શોધખોળ કરો

Ahmedabad: મેક ઇન ઇન્ડિયાથી તૈયાર થયેલી આ ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટમાં નાગરિકો માટે છે સેફ્ટી જેકેટથી લઇને રેસ્ક્યૂ બૉટથી સુધીની ખાસ સુવિધાઓ, વાંચો....

વર્ચ્યૂઅલી ઉદઘાટન દરમિયાન અમિત શાહે આ ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટની ખાસિયતો વિશે પણ માહિતી આપી હતી, તેમને કહ્યું હતુ કે, AMC, સાબરમતી રિવરફ્રન્ટ અને અક્ષર ટુર દ્વારા આ ક્રૂઝને તૈયાર કરવામાં આવ્યુ છે

Ahmedabad: આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદીઓને એક મોટી ભેટ આપી છે, શહેરની વચ્ચોવચથી પસાર થઇ રહેલી સાબરમતી નદીમાં આજથી એક ખાસ ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટને તરતી મુકવામાં આવી છે, આનું ઉદઘાટન અમિત શાહે વર્ચ્યૂઅલી કર્યુ હતુ, અને આ દરમિયાન તેમને સંબોધન કરતાં કહ્યું કે, હું અમદાવાદમાં આવીશ ત્યારે મારા ફેમિલી સાથે આ ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટમાં જમવા જઇશ. ખાસ વાત છે કે, આ રેસ્ટૉરન્ટ સાબરમતી નદીમાં તરતાં તરતાં ભોજન કરવાનો શાનદાર અનુભવ કરાવશે. આજથી અમદાવાદ શહેરને સબારમતી નદી પર ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટનું સુવિધા મળી છે, આ ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટને 15 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે, 

વર્ચ્યૂઅલી ઉદઘાટન દરમિયાન અમિત શાહે આ ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટની ખાસિયતો વિશે પણ માહિતી આપી હતી, તેમને કહ્યું હતુ કે, AMC, સાબરમતી રિવરફ્રન્ટ અને અક્ષર ટુર દ્વારા આ ક્રૂઝને તૈયાર કરવામાં આવ્યુ છે. 2 એન્જીન સાથેની દોઢ કલાક ચાલી શકે એવી આ સ્પેશ્યલ 30 મીટર લાંબી ક્રૂઝ છે, આ ક્રૂઝ મેક ઇન ઇન્ડિયા છે. 165 લોકોની ક્ષમતા ધરાવતી આ ક્રૂઝ બૉટ છે, આમાં 180 સેફટી જેકેટ, ઇમરજન્સી રેસ્ક્યૂ બૉટ પણ નાગરિકોની સુરક્ષાનું ધ્યાન રાખશે, ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગને હમેશા પ્રાધાન્ય અપાયું છે, દેશના બેસ્ટ ટુરિઝમ સેન્ટરમાં આજે ગુજરાત ટૉપ પર છે. મને પણ મન થયું છે કે હું મારા પરિવાર સાથે આ ક્રૂઝમાં ભોજન લેવા જઈશ, હું અમદાવાદ આવીશ એટલે મારા પરિવાર સાથે અચૂક જઇશ.

જાણો અહીં આ ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટમાં શું શું હશે....
હવે અમદાવાદની સાબરમતી નદીમાં આ ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટે તરતી દેખાશે. આ શહેરની પ્રથમ તરતી હૉટલ હશે. આ રેસ્ટૉરન્ટને 15 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે, આમાં 150 લોકો ભોજન લઈ શકે એવી ખાસ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ગાંધીબ્રિજથી સરદારબ્રિજ સુધી નદીમાં મુસાફરી કરાવશે. જોકે, ખાસ વાત છે કે આનાથી કૉર્પોરેશનને મોટી કમાણી પણ થશે, કેમ કે ખાનગી એજન્સી સાબરમતી નદીના ઉપયોગ કરવા માટે વાર્ષિક 45 લાખ AMCને ચૂકવશે.

આ ક્રૂઝને કોર્પૉરેટ મીટિંગ અને ફેમિલી ગેટ ટુ ગેધર માટે ભાડે પણ આપવામાં આવશે, ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટની અંદર પણ ફર્નિચરને મૉર્ડન લૂક આપવામાં આવ્યો છે. સ્માર્ટ LED અને એરકન્ડિશન સુવિધાથી આ ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટ સજ્જ હશે. ખાનગી એજન્સી પ્રતિ વર્ષ amc ને સાબરમતીના ઉપયોગ બદલ 45 લાખ ચૂકવશે. 

આ ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટ ક્રૂઝના નિર્માણમાં કરોડોનો ખર્ચ થયો હતો, જેમાં SRFDCLને 45 લાખની વધારાની વાર્ષિક લાઇસન્સ ફી ચૂકવવામાં આવી હતી. આ ક્રૂઝ ફેબ્રુઆરીમાં વલસાડના ઉમરગામથી સાબરમતી રિવરફ્રન્ટ પર લાવવામાં આવ્યું હતું અને આને બનાવવામાં ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો.

ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટ ક્રૂઝની વિશેષતા જાણો: - 
1. બે માળની ક્રૂઝ-કમ-ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટ છે
2. પહેલા માળે એસી કેબિન અને ઉપરના માળે ખુલ્લી જગ્યા છે
3. એકસાથે 125 થી 150 લોકો બેસી શકે એવી ક્ષમતા છે
4. લાઈવ શૉ, સંગીત પાર્ટીઓ, જન્મદિવસની પાર્ટીઓ અને ઓફિસ મીટિંગ્સ સહિત મનોરંજન સુવિધાઓ પણ છે
5. સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધી એક રાઉન્ડ ટ્રીપમાં દોઢ કલાક લાગે છે.
6. સરદાર બ્રિજ અને અટલ બ્રિજ વચ્ચે ઘાટનું નિર્માણ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવીBharuch Dushkarma Case : ભરુચ દુષ્કર્મ કેસમાં સરકારી વકીલ કોઈ પણ ફી વગર પીડિત બાળકીનો કેસ લડશેShankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થનBhavnagar Police: ભાવનગરમાં ગુનેગારોમાં કાયદાનો ડર ન હોય તેવી સ્થિતિ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Embed widget