શોધખોળ કરો

આજે ગુરુપુષ્ય નક્ષત્રઃ સોનાનો ભાવ 49,800, લોકોએ શરૂ કરાવ્યું એડવાન્સ બુકિંગ

આજે ગુરુ પુષ્ય નક્ષત્ર છે. આ નક્ષત્રમાં લોકો સોનું-ચાંદી ખરીદતા હોય છે આજનો દિવસ શુકનવંતો માનવામાં આવે છે. ત્યારે આજે અમદાવાદમાં પણ લોકોએ સોના-ચાંદીની ખરીદી શરૂ કરી દીધી છે.

અમદાવાદઃ આજે ગુરુ પુષ્ય નક્ષત્ર છે. આ નક્ષત્રમાં લોકો સોનું-ચાંદી ખરીદતા હોય છે આજનો દિવસ શુકનવંતો માનવામાં આવે છે. ત્યારે આજે અમદાવાદમાં પણ લોકોએ સોના-ચાંદીની ખરીદી શરૂ કરી દીધી છે. લગ્ન પ્રસંગની ખરીદી આજથી જ શરૂ કરી દીધી છે. આજે સોનાનો ભાવ 49,800 છે. લોકોએ એડવાન્સ બુકિંગ કરાવી દીધુ હતું.

હેવારોની સિઝનમાં આ દિવસોમાં સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પીળી ધાતુ હજુ પણ ઘટાડાનું વલણ જ ધરાવે છે. બીજી તરફ જો આપણે ચાંદીની વાત કરીએ તો તેમાં સારો ઉછાળો જોવા મળે છે. વર્તમાન તહેવારોની સિઝનને જોતા સોના અને ચાંદી બંનેમાં સારી ખરીદીની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જેના કારણે સોનાના ભાવમાં વધુ તેજી જોવા મળી શકે તેવું પણ નિષ્ણાતો માની રહ્યા છે.

આજે સોનાનો ભાવ

MCX એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના વાયદામાં નબળાઈ સાથે કારોબાર થઈ રહ્યો છે. સોનું આજે 3 ડિસેમ્બર, 2021ના વાયદામાં રૂ. 49 અથવા 0.10 ટકાના સામાન્ય ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. આ કારણે MCX પર સોનાની કિંમત 47,761 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે.

ચાંદીની ચમક વધીતેજી જોવા મળી

દરમિયાન, ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને તેના 3 ડિસેમ્બર, 2021ના વાયદો પણ ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો છે. એમસીએક્સ પર ચાંદીનો ડિસેમ્બર વાયદો રૂ. 21 અથવા 0.03 ટકાના વધારા સાથે 65,035 પર ટ્રેડ કરી રહ્યો છે.

ગઈકાલે સોના અને ચાંદીના ભાવ કેવા હતા

ગઈકાલની વાત કરીએ તો એમસીએક્સ પર સોનું અને ચાંદી બંને ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને તેમાં ઘટાડાનો ટ્રેન્ડ હતો. સોનું 48,147 રૂપિયા પ્રતિ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. આ સિવાય ચાંદી પર નજર કરીએ તો તે રૂ. 182 અથવા 0.28 ટકાના ઘટાડા સાથે રૂ. 66,235 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી હતી.

નિષ્ણાતો શું કહે છે

બુલિયન નિષ્ણાતોનું કહેવું છે કે ભારત અને વિશ્વમાં આવનારી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને સોનામાં સારી ખરીદીની અપેક્ષા છે. સોનાના ભાવમાં વધારો થવાની સંભાવના છે અને તે જ રીતે ચાંદીના ભાવમાં પણ વધારો થઈ શકે છે. ભારતમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને તેના પહેલા આવતા ધનતેરસનો તહેવાર સોના અને ચાંદીની ખરીદી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. 2 નવેમ્બરે આવતા ધનતેરસના તહેવારને લઈને લોકોમાં ઉત્સાહ છે અને તેનો ફાયદો બુલિયન માર્કેટને મળી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
Embed widget