શોધખોળ કરો

ઉત્તરાખંડમાં મેઘતાંડવઃ 47 પ્રવાસીઓ સાથે મોરબીની બસ પાગલ નાળામાં ફસાઇ

મોબરીથી ઉત્તરાખંડ ગયેલા 47 પ્રવાસીઓ ઉત્તરાખંડમાં અટવાયા છે. જોકે, તમામ 47 પ્રવાસીઓ સુરક્ષિત હોવાનો મંત્રી બ્રિજેશ મેરજાએ દાવો કર્યો છે. જોશી મઠ નજીક પાગલ નાળા પાસે એક બસ ફસાઈ છે.

અમદાવાદઃ ગુજરાતમાંથી 140 પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા હોવાની પુષ્ટી થઈ છે. 110 પ્રવાસીઓ સાથે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ તરફથી સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, 30 ગુજરાતી પ્રવાસીઓ સાથે હજુ સંપર્ક થઈ શક્યો નથી. તેમની સાથે સંપર્ક કરવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. 

મોબરીથી ઉત્તરાખંડ ગયેલા 47 પ્રવાસીઓ ઉત્તરાખંડમાં અટવાયા છે. જોકે, તમામ 47 પ્રવાસીઓ સુરક્ષિત હોવાનો મંત્રી બ્રિજેશ મેરજાએ દાવો કર્યો છે. જોશી મઠ નજીક પાગલ નાળા પાસે એક બસ ફસાઈ છે. જેમાં 42 લોકો મોરબીના, 4 લોકો ટંકારાના મીતાણા ગામના છે. આ લોકો ત્યાં ફસાયેલા છે. 

મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, જોશી મઠ નજીક પાગલ નાળા પાસે બસ ફસાઇ છે. ખાનગી બસમાં મોરબીના 47 જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા છે. તમામ ફસાયેલા પ્રવાસીઓની જમવાની વ્યવસ્થા કરી છે. ઉત્તરાખંડમાં ફસાયેલા વિવેકભાઈ પરમારે જણાવ્યું હુતં કે, અત્યારે વરસાદ બંધ થયો છે. વરસાદના કારણે રસ્તો બંધ થઈ જતા ફસાયા છીએ.

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામની યાત્રાએ ગયેલા ગુજરાતના મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. ઉત્તરાખંડ સરકારે રેડ એલર્ટ જાહેર કરતા પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડાયા છે. ત્યારે ઉત્તરાખંડમાં હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી ચારધામ યાત્રાને પણ અટકાવી દેવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓને મદદ કરવા સતર્ક છે. 

ઉત્તરાખંડમાં વરસાદી તોફાનથી યાત્રીઓને તકલીફ ન પડે તેને લઈ કેન્દ્ર અને રાજ્ય સરકાર સતર્ક છે. યાત્રીઓની સુવિધા અને સુરક્ષાને લઈ પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના મુખ્ય સચિવે પણ ઉત્તરખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી. ગુજરાતીઓને મદદ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી. 

ઉત્તરાખંડ સરકારે પણ ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટને મદદ કરવા ખાતરી આપી છે. છૂટાછવાયા ગ્રૂપમાં ગુજરાતીઓ ઉત્તરાખંડમાં અટાવાયા હોવાનું મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું. ઉત્તરાખંડ સરકાર જે માહિતી આપશે તે મુજબ રાજ્ય સરકાર કાર્યવાહી કરશે, તેમ તેમણે ઉમેર્યું હતું. 

નોંદનીય છે કે, ઉત્તરાખંડમાં રાજકોટના 16 સભ્યો, અમદાવાદના થલતેજના 6 યાત્રીઓ, અમદાવાદના નવા વાડજ અને મણીગનરના રહેવાસીઓ પણ કેદારનાથમાં ફાસયા છે. આ ઉપરાંત ધોળકાના કેટલાક લોકો ઉત્તરાખંડમાં ફસાયા છે. મોટી સંખ્યામાં ગુજરાતી યાત્રીઓ ઉત્તરકાશી, નેતાલા અને આસપાસના વિસ્તારોમાં અટવાયા છે. મણિનગરનો એક પરિવાર નેતાલામાં ફસાયો છે. પરિવારે પ્લેનનું બુકિંગ હોવાથી યાત્રા ટુંકાવાનો વારો આવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર ગંગોત્રીમાં ભારે વરસાદને કારણે ત્રણ હજારથી વધુ વાહનો અટવાયા છે. જ્યારે રાજકોટના 180 લોકોનું એક ગ્રુપ ગંગોત્રી જતા રસ્તામાં ફસાઈ ગયું છે.

ધોળકા વિદ્યાલયના શિક્ષક ચેતનભાઈના જણાવ્યા અનુસાર તેઓ હાલ ઉત્તરકાશીથી ગંગોત્રી રોડ પર આવેલા નેતાલામાં ફસાઈ ગયા છે. તો અમદાવાદના નવા વાડજમાં રહેતા એક દંપતિ પણ ભારે વરસાદથી બે દિવસથી કેદારનાથમાં ફસાયું છે. અરવિંદ આહિરે એબીપી અસ્મિતા સાથે વાત કરતા જણાવ્યું કે કેદારનાથમાં બેથી ત્રણ હજાર લોકો ફસાયા છે. ફસાયેલા બેથી ત્રણ હજાર લોકોમાં ગુજરાતીઓ પણ છે. જેમણે સોશલ મી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Embed widget