શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં કોરોનાનો વધતો કહેર, માઈક્રો કન્ટેન્મેન્ટની સંખ્યા વધીને 381એ પહોંચી
જે વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દુર કરવામાં આવ્યા છે તેમાં સૌથી વધારે દક્ષિણઝોનના 11 વિસ્તારોનો સમાવેશ થાય છે.
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. કેસ વધવાની સાથે સાથે માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ગુજરાતના સૌથી મોટા અમદાવાદ શહેરમાં કોરોનાના વધતા પ્રકોપની વચ્ચે માઈક્રો કન્ટેન્મેન્ટની સંખ્યા વધીને 381એ પહોંચી ગઈ છે.
ગઈકાલે અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા અને કમિશનર મુકેશકુમારની આગેવાનીમાં ઉચ્ચ અધિકારીઓની મળેલી મીટીંગમાં 23 કન્ટેન્મેન્ટ દૂર કરવામાં આવ્યા હતા અને નવા 20 સ્થળોએનો કન્ટેન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ જે વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દુર કરવામાં આવ્યા છે તેમાં સૌથી વધારે દક્ષિણઝોનના 11 વિસ્તારોનો સમાવેશ થાય છે. જ્યારે નવા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં સૌધી વધુ 6 વિસ્તાર દક્ષિણ પશ્ચિમ ઝોનના છે.
નવા માઈક્રો કન્ટેન્મેન્ટ જાહેર કરાયા તેમાં (1) ઓમશાંતિનગર લાંભા (2) શક્તિ ટેનામેન્ટ ઈસનપુર (3) ઓલ્ડ ઉમંગ નારોલ (4) નંદાનગર બાપુનગર (5) સુભાષ મહારાજની ગલી, સરસપુર (6) માધવ ફલેટ વેજલપુર (7) કબીર એન્કલેવ બોપલ (8) બોપલ હટ બોપલ (9) સેફરન ફલેટ બોપલ, (10) હરિઓમ એપા. જોધપુર (10) મંગલદિપ એપા. જોધપુર (12) મોમનાવાડ જમાલપુર (13) દેવદિપ ટાવર બોડકદેવ (14) ઘનશ્યામ કોમ્પલેક્સ ચાંદલોડિયા (15) સૌમિલ સોસા. થલતેજ (16) પટેલવાસ હાથીજણ (17) યશરાય કાલી (18) વર્ધી સોસા. ચાંદખેડા (19) અભિષેક નવાવાડજ અને (20) આશ્રમ ચાંદખેડાનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં સૌથી વધુ કોરોનાના કેસ જોવા મળ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement