Ahmedabad: અમદાવાદમાં મણિનગરમાં કાર ચાલકે અડફેટે લેતા બે લોકો ઇજાગ્રસ્ત, કારમાંથી બિયરના ટીન મળી આવ્યા
અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક કાર ચાલકે બે લોકોને અડફેટે લેતા ઇજાગ્રસ્ત થયા હતા
અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક કાર ચાલકે બે લોકોને અડફેટે લેતા ઇજાગ્રસ્ત થયા હતા. મળતી જાણકારી અનુસાર , મણિનગર વિસ્તારમાં ગોરના કુવા પાસે કાર ચાલકે રાહદારીઓને અડફેટે લીધા હતા. જેથી બે લોકોને ઈજા થતા તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગાડીમાં બિયરના ટીન મળી આવ્યા હતા. કાર ચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો.
Ahmedabad: ભાજપના કોર્પોરેટરના પુત્રની પત્નીએ આપઘાત કર્યો
અમદાવાદ : અમદાવાદમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની પત્નીએ આપઘાત કર્યો છે. કોર્પોરેટર અરવિંદ પરમારના પુત્રની પત્નીએ આપઘાત કર્યો છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં આપઘાતની દુષ્પ્રેરણા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઘરકંકાસની બાબતમાં લાગી આવતા આપઘાત કર્યો છે.
કોર્પોરેટર અરવિંદ પરમારના પુત્રવધુએ પિયરમાં પતિના ત્રાસથી આપઘાત કર્યો છે. પતિની દારૂ પીવાની ટેવને કારણે ઘણા સમયથી પરેશાન રહેતી હતી. તેના સસરાએ તેને પુત્રની દારૂની પીવાની આદત છોડાવવા બાધા રાખવાનું કહેતા તેને લાગી આવ્યું અને પિતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ મામલે સરખેજ પોલીસે કોર્પોરેટરના પુત્ર વિરુદ્ધમાં ફરિયાદ નોંધી ધરપકડ કરી છે.
કોર્પોરેટર સસરાએ પુત્રવધૂને પુત્રની દારૂની પીવાની આદત છોડાવવા બાધા રાખવાનું કહેતા પુત્રવધૂને લાગી આવ્યું અને પિતાના ઘરે બપોરના સમયે પ્લાસ્ટિકની દોરી બાંધી પંખે લટકી આપઘાત કરી લીધો હતો.
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માથે હજુ પણ માવઠાનું સંકટ, હવામાન વિભાગે આ તારીખે કરી કમોસમી વરસાદની આગાહી
રાજ્યના ખેડૂતો માથે હજુ પણ માવઠાનું સંકટ યથાવત છે.29થી 31 માર્ચ સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવતીકાલથી વાદળછાયું વાતાવરણ રહેશે અને 29 તારીખે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના શહેરોમાં કમોસમી વરસાદ થશે. 30 તારીખે જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, અરવલ્લીમાં કમોસમી વરસાદ રહેશેઅને 31 માર્ચે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં માવઠું થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ રહેશે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો વરસાદની મજા માણી રહ્યા છે. રવિવારે (26 માર્ચ) ફરી એકવાર રાજધાની દિલ્હીમાં તાપમાન વધીને 31 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું અને બુધવાર (29 માર્ચ) સુધીમાં તે 32 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા છે. સોમવાર અને મંગળવારે મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.