Rain: ભારે ઉકળાટ બાદ અમદાવાદ અને સુરતમાં છવાયો વરસાદી માહોલ, ડાયમંડનગરીમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
અમદાવાદ: ભારે ઉકળાટ બાદ અમદાવાદ અને સુરતમાં વરસાદ શરુ થયો છે. થોડા દિવસના વિરામ બાદ વરસાદની ફરી એન્ટ્રી થઈ છે. જેના કારણે શહેરીજનોને ભારે ગરમીથી રાહત મળી છે.
અમદાવાદ: ભારે ઉકળાટ બાદ અમદાવાદમાં વરસાદ શરુ થયો છે. થોડા દિવસના વિરામ બાદ અમદાવાદમાં વરસાદની ફરી એન્ટ્રી થઈ છે. જેના કારણે શહેરીજનોને ભારે ગરમીથી રાહત મળી છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યા બાદ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.
અમદાવાદ ના ઇન્કમટેક્સ વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા બાદ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદથી ઠંડક પ્રસરી છે. જે વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તેમાં શેલા, શીલજ, બોપલ-ઘૂમાનો સામવેશ થાય છે. આ ઉપરાંત ગોતા, સાયન્સ સિટી,એસજી હાઈવે,જોધપુર, શિવરંજનીમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો
અમદાવાદની સાથે સાથે સુરતમાં પણ વરસાદી માહોલ છવાયો છે. અડધોથી પોણો કલાક ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સુરતના રીંગરોડ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી છે. રસ્તા ઉપર ગુંઠણથી લઈ ગોઠણ સુધી પાણી ભરાયા છે. રસ્તા ઉપર પાણીમાંથી પસાર થવા વાહન ચાલકો મજબૂર બન્યા છે.
પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આ ઉપરાંત અનેક વાહનો બંધ પડી ગયા છે. રીંગરોડ ,ઉધના દરવાજા નવસારી બજાર રોડ , ઉધના નવસારી રોડ સહિતા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વેસુના પણ કેટલાક નિશાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત ઉધના, રીંગરોડ, મજુરા ગેટ,વેસુ,અડાજણ,પારલે પોઇન્ટ, અઠવાગેટ, વરાછા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
સામાન્ય વરસાદે સુરત મહાનગરપાલિકાની પોલ ખોલી નાખે છે. સુરત શહેરમાં અનેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રિંગરોડ ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં પાણી ભરાયા છે. રસ્તા પર ઘૂંટણ સુધીના વરસાદી પાણી ભરાયા છે.
રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. ઉધના દરવાજા વિસ્તારમાં પાણી ભરાયા છે. ચોંટા બજાર, ભાગળ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નવી સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડીંગમાં પાણી ભરાતા અહીં આવતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. કૈલાશનગર વિસ્તારમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. વલ્લભજીવનની ચાલના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે.
આ પણ વાંચો...