ગાંધીનગરના અનોડીયાના ત્રણ ભૂવાએ મહિલા પાસેથી 31 લાખ પડાવ્યા, ત્રણેય ભૂવાની અટકાયત
મહિલાએ આ મામલે માણસા પોલીસ સ્ટેશનમા ભૂવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી
ગાંધીનગર: અમદાવાદના માણસા તાલુકાના અનોડીયા ગામમાં પાખંડી ભૂવાએ પરિવાર પાસેથી વિધિના બહાને 32 લાખ પડાવ્યા હતા. મળતી જાણકારી અનુસાર, અમદાવાદના માણસા તાલુકાના અનોડીયા ગામમાં પાખંડી ભૂવાએ સભ્યનું મોત થશે તેમ કહી અમદાવાદના પરિવાર પાસેથી 32 લાખ રૂપિયા પડાવ્યા હતા. પિતા અને બે પુત્રો સહિત ત્રણ લોકોએ છેતરપિંડી કરી હતી. ભૂવાએ મેલી વિદ્યા ઉતારવા માટે ૩૧ લાખ જેટલા રૂપિયા પડાવ્યા હતા. માણસા પોલીસ ત્રણે લોકોની અટકાયત કરી પૂછપરછ કરી હતી. દલપતસિંહ રાઠોડ, હરપાલસિંહ રાઠોડ અને જયપાલસિંહ રાઠોડની અટકાયત કરવામાં આવી છે.
માણસા તાલુકાના અનોડીયા ગામમાં દલપતસિંહ ભૂવાજીનો આવકાર ધામ નામે આશ્રમ છે. ભૂવાએ ઘરની આર્થિક સ્થિતિ સુધારી આપવાનો વિશ્વાસ કેળવી ઘરમાં છૂપાવેલ ધન કાઢી આપવાના બહાને અમદાવાદની મહિલાને વિશ્વાસમાં લઈ વિધિ કરીને થોડા થોડા કરીને 31.96 લાખ પડાવી લીધા હતા. બાદમાં મહિલાએ આ મામલે માણસા પોલીસ સ્ટેશનમા ભૂવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદના નિકોલ ખાતે રહેતી મહિલાએ માણસાના અનોડીયાના દલપતસિંહ ભૂવાજી વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી.
Ahmedabad: ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર અસામાજિક તત્વોનો આતંક, મુસાફરને પતરી મારી, સ્ટાફને માર માર્યો, સીસીટીવીમાં દ્રશ્યો કેદ
Ahmedabad: અમદાવાદમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. ગઇ રાત્ર કેટલાક અસામાજિક તત્વોએ ગીતા મંદિર બસ સ્ટેશન પર આતંક મચાવ્યો હતો. અહીં અસામાજિક તત્વોએ બસ સ્ટાફ અને મુસાફરો સાથે અભદ્ર વર્તન કરીને મારામારી કરી હોવાની ઘટના ઘટી છે, આ તમામ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઇ ગયા હતા.
ગઇ રાત્રે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશન પર કેટલાક અસામાજિક તત્વોનો આતંક દેખાયો, અહીં લગાવેલા સીસીટીવી કેમેરામાં અસામાજિક તત્વોની લુખ્ખાગીરીના દ્રશ્યો કેદ થઇ ગયા છે, સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે, રાત્રિ દરમિયાન બસ સ્ટેન્ડ પર બે યુવકો દ્વારા મુસાફરો અને સ્ટાફની સાથે કરી મારામારી કરવામાં આવી હતી, આમાં એક યુવકને પતરી વડે હુમલો કર્યો હતો અને બાદમાં સ્ટાફ પર ખુરશી વડે હુમલો કરીને મારામારી કરી હતી. જોકે, બાદમાં પોલીસે આ અસામાજિક તત્વોને પકડી લીધા હતા અને કોઇપણ કાર્યવાહી કર્યા વિના પાછા છોડી દેવામાં આવ્યા હતા, છુટી ગયા બાદ ફરીથી બસ સ્ટેન્ડ પર આ અસામાજિક તત્વોએ આવીને કર્મચારીઓને ધમકીઓ આપવાનું શરૂ કરી દીધુ હતુ. અહીં આ બે યુવકો અવારનવાર દરેક દુકાનો પરથી 100 રૂપિયાનો હપ્તો ઉઘરાવતા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે, આ અંગેની ફરિયાદ આ પહેલા એક વેપારી દ્વારા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. છતાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન નથી