પણ વાંચો..

મહીસાગરમાં નલ સે જલ યોજનામાં 258 કરોડના કૌભાંડનો ખુલાસો, CID ક્રાઈમ નોંધશે ફરિયાદ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Prantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોતVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટSurat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલRajkot BJP : રાજકોટમાં ભાજપ નેતા પર કોણે અને કેમ કર્યો હુમલો ? જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી
ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી
રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Embed widget