શોધખોળ કરો
Advertisement
CM વિજય રૂપાણીની તબિયત લથળી, તાવ અને આંતરડામાં સોજો હોવાથી ડોક્ટરે આરામ કરવાની આપી સલાહ
ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત લથડતાં જૂનાગઢનો કાર્યક્રમમાં હાજરી આપવાનું ટાળીને વિશેષ વિમાનમાં અમદાવાદ લાવવામાં આવ્યા હતાં. અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ડો. આર. કે. પટેલ અને ડો. મનોજ ઘોડાએ સારવાર અર્થે આરોગ્ય તપાસ કરી હતી.
મુખ્યમંત્રીની તબીબી તપાસ બાદ ડોક્ટરે નિદાન કરતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીને ઉલટી અને તાવ તેમજ આંતરડામાં દુખાવાની ફરિયાદ હતી. તેમને આંતરડા પર સોજો હોવાનું નિદાનમાં સામે આવ્યું છે. મુખ્યમંત્રીની તબિયત હાલ સ્થિર છે અને ચિંતાનું કોઈ જ કારણ નથી.
મુખ્યમંત્રીને શુક્રવારે સવારે વોમિટીંગ અને તાવની અસર વર્તાતી હતી. ત્યાર બાદ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તબીબોએ પ્રાથમિક તપાસ કરી હતી. પ્રાથમિક તપાસ બાદ મુખ્યમંત્રી નિર્ધારિત કાર્યક્રમ અનુસાર જૂનાગઢ જવા રવાના થયા હતા. રાજકોટ એરપોર્ટ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આવકારી તેમની સાથે શિવરાત્રી મેળા માટે જૂનાગઢ જવાના હતા.
જોકે રાજકોટ ખાતે પણ સ્વાસ્થ્યની આ ફરિયાદ યથાવત રહેતાં તેઓ અમદાવાદ પરત આવ્યા હતા.તબીબોએ રૂપાણીને આરામ કરવાની સલાહ આપી છે. તેના કારણે મુખ્યમંત્રીના 2 માર્ચના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion