(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદમાં વિપક્ષના નેતાપદે કોને બેસાડવાની હિલચાલથી કોંગ્રેસના 9 કોર્પોરેટર્સ બળવાના મૂડમાં ? કોના ઘરે રાત્રે બે વાગ્યા સુધી ચાલી બેઠક ?
AMCના વિપક્ષના નેતા પદ માટે કોંગ્રેસે નવી ફોર્મ્યુલા તૈયાર કરી છે. નિરીક્ષક સી જે ચાવડા અને નરેશ રાવલે પ્રદેશ પ્રમુખને રિપોર્ટ સોંપ્યો છે.
અમદાવાદઃ AMCના વિપક્ષના નેતા પદ માટે કોંગ્રેસે નવી ફોર્મ્યુલા તૈયાર કરી છે. નિરીક્ષક સી જે ચાવડા અને નરેશ રાવલે પ્રદેશ પ્રમુખને રિપોર્ટ સોંપ્યો છે. 4 વર્ષ માટે 4 લોકોને એક એક વર્ષ માટે વિપક્ષના નેતા બનાવવાની રિપોર્ટમાં ફોર્મ્યુલા આપવામાં આવી છે. એક વ્યક્તિને વિપક્ષના નેતા અને એક વ્યક્તિને ઉપનેતા બનાવી 8 લોકોને સાચવવાની ફોર્મ્યુલા આપવામાં આવી છે.
સેહઝાદ પઠાણને વિપક્ષના નેતા ન બનવા દેવા કોર્પોરેટરનું એક ગ્રુપ સક્રિય થયું છે. અમદાવાદના એક ધારાસભ્યના ઘરે શનિવારની રાત્રિએ બેઠક મળી હતી. રાત્રિના બે વાગ્યા સુધી મળેલી બેઠકમાં સેહઝાદ પઠાણ વિપક્ષના નેતા બને તો શું કરવું તેની ચર્ચા કરાઇ. કોંગ્રેસના 9 જેટલા કોર્પોરેટર બળવો કરવાના મૂડમાં છે.
રાજ્યના આ મોટા શહેરમાં એક જ દિવસમાં 36 નવા સ્થળો માઈક્રોકન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકાતા ફફડાટ, જુઓ લિસ્ટ
Ahmedabad Corona Cases: ગુજરાતમાં સતત બીજા દિવસે પાંચ હજારથી વધુ નવા કોવિડ-19 કેસ નોંદાયા છે. આ દરમિયાન અમદાવાદમાં કોરોના સંક્રમણ યથાવત રહેવા પામ્યું છે. શનિવારે મે મહિના બાદ કોરોનાના નવા ૨૫૨૧ કેસ નોંધાતા નવા વર્ષમાં જાન્યુઆરીના આરંભના આઠ દિવસમાં શહેરમાં કોરોનાના ૧૨ હજારથી વધુ કેસ નોંધાવા પામ્યા છે.
એક જ દિવસમાં કેટલા સ્થળ માઇક્રોકન્ટેઈન્મેન્ટ ઝોન મુકવામાં આવ્યા
મે મહિના બાદ શહેરમાં શનિવારે ૨૫૨૧ કેસ નોંધાયા છે.આ પૈકી પચાસ ટકા કેસ શહેરના પૂર્વ ઝોનમાં નોંધાયા છે.શહેરમાં એક જ દિવસમાં નવા ૩૬ સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.આ પૈકી ૧૧ સ્થળ પૂર્વ ઝોનના છે.એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના પચાસ અને ઓમિક્રોનનો એક દર્દી સારવાર હેઠળ છે.શહેરના કુલ ૧૭૧ સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મ્યુનિ.તંત્રે મુકયા છે. અમદાવાદમાં અગાઉ ૧૪૧ સ્થળ મ્યુનિ.તંત્રે માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકયા હતા.શનિવારે છ સ્થળને નિયંત્રણમુકત કરી વધુ ૩૬ સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવતા શહેરના કુલ ૧૭૧ સ્થળ કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈ મ્યુનિ.દ્વારા માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.શનિવારે દક્ષિણ-પશ્ચિમ ઝોનના પાંચ સ્થળ,મધ્યઝોનના એક સ્થળ, પૂર્વ ઝોનના ૧૧ સ્થળ, પશ્ચિમ ઝોનના છ સ્થળ, દક્ષિણ ઝોનના પાંચ સ્થળ, ઉત્તર-પશ્ચિમ ઝોનના છ અને ઉત્તર ઝોનના બે સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હતા.
