Unseasonal rain: બપોરે ભારે ઉકળાટ બાદ અમદાવાદમાં પડ્યો કમોસમી વરસાદ
Unseasonal rain In Ahmedabad: હવામાન વિભાગની આગાહીને પગલે આજે રાજ્યાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. આજે બપોરના સમયે ભારે ઉકળાટ બાદ અમદાવાદમાં વરસાદી ઝાપટું પડ્યું હતું.
Unseasonal rain In Ahmedabad: હવામાન વિભાગની આગાહીને પગલે આજે રાજ્યાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. આજે બપોરના સમયે ભારે ઉકળાટ બાદ અમદાવાદમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. શહેરના એસ જી હાઇવે અને વૈષ્ણવ દેવી વિસ્તાર આસપાસ કમોસમી ઝાપટું પડ્યું હતું.
તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ધાનેરા, ડીસા, દિયોદર, લાખણી, થરાદ, વાવ સહિતના વિસ્તારમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. જિલ્લામાં પવન ફૂંકાવવાનું શરૂ થતાં વાતાવરણ ધૂંધળું થયું હતું. અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી હતી.
રાજ્યમાં આ તારીખે પડશે વરસાદ
રાજ્યમાં ગરમીથી શેકાતા લોકો માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જે મુજબ 28 અને 29 તારીખે રાજ્યમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સ્ટક્યુલેશન સક્રિય થતાં સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદરમાં આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના પાટણ,મેહસાણા, બનાસકાંઠા,સાબરકાંઠા તથા મધ્ય ગુજરાતના વડોદરા,આણંદ,ભરૂચમાં વરસાદની આગાહી કરવાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની આગાહી છે, જેના કારણે માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે આગામી 25થી 29 મેના રોજ કમોસમી વરસાદ વરસશે. અંબાલાલ પટેલે હળવાથી ભારે અને તોફાની વરસાદની આગાહી કરી હતી. અરબી સમૃદ્રમાં સર્જાયેલા હવાના દબાણના કારણે વરસાદ વરસશે. અંબાલાલ પટેલના મતે ભારે વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ થશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના કેટલાક ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે કેરળમાં 5થી 15મી જૂન આસપાસ ચોમાસુ શરૂ થાય તેવી આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ક્યારથી શરૂ થઈ શકે છે પ્રિમોન્સૂન એક્ટિવિટી
હવામાનના વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં 8 જૂનથી પ્રિમોનસૂન એક્ટિવિટી શરૂ થઇ શકે છે. જેને લઇને રાજ્યભરમાં પ્રિમોન્સૂન પ્લાન મામલે પણ કામગીર થઇ રહી છે. ચોમાસામાં ભરાતા વરસાદી પાણીને લઈને સુરત મહાનગર પાલિકા આ વખતે સજાગ બની છે. આ મુદ્દે કમિશનરની કડક સૂચના અપાઇ છે. કહ્યું જે પણ વિસ્તારમાં પાણી ભરાશે તેની જવાબદરી ઝોન અધિકારીની રહેશે. ચોમાસામાં પાણી ભરાશે તો જે તે વિસ્તારના જવાબદાર અધિકારીનો સામે કાર્યવાહી કરવામાં આવશે. ઝોનના અધિકારીએ વરસાદી જાળિયાની સફાઇ થઇ ગયાના પ્રમાણપત્રો મેળવવા પડશે. ઉલ્લેખનિય છે કે, કમિશનર શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં આ નિર્ણય લેવાયો હતો.