શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાનો કોરોના રિપોર્ટ શું આવ્યો? જાણો
અમદાવાદમાં કોરાનાને ફેલાતો રોકવા માટે શહેરમાં લોકડાઉન જાહેર કરાયું છે. અમદાવાદમાં ફક્ત દૂધ, મેડિકલ અને હોસ્પિટલ જ ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે.
અમદાવાદમાં કોરાનાને ફેલાતો રોકવા માટે શહેરમાં લોકડાઉન જાહેર કરાયું છે. અમદાવાદમાં ફક્ત દૂધ, મેડિકલ અને હોસ્પિટલ જ ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે થોડા દિવસ પહેલા જ ફિલ્ડ ડ્યુટી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા કોરોના પોઝિટિવ બે વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા ત્યાર બાદ સેલ્ફ કોરેન્ટાઈન થયા હતા જેમણે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો જે નેગેટિવ આવ્યો છે. આ અંગે તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું.
મ્યુનિ. કમિશનર વિજય નેહરાનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમણે ટ્વિટ કરીને અમદાવાદીઓનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, તેમણે સેલ્ફ ક્વોરન્ટાઈન થયા પછી કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો જે નેગેટિવ આવ્યો છે અને થોડા દિવસોમાં જ તેઓ ફરજ પર પાછા ફરશે તેમ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ફિલ્ડ ડ્યુટી દરમિયાન વિજય નેહરા કોરોના પોઝિટિવ બે વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. જેથી ગાઈડલાઈન પ્રમાણે, તેઓ સેલ્ફ ક્વોરન્ટાઈન થઈ ગયા હતા. ત્યાર બાદ કમિશનર તરીકે રાજ્ય સરકારે મુકેશ કુમારને ચાર્જ સોંપ્યો હતો.I have tested NEGATIVE for COVID-19 Will rejoin the #FightAgainstCOVID19 ASAP Thank you everyone for your wishes and prayers🙏🙏#AmdavadFightsCorona
— Vijay Nehra (@vnehra) May 9, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion