શોધખોળ કરો
SBSમાં થોટ લીડર્સ સ્પિક સિરીઝ અંતર્ગત ‘અપ-સ્કીલિંગ ઈન ન્યુ નોર્મલ’ વિષય પર વાર્તાલાપ યોજાયો,
આ કાર્યક્રમ અંતર્ગત જાણીતા માર્કેટિંગ અને કોર્પોરેટ મેનેજમેન્ટ લિડર ભાસ્કર દાસ દ્વારા ઉપરોક્ત વિષય પર પ્રવચન આપવામાં આવ્યુ હતું.
અમદાવાદઃ ગુજરાતની અગ્રગણ્ય બિઝનેસ મેનેજમેન્ટ શિક્ષણ સંસ્થા "શાંતિ બિઝનેસ સ્કૂલ" (એસ.બી.એસ ) દ્વારા વિદ્યાર્થીઓ માટે "થોટ લીડર્સ સ્પિક સિરીઝ'' અંતર્ગત "અપ-સ્કીલિંગ ઈન ન્યુ નોર્મલ" વિષય પર લેક્ચર યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત જાણીતા માર્કેટિંગ અને કોર્પોરેટ મેનેજમેન્ટ લિડર ભાસ્કર દાસ દ્વારા ઉપરોક્ત વિષય પર પ્રવચન આપવામાં આવ્યુ હતું.
દાસે પોતાના 35થી વધુ વર્ષના માર્કેટિંગ અને કોર્પોરેટ મેનેજમેન્ટ અંગેના જ્ઞાન અને અનુભવ 'શાંતિ બિઝનેસ સ્કૂલ'ના વિદ્યાર્થીઓ સાથે શેર કર્યા હતા. તેમજ માર્કેટ અને કોર્પોરેટ ક્ષેત્રે આવતા ચઢાવ- ઉતાર તેમજ મંદી અને તે પછીના સમયે પોતાના વ્યવસાયિક કૌશલ્યમાં વધારો કરી કેવી રીતે પોતાના કાર્યક્ષેત્રમાં ટકી રહેવું જોઈએ તે વિષય પર માર્ગદર્શન આપ્યું હતું.
ભાસ્કર દાસે ટેક્નોલોજીમાં થતા ફેરફારો બજારમાં સતત પરિવર્તન લાવે છે અને ગ્રાહકોની વર્તુણકમા પણ બદલાવ આવે છે તે વિશે વાત કરી. તેઓએ વધુમાં જણાવ્યુંકે ઘણી નોકરીઓ અને ઉદ્યોગો કે જે આજે વિકસિત થઈ રહ્યા છે,તે ટૂંક સમયમાં અપ્રચલિત થઈ શકે છે. રોજગાર માટે લાયક રહેવાનો એકમાત્ર રસ્તો એ છે કે ઉદ્યોગ જગતના બદલાવની અપેક્ષા પ્રમાણે તેને સંબંધિત જ્ઞાન અને માહિતીથી સજ્જ થવું.
બદલાતા બઝાર અને પડકારરૂપ સંજોગોમાં વ્યવસાયમાં કેવી રીતે ટકી રહેવું ? એવા એક વિદ્યાર્થી દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં દાસે કહ્યું કે વ્યક્તિએ ઉદ્યોગ જગતના પરિવર્તન સાથે બંધબેસતી કોઈપણ પ્રકારની કુશળતા આત્મસાત કરતા રહેવી જોઇએ, અને દર બે વર્ષે પોતાને વ્યવસાયિક રીતે અપડેટ કરવી જોઈએ. વિદ્યાર્થીઓએ જરૂરિયાત પ્રમાણે સમાયંતરે નવા નવા કોર્સ કરવા જોઈએ અને મેનેજમેન્ટના અનિવાર્ય ભાગ બનવા માટે કંપની દ્વારા સોંપવામાં આવેલ દરેક કાર્ય સફળતા પૂર્વક પૂર્ણ કરવું જોઈએ.
આ કાર્યક્રમમાં પી.જી.ડી.એમ અને પી.જી.ડી.એમ.સીના લગભગ 350થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, તેમજ તેમણે ભાસ્કર દાસ સાથે કોર્પોરેટ મેનેજમેન્ટને સ્પર્શતા વિવિધ પાસાઓ અંગે પ્રશ્નોત્તરી પણ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
મનોરંજન
Advertisement