આ સ્થળ મુકાયા માઇક્રોકન્ટેઈનમેન્ટ ઝોનમાં
રોઝવુડ એસ્ટેટ જોધપુર ગામ, ગાલા સ્વીંગ જોધપુર, શ્યામતીર્થ એપાર્ટમેન્ટ સેટેલાઈટ, ઓર્ચિડ ગ્રીન ફિલ્ડ સરખેજ, અલફાતીમા રેસિડેન્સી જુહાપુરા,શિલાલેખ શાહીબાગ, સદગુરુ સાંનિધ્ય રામોલ, કર્ણાવતી એન્કલેવ ન્યૂ મણિનગર, શ્રીનંદ સિટી-૯ ન્યૂ મણિનગર, અવની હોમ્સ નિકોલ, મંગલતીર્થ સોસાયટી ભાઈપુરા, સ્વામી વિવેકાનંદ ચાર માળીયા નિકોલ, દિવ્યજીવન એલિગન્સ નિકોલ, સાંનિધ્ય બંગ્લોઝ વસ્ત્રાલ, સીઆઈએસએફ-૧ વસ્ત્રાલ, સમૃધ્ધ ગ્રીન વસ્ત્રાલ, સરદાર પટેલ સોસાયટી વિરાટનગર, જય વિજય કુંજ સોસાયટી નારણપુરા, સ્તવન પાલડી, શરણ રેસિડેન્સી ચાંદખેડા, આઝાદ સોસાયટી નવરંગપુરા, દેવમ એપાર્ટમેન્ટ સાબરમતી, સર્વેશ એપાર્ટમેન્ટ રાણીપ, શાહઆલમ સોસાયટી દાણીલીમડા, શ્રીનાથ ફલેટ ઘોડાસર, મંગલમ ટેનામેન્ટ ઈસનપુર,અંબિકા ટેનામેન્ટ ઈસનપુર, પુષ્પાંજલિ એપાર્ટમેન્ટ કાંકરીયા, ઉમા શરણમ ગોતા, શુકન લોટસ ચાંદલોડીયા,આર્યમન બંગ્લોઝ થલતેજ, શાયોના શિખર ગોતા, અશોક વાટીકા બોપલ, ડીઓએસ કોલોની વસ્ત્રાપુર, ક્રીશન બંગ્લોઝ સરદારનગર, મહેશ્વરી સોસાયટી સરસપુરના કોરોના સંક્રમિત સ્થળને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માઈક્રોકન્ટેઈન્મેન્ટ સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
પશ્ચિમ બાદ પૂર્વ અમદાવાદમાં પણ વધી રહ્યું છે સંક્રમણ
શનિવારે અમદાવાદમાં માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવેલા ૩૬ નવા સ્થળ પૈકી વસ્ત્રાલ,નિકોલ ઉપરાંત બાપુનગર,સરદાર નગર અને ઠકકરનગર સહિતના વિસ્તારમાં મોટી સંખ્યામાં નવા કેસ નોંધાયા છે.નરોડા ઉપરાંત સરદારનગર અને ઠકકરનગર વોર્ડમાં ૬૦ થી પણ વધુ કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.
શહેરમાં જાન્યુઆરીમાં નોંધાયેલા કેસ
જાન્યુઆરીના આરંભથી શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે.પહેલી જાન્યુઆરીએ શહેરમાં કોરોનાના ૫૫૯, બીજી જાન્યુઆરીએ ૩૯૬ કેસ, ત્રણ જાન્યુઆરીએ ૬૩૧ કેસ, ચાર જાન્યુઆરીએ ૧૨૯૦ કેસ,પાંચ જાન્યુઆરીએ ૧૬૩૭ કેસ, છ જાન્યુઆરીએ ૧૮૩૫ કેસ,સાત જાન્યુઆરીએ ૨૨૮૧ અને ૮ જાન્યુઆરીએ ૨૫૨૧ કેસ સાથે માત્ર આઠ દિવસમાં કોરોનાના શહેરમાં ૧૨,૧૫૦ કેસ નોંધાવા પામ્યા છે. શહેરમાં જે પ્રમાણે હાલમાં ડેલ્ટા અને ઓમિક્રોનનું સંક્રમણ વધી રહ્યુ છે એ કારણથી અમુક સ્થળોએ પરિવારના તમામ સભ્યો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે.જયાં પરિવારના તમામ સભ્યો કોરોના સંક્રમિત થયા છે એ પરિવારમાં નાના બાળકને અલગ રાખવા પડતા હોવાથી સ્થિતિ કફોડી બનતી જોવા મળે છે.