શોધખોળ કરો

Ahmedabad Firing: ઓગણજમાં ગરબામાં ફાયરિંગ ? બે જૂથો વચ્ચેની માથાકૂટ બાદ ગરબામાં અફડાતફડી

Ahmedabad Firing: રાજ્યમાં અત્યારે નવરાત્રીની ધૂમ ચાલી રહી છે. ખેલૈયાઓ મન મુકીને ગરબા રમી રહ્યાં છે. પરંતુ આ બધાની વચ્ચે કેટલાક લુખ્ખા તત્વોનો આતંક પણ જોવા મળ્યો છે

Ahmedabad Firing: રાજ્યમાં અત્યારે નવરાત્રીની ધૂમ ચાલી રહી છે. ખેલૈયાઓ મન મુકીને ગરબા રમી રહ્યાં છે. પરંતુ આ બધાની વચ્ચે કેટલાક લુખ્ખા તત્વોનો આતંક પણ જોવા મળ્યો છે. તાજેતરમાં જ અમદાવાદમાં એક ગરબા મંડળીમાં ખેલૈયાઓ રમી રહ્યાં હતા ત્યારે કેટલાક અસામાજિક તત્વોઓ ફાયરિંગ કરતાં અફડાતફડી મચી ગઇ હતી. હાલમાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. 

ગઇકાલે રાત્રે અમદાવાદ શહેરના ઓગણજ ગામમાં ચાલી રહેલા એક ગરબામાં આ ઘટના ઘટી છે. ઘટનાની વિગતો એવી છે કે, અમદાવાદમાં ઓગણજમાં એક મંડળી ગરબાનું આયોજન થયુ હતું, અહીં ખેલૈયાઓ મન મુકીને ગરબા રમી રહ્યાં હતા, તે દરમિયાન મોડી રાત્રે બે જૂથો વચ્ચે જોરદાર બબાલ થઇ હતી, આ માથાકૂટ એટલે હદે પહોંચી કે વહેલી સવારે એક શખ્સે હવામાં ફાયરિંગ કરી દીધુ હતુ. જોકે, સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક ધોરણે ફાયરિંગ કરનાર શખ્સને ગરબા સ્થળેથી દુર ખસેડી દીધો અને મંડળી ગરબાના આયોજકોએ મંડળી ગરબાને બંધ કરાવ્યા હતા. ખાસ વાત છે કે, અહીં મોટા પ્રમાણમાં લોકો ગરબા રમી રહ્યાં હતા. 

ઓગણજ ગરબામાં થયેલી માથાકૂટ મામલે પોલીસની સ્પષ્ટતા - 
ગઇકાલે રાત્રે અમદાવાદ શહેરનાં ઓગણજમાં ચાલુ ગરબામાં બે જૂથો વચ્ચે ફાયરિંગ થયુ હતુ, એવી વાત સામે આવી હતી, હવે મામલે પોલીસે ખુદ સ્પષ્ટતા કરી છે.

આ ઘટના અંગે સોલા પોલીસ સ્ટેશન પી.એસ.ઓ. મુકેશભાઇ મો.નં. ૬૩૫૯૬ ૨૫૧૪૫ પર પુછતા જણાવે છે કે, આજરોજ સવારે કલાક ૦૬/૧૫ આસપાસ ઓગણજ સર્કલ પાસે આવેલી મંડળી ગરબામાં બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી ઝગડો થયેલો અને ત્યાં હાજર બાંઉચરો દ્વારા તાત્કાલીક ઝગડો શાંત પાડેલો, તેમજ ફાયરિંગ બાબતે પોલીસને કોઇ કૉલ કે મેસેજ હજુ સુધી મળેલો નથી. પોલીસ દ્વારા આયોજકોનો સંપર્ક કરી વધુ માહિતી મેળવવાની કામગીરી હાલ ચાલુ છે. તેમજ સોલા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગરબા આયોજકો દ્વારા ફાયરીંગ તેમજ ઝગડા બાબતે કોઇ જાણ કરવામાં આવેલી નથી. વધુ પોલીસ તપાસ ચાલુ છે. 

રાજકોટમાં ગરબાની મંજૂરી મળેલા પાર્ટી પ્લૉટમાં ગરબાને બદલે થઇ ડાન્સ પાર્ટી, લોકો શકીરાના ગીતો પર ઝૂમ્યા

આજકાલ શેરી ગરબાની સાથે સાથે ક્લબ અને પાર્ટી ગરબાનો પણ  ખુબ ક્રેઝ વધ્યો છે. મોટા મોટા શહેરોમાં શેરી ગરબા નથી રહ્યાં પરંતુ તેનું સ્થાન પાર્ટીક્લબોએ લઇ લીધુ છે. તાજેતરમાં જ રાજકોટમાં આવેલા નીલ સિટી ક્લબમાં ગરબાની મંજૂરી મળી, તંત્ર દ્વારા અહીં ગરબાની મંજૂરી આપવામાં આવી છે પરંતુ માતાજીની આરાધનાને બદલે અહીં હૉલીવુડ ફિલ્મો અને હૉલીવુડ સિંગર શકીરાના ગીતો પર ગરબાને બદલે ડાન્સ પાર્ટી કરાઇ હતી. અહીં બિલકુલ 31 ડિસેમ્બરની પાર્ટી જેવો માહોલ જોવા મળ્યો હતો. માહિતી પ્રમાણે, રાજકોટમાં જ્યાં ડાન્સ પાર્ટી થઇ તે નીલ સિટી ક્લબના માલિક ઇન્દ્રનિલ રાજ્યગુરુ છે અને અહીં આયોજકો દ્વારા જાણીજોઇને ગરબાને બદનામ કરવામાં આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. 

આ પણ વાંચો

Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
Embed widget