(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad Traffic: એસ.પી.રિંગ રોડ પર સર્જાયો ટ્રાફિકજામ, દુલ્હા- દુલ્હનના વાહનો અને જાનની બસ ફસાઈ
Latest Ahmedabad News: શીલજ અને ઓગણજ સર્કલ પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.શહેર પોલીસે વાહનચાલકોનો સાથ લઈ ટ્રાફિક પૂર્વવત કરવાના પ્રયાસ હાથ ધર્યા હતા.
Ahmedabad News: અમદાવાદના એસપી રિંગ રોડ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. બે કલાકથી વધુ સમયથી લોકો ટ્રાફિકજામમાં ફસાયા છે. ભારે વાહનોની અવરજવર વચ્ચે અનેક કાર ચાલકો અટવાયા છે. ટ્રાફિકજામના કારણે હજારો વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. એસપી રિંગ રોડ પર સાંજના સમયે ટ્રાફિક જામની દૈનિક સમસ્યા છે.
લાંબો જામ સર્જાતા આખરે શહેર પોલીસ દોડી હતી. શહેર પોલીસે વાહનચાલકોનો સાથ લઈ ટ્રાફિક પૂર્વવત કરવાના પ્રયાસ હાથ ધર્યા હતા. લાંબા ટ્રાફિકજામમાં દુલ્હા- દુલ્હનના વાહનો અને જાનની બસ ફસાઈ હતી. શીલજ અને ઓગણજ સર્કલ પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.
અમદાવાદના ઓગણજ એસપી રિંગ રોડ ઉપર મોડી સાંજના સમયે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. અમદાવાદમાં પ્રવેશ કરવાના માર્ગ ઉપર ટ્રાફિક જામ થતા અનેક વાહનચાલકોએ પ્રશાસન સામે રોષ ઠાલવ્યો હતો. છ કિલોમીટર લાંબી લાઈનમાં અનેક ભારે વાહનો સાથે એરપોર્ટ જનારા મુસાફરો પણ રઝળી પડ્યા હતો તો લગ્નના જાનૈયા ભરેલી બસ અટવાઈ પડતા મહિલાએ બસને ટ્રાફિકમાંથી બહાર કાઢવાની સ્થિતિ સર્જાઈ હતી.
આ તરફ પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવતા કારણ સામે આવ્યું હતું. અમદાવાદ ગ્રામ્ય ના PSI એ ABP અસ્મિતા સાથેની વાતચીતમાં સ્વીકાર્યું કે ઓગણજ રોડ ઉપર અનેક પાર્ટી પ્લોટ આવેલા છે જ્યાં એક પ્લોટમાં 500 ગાડીઓ આવી હોવાથી ટ્રાફિક સર્જાયો છે.