શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વલસાડમાં કોરોનાથી 21 વર્ષીય યુવકનું મોત, જાણો શું હતી બીમારી?
વલસાડના 21 વર્ષીય યુવકનું સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું છે.
અમદાવાદઃ ગુજરાતમાં આજે કોરોનાથી વધુ પાંચ લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 4 અને વલસાડમાં એકનું મોત થયું છે. વલસાડની વાત કરીએ તો 21 વર્ષીય યુવકનું સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું છે. કોરોનાગ્રસ્ત આ યુવકને મગજની બીમારી પણ હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદની વાત કરીએ તો આજે થયેલ ચારેય મૃતકોની ઉંમર 50 વર્ષથી વધુ હતી. તેમજ ચારેય મૃતકો પુરુષ છે. જેમાંથી એક 52 વર્ષીય પુરુષને લીવરની બીમારી હતી. આ સિવાયના ત્રણેયને કોઈ બીમારી નહોતી, પરંતુ કોરોનાના ચેપને કારણે તેમનું મોત થયું છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાથી 95 લોકોના મોત થયા છે, જેમાંથી અમદાવાદમાં સૌથી વધુ 57 લોકોના મોત થયા છે. આ પછી વડોદરામાં 7, સુરતમાં 12, ભાવનગરમાં 5, આણંદમાં 2, ભરુચમાં 3, ગાંધીનગરમાં 2, પાટણ 1, પંચમહાલ 2, કચ્છ 1, બોટાદ 1, જામનગર 1 અને અરવલ્લીમાં એકનું મોત થયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion