Hit & Run: અમદાવાદમાં હિટ એન્ડ રનની બે ઘટના, પુત્રીને સ્કૂલે મૂકવા જતી માતાને ટક્કર મારી કાર ચાલક ફરાર
અમદાવાદમાં બેદરકારીથી વાહન ચલાવવાના કારણે હિટ એન્ડ રન તથા અકસ્માતે મોતના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે.
Ahmedabad News: અમદાવાદમાં 24 કલાકમાં હિટ એન્ડ રનની બે ઘટના સામે આવી છે. ખાનપુરના કામા હોટેલ પાસે દીકરીને સ્કૂલે મૂકવા આવતા મહિલાને ટક્કર મારી ચાલક ફરાર થઈ ગયો હતો. ફોર વ્હીલરની ટક્કરે મહિલાને ઈજા પહોંચી હતી. ફોર વ્હીલર ચાલક સામે બી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જયારે બીજી ઘટના રખિયાલ વિસ્તારમાં બની હતી.
રખિયાલના વડીયા કાકા સોસાયટી પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. કાર ચાલક એક્ટિવા ચાલકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. જેમાં એક્ટિવા ચાલકને માથામાં ઇજા થઈ હતી. ફરિયાદીએ એચ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
લાંભા-નારોલ રોડ પર પણ હિટ એન્ડ રન
લાંભા-નારોલ રોડ ઉપર બાઇકની ટક્કરથી પગપાળા જઇ રહેલી યુવતીને માથા સહિત શરીરે ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લાંભા-નારોલ રોડ ઉપરથી ચાલતી પસાર થતી હતી, ટક્કર મારનાર બાઇક ચાલક હોસ્પિટલમાં લઇ ગયો, માથા સહિત શરીરે ગંભીર ઇજાથી મોત થયું હતું. આ કેસની વિગત એવી છે કે લાંભા વિસ્તારમાં રહેતા યુવકે ટ્રાફિક કે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બાપુનગરમા રહેતા બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના બહેન તા. 28 જૂનના રોજ સાંજે લાંભા-નારોલ તરફ ટાટા કંપનીના શો રુમ પાસેથી ચાલતા પસાર થઇ રહ્યા હતા. આ સમયે પૂર ઝડપેઆવી રહેલા બાઇક ચાલકે તેઓને ટક્કર મારી હતી ત્યારબાદ બાઇક ચાલક તેમની સાથે એલ.જી.હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયો હતો. જો કે માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઇ હોવાથી યુવતીનું સારવાર દરમિાયન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક કે ડિવિઝન પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં નકલી પોલીસનો આતંક
સુરતમાં નકલી પોલીસનો આતંક સામે આવ્યો છે, નકલી પોલીસે એક વેપારીને ખુદ પોલીસ હોવાની ઓળખ આપીને લૂંટ ચલાવવાની કોશિશ કરી હતી, જોકે, વેપારીએ પોલીસમાં જાણ કરતાં લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા. માહિતી એવી છે કે, સુરતમાં પુણા વિસ્તારમાં એક કાપડના વેપારીને ત્યાં નકલી પોલીસ પહોંચી હતી, આ પોલીસે આ વેપારીને દારુના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી, અને બાદમાં સોનાની ચેઇનની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. જોકે, આ ઘટનામાં વેપારીને નકલી પોલીસ પર શંકા ગઇ હતી અને તરતજ તેમને 100 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી
Join Our Official Telegram Channel: