શોધખોળ કરો

Tokyo Paralympics: સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલને સરકારે આપ્યો 3 કરોડનો ચેક

પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેળવનાર ભાવિના પટેલનું સરકારે સન્માન કર્યુ છે. રાજ્ય સરકાર તરફથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાવિના પટેલને ચેક એનાયત કર્યો હતો. ભાવિના પટેલને 3 કરોડનો ચેક એનાયત કરાયો હતો. 

અમદાવાદઃ ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેળવનાર ભાવિના પટેલનું સરકારે સન્માન કર્યુ છે. રાજ્ય સરકાર તરફથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાવિના પટેલને ચેક એનાયત કર્યો હતો. ભાવિના પટેલને 3 કરોડનો ચેક એનાયત કરાયો હતો. 

નોંધનીય છે કે, ટોક્યો પેરાલિમ્પિક ગેઈમ્સમાં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચનારી ગુજરાતી યુવતી ભાવિના પટેલ પર ઈનામોની વર્ષા શરૂ થઈ હતી. પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલને 3 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની ગુજરાતની તત્કાલિન વિજય રૂપાણી સરકારે જાહેરાત કરી હતી. આ જાહેરાત પછી આજે 3 કરોડનો ચેક તેને આપવામાં આવ્યો હતો. 

ટોક્યો પેરાઓલિમ્પિકમાં મહિલા ટેબલ ટેનિસ ક્લાસ-4ના ફાઈનલમાં સિલ્વર મેડલ જીતીને દુનિયાભરમાં ભારત અને ગુજરાતનું નામ રોશન કરનાર ભાવિના પટેલને રૂપાણી સરકાર 3 કરોડના ઇનામની જાહેરાત ઉપરાંત સરકારી નોકરી પણ આપવાની જાહેરાત કરી હતી. તત્કાલિન  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પેરા ઓલિમ્પિક્સ રમતોમાં ટેબલ ટેનિસ રમતમાં આગવી સિધ્ધિ મેળવી દેશને ગૌરવ અપવાનારી તેમજ ગુજરાત અને ભારતને વિશ્વ સ્તરે પોતાના ખેલ કૌશલ્યથી ગૌરવ અપાવનારી ગુજરાતની દીકરી ભાવિના પટેલને રાજ્ય સરકારની દિવ્યાંગ ખેલ પ્રતિભા પ્રોત્સાહન પુરસ્કાર યોજના અંતર્ગત પ્રોત્સાહન રૂપે 3 કરોડ રૂપિયાનો પુરસ્કાર આપવાની પણ જાહેરાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલિન સીએમ મુખ્યમંત્રી રૂપાણીએ ભાવિનાને શુભકામના પાઠવી હતી. ટોક્યો પેરાલિમ્પિક ગેઈમ્સમાં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચનારી ગુજરાતી યુવતી ભાવિના પટેલની સંઘર્ષની કથા લાખો લોકો માટે પ્રેરણાદાયી છે.  પેરાલિમ્પિક ગેઈમ્સમાં મહિલા સિંગલ ક્લાસ 4 વર્ગના ફાઈનલમાં ભાવિના પટેલે હારનો સામનો કરવો પડ્યો હતો પણ  આ હાર છતાં ભાવિના પેરાલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી બની ગઈ છે. ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો છે. 

ગુજરાતના મહેસાણાની વતની ભાવિના પટેલનું જીવન દૃઢ સંકલ્પનો પર્યાય છે. ભાવિનાને માત્ર 12 મહિનાની ઉંમરે પોલિયો થયો હતો અને તેના કારણ તેમનું જીવન અંધકારમય લાગતું હતું. જો કે ભાવિનાનાં માતા-પિતાએ હતાશ થયા વિના તેને સારી તાલીમ આપતા તે ઈતિહાસ રચી શકી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?

Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

Embed widget